IPL 2026: ચેન્નાઈ સુપર કિંગ્સમાં આ ‘ધાકડ’ અંગ્રેજની એન્ટ્રી, CSK એ લીધો મોટો નિર્ણય!

3 Min Read

IPL 2026 પહેલા આવ્યા મોટા સમાચાર: CSKએ દિગ્ગજ અંગ્રેજ ખેલાડીને પોતાના કેમ્પમાં સામેલ કર્યા

IPL 2026ની સિઝન શરૂ થાય તે પહેલા પાંચ વખતની ચેમ્પિયન ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એક્શન મોડમાં આવી ગઈ છે. ગત સિઝનના ખરાબ પ્રદર્શનને ભૂલીને નવી શરૂઆત કરવા માટે CSKએ પોતાના કોચિંગ સ્ટાફમાં મોટો ફેરફાર કર્યો છે. ફ્રેન્ચાઇઝીએ ઇંગ્લેન્ડના પૂર્વ વિકેટકીપર-બેટ્સમેન જેમ્સ ફોસ્ટરને ટીમના નવા ફિલ્ડિંગ કોચ તરીકે નિયુક્ત કર્યા છે.

જેમ્સ ફોસ્ટર સંભાળશે ફિલ્ડિંગની જવાબદારી

45 વર્ષીય જેમ્સ ફોસ્ટર પાસે કોચિંગનો બહોળો અનુભવ છે. તેમણે 2001 થી 2009 દરમિયાન ઇંગ્લેન્ડ માટે 7 ટેસ્ટ, 11 વનડે અને 5 T20 મેચ રમી છે. આ મહિનાના અંત સુધીમાં તેઓ પોતાની નવી ભૂમિકા સંભાળી લેશે તેવી શક્યતા છે. CSKના CEO કાશી વિશ્વનાથને આ અંગે પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, “અમે એક અનુભવી ફિલ્ડિંગ કોચની શોધમાં હતા અને અમને આશા છે કે ફોસ્ટર ટૂંક સમયમાં ટીમ સાથે જોડાશે.”

- Advertisement -

james.jpg

નોંધનીય છે કે ફોસ્ટર આ પહેલા IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સાથે પણ કામ કરી ચૂક્યા છે. આ ઉપરાંત તેમણે પેશાવર ઝલ્મી અને નોર્ધન સુપરચાર્જર્સ જેવી વિદેશી લીગ ટીમોને પણ કોચિંગ આપ્યું છે.

CSKનો નવો કોચિંગ સ્ટાફ અને તૈયારીઓ

CSKના મુખ્ય કોચ તરીકે સ્ટીફન ફ્લેમિંગ યથાવત છે. તેમની સાથે માઈક હસી (બેટિંગ કોચ), એરિક સાયમન્સ (બોલિંગ કોચ) અને શ્રીધરન શ્રીરામ (આસિસ્ટન્ટ બોલિંગ કોચ) જેવી દિગ્ગજ હસ્તીઓ કામ કરી રહી છે. ફિલ્ડિંગ વિભાગમાં રાજીવ કુમાર પહેલેથી જ છે, હવે ફોસ્ટરના આવવાથી આ વિભાગ વધુ મજબૂત બનશે.

હાલમાં ચેન્નાઈના હાઈ-પર્ફોર્મન્સ સેન્ટર ખાતે પ્રી-સીઝન કેમ્પ શરૂ થઈ ગયો છે. જેમાં એમએસ ધોની અને આયુષ મ્હાત્રે જેવા સ્થાનિક ખેલાડીઓએ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. સંજુ સેમસન અને શિવમ દુબે જેવા સ્ટાર ખેલાડીઓ થોડા સમય પછી કેમ્પમાં જોડાશે.

sanju.jpg

- Advertisement -

સંજુ સેમસન અને મજબૂત વાપસીનો પ્લાન

ગઈ સિઝનમાં ચેન્નાઈની ટીમ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે રહી હતી, જે તેમના ઈતિહાસનું સૌથી ખરાબ પ્રદર્શન હતું. આ વખતે વાપસી કરવા માટે CSKએ રાજસ્થાન રોયલ્સ સાથે એક મોટો ટ્રેડ કર્યો છે અને સંજુ સેમસનને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. સંજુ અત્યારે શાનદાર ફોર્મમાં છે અને તેણે હાલમાં જ વેસ્ટ ઈન્ડિઝ સામે અણનમ 97 રન બનાવીને ભારતને વર્લ્ડ કપની સેમીફાઈનલમાં પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

Share This Article