ગીર સોમનાથ જીલ્લા ના તાલાલા તાલુકાના તેમજ વેરાવળ તાલુકા ના સિંચાઈ નીચે આવતા કમાંડ એરિયા ના ગામોને ખેડૂતોને સિંચાઈ કરવા માટે હિરણ ડેમ ૧ અને હિરણ ડેમ ૨ સિંચાઈ યોજનાઓમાંથી આ ચાલુ વર્ષે ખેડૂતોના ભાગે આવતા જથ્થાનું પિયત કરવા માટે સિંચાઈ યોજનાઓના લાગત અધિકારીઓ તેમજ ખેડૂતો પાસે થી ૨૬-૧૦ ના રોજ થયેલ નીર્ણય મુજબ અમલવારી કરવા માટે સિંચાઈ વિભાગે ખેડૂતો પાસેથી પિયત /એરીગેસન ના ફોર્મ ભરી જરૂરી ફી પણ વસુલી હોવા છતાં સરકારી તંત્ર ના પરિપત્ર મુજબ ખેતીવાડી માટે સિંચાઈ નું પાણી નહિ આપવા જણાવેલ જેથી રોસે ભરાયેલા ખેડૂતો એ જીલ્લા કલેકટર કચેરી ખાતે હજ્જારો ની સંખ્યા માં ઉપવાસ આંદોલન સરૂ કરેલ હતા .જેમાં જીલ્લા ના ધારાસભ્યો પણ જોડાયા હતા . અને આજ રોજ સરકાર તરફથી ૨ દિવસ માં સિંચાઈ નું પાણી આપવામાં આવશે ની જાહેરાત કરતા ખેડૂતો માં ખુશી જોવા મળી હતી અને ઉપવાસ અંદોલન સમેટાયું છે. જીલ્લા કલેકટર કચેરી એ છેલ્લા ૬ દિવસ થી પાણી માટે ખેડૂતો એ ઉપવાસ અંદોલન કરેલ હતા ત્યારે આજે તાલાલા ના ધારાસભ્ય ભગાભાઈ બારડ ને સરકાર તરફથી ૨ દિવસ ની અંદર પાણી આપવાની બાહેંધરી આપવામાં આવતા ખેડૂતો નું અંદોલન સમેટાયું છે. ખેડૂતો ને સરકાર દ્વારા આપવામાં આવેલ બાહેંધરી થી ખેડૂતો ને પુરતું પાણી તો નહિ જ મળે પરંતુ ૬ દિવસ થી હજ્જારો ની સંખ્યા માં ઉપવાસ અંદોલન પર બેઠેલા ખેડૂતો ની માંગણી અને લાગણી ને સરકારે સવિકારી છે તેમાં ખેડોતો ને આનંદ છે અને અંદોલન સમેટવામાં આવેલ છે .


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.