ગાંધીનગરમાં ગૌણ સેવા પસંદગી બોર્ડની ઓફિસમાં આગ લાગતા દોડધામ મચી ગઇ હતી આગ લાગતા કેટલોક રેકોર્ડ સળગી ગયો હોવાનું જાણવા મળ્યું છે.
ગાંધીનગર ખાતે કર્મયોગી ભવનના બ્લોક-2માં પ્રથમ માળે આવેલી ગૌણ સેવા પસંદગી બોર્ડની ઓફિસમાં આગ લાગવાની ઘટના બની છે.
આગ લાગતા ઓફિસમાં કામ કરતા કર્મચારીઓમાં ભારે દોડધામ મચી હતી ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
ACમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. આગને કારણે ફર્નિચર તેમજ વીસ ટકા જેટલો રેકોર્ડ આગમાં નાશ પામ્યો હતો.
બીજી તરફ ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન હસમુખ પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે તેઓએ મીડિયાને જણાવ્યું હતું કે, સ્ટ્રોંગ રૂમમાં કોઈ નુકશાન થયું નથી અને પેપર વગેરે સલામત છે.