જુનાગઢમાં મહિલા સાથે ભગવાનની મૂર્તિનું પણ રેસ્ક્યુ કરી મુસ્લિમ યુવાને સર્વધર્મ સમભાવનો સંદેશ આપ્યો છે જે વિડીયો વાયરલ થયો છે.
આજકાલ ધર્મ મુદ્દે દેશમાં અરાજકતા જોવા મળી રહી છે ત્યારે ગુજરાતમાં પૂરગ્રસ્ત વિસ્તાર જૂનાગઢના વંથલીમાં કઈક અલગ દ્રશ્યો જોવા મળ્યા.
જૂનાગઢમાં આવેલા પુર દરમિયાન સૌ એક થઈ આવી પડેલી મુસીબતમાં સાથે જોવા મળ્યા હતા.
વંથલીમાં કોમી એખલાસના દ્રશ્યો જોવા મળ્યા.
પુર દરમ્યાન એક મહિલા પોતાના ઘરમાં રાખેલ ભગવાનની મૂર્તિ છોડવા તૈયાર ન હોવાથી પોલીસે ભગવાનની મૂર્તિ સાથે મહિલાનું રેસ્ક્યુ કર્યું હતું.
આ સમયે રેસ્ક્યુની કામગીરીમાં એક મુસ્લિમ યુવાન પણ જોડાયો હતો,
અને પોલીસ તેમજ બચાવ કામગીરીમાં જોડાઈને મહિલાને સલામત સ્થળે ખસેડાયા બાદ ભગવાનની મૂર્તિને પણ સામે કિનારે લાવવા મદદ કરી હતી.
આ દ્રશ્ય જોઈ કહી શકાય કે સામાન્ય નાગરિકોમાં દરેક જગ્યાએ ભાઈચારાની લાગણી જ છે અને મુસીબતના સમયે ધર્મના ભેદભાવ ભૂલી સૌ ભારતીય બની જાય છે આ વાત આઝાદી કાળથી ચાલી આવે છે અને તે વાત કહેવા આ એક ઉદાહરણ કાફી છે.