ફિન એલનનો પાવર: એક જ મેચમાં 20 સિક્સર ફટકારી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ગેઈલ પણ પાછળ છૂટ્યો!

3 Min Read

ફિન એલનનો કરિશ્મા: 20 છગ્ગા ફટકારી તોડ્યો વર્લ્ડ રેકોર્ડ, ક્રિસ ગેલ પણ ન કરી શક્યા આવો પરાક્રમ

T20 વર્લ્ડ કપ 2026માં એક એવો અદ્ભુત વિક્રમ સર્જાયો છે, જે અત્યાર સુધી ક્રિકેટના ઈતિહાસમાં ક્યારેય જોવા મળ્યો નથી. ન્યુઝીલેન્ડના વિસ્ફોટક ઓપનર ફિન એલને એક જ ટૂર્નામેન્ટમાં 20 છગ્ગા ફટકારીને નવો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તેમની આ તોફાની રમત જોઈને દિગ્ગજ બેટ્સમેનો પણ સ્તબ્ધ થઈ ગયા છે.

ન્યુઝીલેન્ડે ફાઈનલમાં મારી ધમાકેદાર એન્ટ્રી

કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં 4 માર્ચના રોજ રમાયેલી સેમીફાઈનલમાં દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ સામસામે હતા. દક્ષિણ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતા માંડ-માંડ 169 રન બનાવ્યા હતા. જવાબમાં ન્યુઝીલેન્ડના બેટ્સમેનોએ આક્રમક રમત બતાવી અને માત્ર 12.5 ઓવરમાં જ 170 રનનો ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. આ જીત સાથે ન્યુઝીલેન્ડ બીજી વાર T20 વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચવામાં સફળ રહ્યું છે. આ ઐતિહાસિક જીતના હીરો ફિન એલન રહ્યા હતા, જેમણે મેદાનની ચારેબાજુ રનનો વરસાદ કર્યો હતો.

- Advertisement -

 nz.jpg

હેટમાયરનો રેકોર્ડ થયો ધરાશાયી

26 વર્ષીય ફિન એલને ઓપનિંગમાં આવતા જ દક્ષિણ આફ્રિકાના બોલરો પર આક્રમણ કર્યું અને માત્ર 33 બોલમાં અણનમ 100 રનની તોફાની ઇનિંગ રમી. આ ઇનિંગ દરમિયાન તેમણે 10 ચોગ્ગા અને 8 ગગનચુંબી છગ્ગા ફટકાર્યા હતા. આ 8 છગ્ગાની મદદથી આ ટૂર્નામેન્ટમાં તેમના કુલ છગ્ગાની સંખ્યા 20 પર પહોંચી ગઈ છે. આ સાથે એલન દુનિયાના એવા પ્રથમ બેટ્સમેન બન્યા છે જેમણે એક જ T20 વર્લ્ડ કપ એડિશનમાં 20 કે તેથી વધુ છગ્ગા માર્યા હોય.

આ પહેલા આ રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના શિમરોન હેટમાયરના નામે હતો, જેણે ચાલુ વર્લ્ડ કપમાં જ 7 મેચમાં 19 છગ્ગા ફટકાર્યા હતા. હેટમાયરે 1 માર્ચે ભારત સામે આ સિદ્ધિ મેળવી હતી, પરંતુ તેનો રેકોર્ડ માત્ર ત્રણ દિવસ જ ટકી શક્યો.

T20 વર્લ્ડ કપની એક એડિશનમાં સૌથી વધુ છગ્ગા

ખેલાડીનું નામવર્ષછગ્ગાની સંખ્યા
ફિન એલન202620
શિમરોન હેટમાયર202619
સાહિબજાદા ફરહાન202618
નિકોલસ પૂરન202417
ક્રિસ ગેલ201216
રહેમાનુલ્લા ગુરબાઝ202416

nz1.jpg

એક ઇનિંગમાં પણ સર્જ્યો ઈતિહાસ

ફિન એલન હવે T20 વર્લ્ડ કપની એક ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા મારનારા ખેલાડીઓની યાદીમાં સંયુક્ત રીતે ત્રીજા નંબરે પહોંચી ગયા છે. આ યાદીમાં ક્રિસ ગેલ અને એરોન જોન્સ હજુ પણ તેમની આગળ છે. ગેલે એક મેચમાં બે વાર 10 થી વધુ છગ્ગા મારવાનો રેકોર્ડ બનાવેલો છે.

ફિન એલનના આ પ્રદર્શને સાબિત કરી દીધું છે કે તે હાલના સમયના સૌથી ખતરનાક બેટ્સમેનોમાંના એક છે. હવે જોવાનું એ રહેશે કે ફાઈનલ મેચમાં તેઓ પોતાની આ ફોર્મ જાળવી રાખીને ન્યુઝીલેન્ડને પ્રથમ વખત ચેમ્પિયન બનાવી શકે છે કે નહીં.

Share This Article