સામગ્રી
– 100 ગ્રામ મોરૈયો
– 100 ગ્રામ રાજગરાનો લોટ
– 100 ગ્રામ શિંગોડાનો લોટ
– 2 બટેટા
– 200 ગ્રામ તેલ
– કાળામરી
– લવિંગ
– લાલ મરચું
– 10 લીલાં મરચાં
– ઝીણાં સમારેલા લીલાં ધાણા
– મીઠું સ્વાદ અનુસાર
બનાવવાની રીત
મોરૈયાને સાફ કરીને બે કલાક માટે પલળવા મુકો, ત્યારબાદ મિક્સરમાં ઝીણું વાટી લઈ મૌરૈયાની પેસ્ટ તૈયાર કરો. હવે બટેટાને બાફીને છોલી તેને મસળીને માવો તૈયાર કરો. એક કડાઈમાં પચાસ ગ્રામ તેલ નાંખીને ગરમ કરો. જીરું અને લીલા મરચાને નાંખી સાંતળો. મોરૈયાની પેસ્ટ નાંખી ધીમા ગેસ પર શેકો. સુગંધ આવવા માંડે ત્યારે બટેટાની પેસ્ટ અને બાકીનો મસાલો લવિંગ, કાળામરી વગેરે સામગ્રી અંદર નાખી મિશ્રણ કરો. થોડીવાર વધુ શેકાયા બાદ વાસણને ગેસ પરથી ઉતારીને સમારેલા ધાણા નાંખી દો. ઠંડું થાય ત્યારે મોટા આકારના ગોટા બનાવી લો. હવે રાજગરાના અને શિંગોડાના લોટમાં થોડું મીઠું અને એક નાની ચમચી તેલ નાખીને પૂરી જેવો મીડિયમ કઠણ લોટ બાંધી લો, મોટા લૂઆ બનાવી તેની પૂરી વણો. દરેક પૂરીમાં મિશ્રણના ગોટાને મૂકી કચોરીનો આકાર આપો. હવે તેલ ગરમ કરી ધીમા ગેસ પર કચોરીઓને સોનેરી થાય ત્યાં સુધી તળો. ટેસ્ટી અને કરકરી કચોરી તૈયાર થયા બાદ ચટણી સાથે સર્વ કરો.