વાપી-શામળાજી હાઇવે પર બાજુમાં રોડ તૈયાર થયા બાદ મોરમ નહિ નાખી ચીકણી માટી નાખી દેવામાં આવતા વાહન ચાલકોની હાલત બદતર બની છે અને અકસ્માત થવાની શક્યતાઓ ઉભી થઇ છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસામાં આ પ્રકારનું કીચડનું સામ્રાજ્ય ઉભું થયુ છે.
સરકાર અને હાઇવે ઓથોરિટી આ રીતે કરોડો રૂપિયા વેડફી રહ્યાં હોવાનું ચિત્ર સપાટી ઉપર આવી રહ્યું છે.
વરસાદી માહોલ બનતા જ સૌથી મોટી અસર રસ્તાઓ પર જોવા મળે છે. જેમાં કરોડોનો ટેક્ષ વસુલયા બાદ પણ નેશનલ હાઈવે ઉપર આવી સ્થિતિ જોવા મળી રહી છે અને કોન્ટ્રાકટર દ્વારા ચીકણી માટી નાખી વેઠ ઉતારવામાં આવતા અકસ્માત થવાની શક્યતાઓ ઉભી થઇ છે અને વાહન ચાલકોએ મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે.