વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલના અથાગ પ્રયાસો સફળ: ઈરાનમાં ફસાયેલા નવસારી અને વલસાડ જિલ્લાના માછીમારો સુરક્ષિત વતન પરત ફર્યા

2 Min Read

મોત સામે લડીને હેમખેમ વતન પરત ફર્યા વલસાડ-નવસારીના માછીમારો: જાણો કેવી રીતે ઈરાનના યુદ્ધ વચ્ચેથી થયો છુટકારો

કેન્દ્રની યશસ્વી નરેન્દ્ર મોદી સરકાર અને ગુજરાતની ભુપેન્દ્ર પટેલ સરકાર હરહંમેશ પ્રજાની સુખાકારી અને સુરક્ષા માટે કટિબદ્ધ રહી છે. તાજેતરમાં ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સર્જાયેલી યુદ્ધ જેવી ભયાવહ પરિસ્થિતિમાં ઈરાન ખાતે રોજગારી અર્થે ગયેલા નવસારી અને વલસાડ જિલ્લાના અનેક માછીમારો ફસાઈ ગયા હતા. આ કપરી પરિસ્થિતિમાં વલસાડ-ડાંગના લોકપ્રિય સાંસદ ધવલભાઈ પટેલની સક્રિયતા અને કેન્દ્ર-રાજ્ય સરકારના સંકલનથી આ માછીમારોને હેમખેમ માદરે વતન પરત લાવવામાં મોટી સફળતા મળી છે,નવસારી અને વલસાડ જિલ્લાના અનેક માછીમારો ઈરાન ખાતે માછીમારીના વ્યવસાય અર્થે ગયા હતા. ત્યાં અચાનક ફાટી નીકળેલા યુદ્ધના માહોલને કારણે તેઓ ત્યાં ફસાઈ ગયા હતા અને તેમના પરિવારો ચિંતાતુર બન્યા હતા

​સાંસદની દરમિયાનગીરી: માછીમારોના પરિવારજનોએ વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલની રૂબરૂ મુલાકાત લઈ, તેમના સ્વજનોને સુરક્ષિત પરત લાવવા રજૂઆત કરી હતી. આ બાબતની ગંભીરતા સમજી સાંસદએ ત્વરિત પગલાં લીધા હતા

- Advertisement -

Dhavalbhai.jpg

સરકાર સાથે સંકલન

સાંસદ ધવલભાઈ પટેલે આ મામલે વ્યક્તિગત રસ લઈ ​આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ​વિદેશ મંત્રી એસ.જયશંકરજી ​મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલજી ​ગૃહ રાજ્યમંત્રી  હર્ષભાઈ સંઘવીજી સાથે સતત સંપર્ક જાળવી રાખ્યો હતો અને રાજદ્વારી સ્તરે જરૂરી કાર્યવાહી કરવા વિનંતી કરી હતી

- Advertisement -

 

View this post on Instagram

 

A post shared by Valsad Satya Day (@valsad.satyaday)

​સફળ વતન વાપસી

​વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની ત્વરિત કામગીરીને પરિણામે, ઈરાનમાં ફસાયેલા માછીમારોને સુરક્ષિત રીતે ભારત પરત લાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આજે જ્યારે આ માછીમારો પોતાના ઘરે પરત ફર્યા છે, ત્યારે તેમના પરિવારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે

​સુરક્ષિત પરત ફરેલા માછીમારો અને તેમના પરિવારોએ આ મુશ્કેલ સમયમાં પડખે ઊભા રહેવા બદલ અને પિતાતુલ્ય ચિંતા કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, મંત્રી હર્ષભાઈ સંઘવી અને ખાસ કરીને દિવસ-રાત જોયા વગર સતત પ્રયત્નશીલ રહેનાર સાંસદ ધવલભાઈ પટેલનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો

- Advertisement -
Share This Article