સામગ્રી:-
મોરિયો 200 ગ્રામ
શીંગોડાનો લોટ 100 ગ્રામ
રાજગરાનો લોટ 100 ગ્રામ
1 વાટકી દહીં
1 ચમચી ખાવાના સોડા
તળવા માટે તેલ અને જીરુ
ફરાળી મીઠુ(સ્વાદ અનુસાર)
બનાવવાની રીત:-
સૌપ્રથમ મોરિયાને બે કલાક માટે પલાળી દો. દહીં ફેંટીને તેમાં રાજગરો અને શીંગોડાનો લોટ ભેળવી દો. મોરિયાને વાટીને બધી સામગ્રી મેળવીને મિશ્રણને તૈયાર કરો. તેમા એક ચમચી સોડા અને મીઠુ નાખીને સારી રીતે ફેટો અને કૂકરના ડબ્બામાં ભરીને એક સીટી વગાડી લો. ઠંડુ થાય કે તેના પીસ કરી લો. ત્યારબાદ તેલ ગરમ કરી જીરુ તતડાવો અને તેમાં ઢોકળા નાખીને વધારી લો. આ સાથે જ તૈયાર છે તમારા ફરાળી ઢોકળા. બાદમાં ઢોકળાને એક પ્લેટમાં લઇ ધાણા ભભરાવીને ગાર્નિશિંગ કરીને પીરસો સ્વાદિષ્ટ ઢોકળા.