જૂનાગઢના વેરાવળમાં આજે સવારે 9 ઇંચ વરસાદ પડતાં સર્વત્ર જળ બંબાકાર સર્જાયો છે અને પાણી ભરાઈ ગયા છે.
રાજ્યમાં આગાહી મુજબ હાલ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી રહ્યો છે જૂનાગઢમાં ભારે વરસાદના અહેવાલ છે.
માંગરોળમાં સવારના 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં નવ ઇંચ વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે.
ભારે વરસાદના પગલે જૂનાગઢ જિલ્લાના માંગરોળ અને માળિયા હાટીનામાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ છે.
ભારે વરસાદથી જનજીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું છે.
નદી નાળાઓમાં પુર જેવી સ્થિતિ સર્જાઇ છે. તો કેશોદના પાણાખાણ, રેવદ્રા ગામમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. રેવદ્રા ગામમાં રહેણાંક મકાનોમાં પાણી ઘૂસી જતાં સ્થાનિક લોકોની મદદથી રેસ્કયૂ કરાયું હતું.
ઘરોમાં પાણી ઘૂસતાં અનાજ, ઘરવખરી, માલઢોર, વાહનો પાણીમાં ફસાયા હતા.
ભારે વરસાદને કારણે માંગરોળ-કેશોદ રોડ બંધ થઈ ગયો છે.