સામગ્રી
200 ગ્રામ – કન્ડેન્સ મિલ્ક
100 ગ્રામ – શિંગોડાનો લોટ અથવા ફરાળી મિક્સ લોટ
60 ગ્રામ – સફેદ માખણ
2 ચમચી – દહીં
ગરમ દૂધ – જરૂર મુજબ
ખાવાનો સોડા – જરૂર મુજબ
નમકના નાના ગાંગડા -જરૂર મુજબ
ડ્રાયફ્રૂટ પસંદગી પ્રમાણે
ખાંડની ચાસણીવાળી નારંગી અથવા પાઇનૅપલ (ખાંડના પાણીમાં નારંગીને મનગમતા આકારમાં કાપી એક દિવસ હેલાં પલાળી દેવાં અથવા પાઇનૅપલનો તૈયાર ડબ્બો માર્કેટમાં મળે છે).
બનાવવાની રીત:
સૌપ્રથમ એક બાઉલમાં માખણ, દહીં અને કન્ડેન્સ મિલ્ક નાખી ખૂબ હલાવીને મુલાયમ કરવું. પછી શિંગોડાનો લોટ મિક્સ કરી સરસ રીતે હલાવવું. તમામ સામગ્રી સારી રીતે મિક્સ થયા પછી એમા ગરમં દૂધ નાખવું જેને કારણે કેકનું ખીરું (બેટર) તૈયાર થઈ જશે. આ ખીરું માપસરનું જાડું રાખવું અને બહુ પાતળું ન થઈ જાય એનું ધ્યાન રાખવું. એક રસ થઈ ગયેલા બેટરમાં ચપટીક જેટલો ખાવાનો સોડા નાખીને હલાવી લેવું. સોડા નાખવાથી બેટર એકદમ ફૂલી જશે. એના ઉપર અખરોટ મૂકી દેવાં.
જો ઘરે માઇક્રોવેવ અવન હોય તો માઇક્રોવેવને કન્વેક્શન મોડમાં રાખીને પહેલાં 180 ડિગ્રી પર 10 મિનિટ પ્રી-હીટ કરો અને જે વાસણમાં કેકનું બેટર નાખવું હોય તેને માખણથી ગ્રીસ કરી લઈ પછી અંદર બેટર ઉમેરીને ઓવનમાં મૂકી દો. 20થી 30 મિનિટ કુક થવા દો. ત્યાર બાદ ટૂથપિક અથવા ચપ્પુ નાખી ચેક કરો અને એ કોરું બહાર આવે તો તેના પેઠી સમજવું કે, કેક તૈયાર થઈ ગઈ છે. રૂમ-ટેમ્પચેર જેટલી કેક ઠંડી થઈ જાય એટલે એને અનમોલ્ડ કરી લેવી. આ સાથે જ તમને પસંદ ડ્રાયફ્રુટ અને ચાસણી વાળા ફ્રૂટ કરી સર્વ કરો.