રાજ્યના અતિવૃષ્ટિ વિસ્તાર જૂનાગઢ જિલ્લામાં કોંગ્રેસના આગેવાનો જશે અને સરકારને સહાય માટે રજૂઆત કરનાર છે.
જુનાગઢ જિલ્લામાં પડેલા અનરાધાર વરસાદે ભારે તારાજી સર્જી છે અને હજુપણ પાણી ઓસર્યા નથી.
ત્યારે આ વિસ્તારમાં કોંગ્રેસના નેતાઓ જઈ સમીક્ષા કરી સરકાર સમક્ષ સહાય અંગે રજૂઆત કરનાર છે.
મહત્વનું છે કે ઘેડ પંથકમાં અનેક ગામો પાણીમાં ગરકાવ છે અને ખેતીનો 1 હજાર એકરનો પાક ધોવાયો છે અને 20થી વધુ ગામો સંપર્ક વિહોણા બન્યા છે.
ઘેડ પંથકનું ફુલરામ ગામ સંપૂર્ણપણે બેટમાં ફેરવાયુ છે અને આ ગામથી ઓસા તરફ જવાનો માર્ગ સંપૂર્ણપણે બંધ છે અને હજુપણ પાણી ભરાયેલા જોવા મળ્યા છે.
કોંગ્રેસના સિનિયર આગેવાનો, માજી પ્રદેશ પ્રમુખ, સિનિયર નેતાઓ અને ધારાસભ્યો અસરગ્રસ્ત ઘેડ વિસ્તારમાં જશે આ સમયે જિલ્લા અને તાલુકા કોંગ્રેસના આગેવાનો પણ સાથે રહેશે. સમીક્ષા બાદ આગેવાનોની ટીમ સરકાર સમક્ષ મદદની રજૂઆત કરશે તેમ કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું છે.