ગુજરાત સરકારે રાજ્યના ત્રણ એડિશનલ મ DG રેન્કમાં હાલની જગ્યા ઉપર જ બઢતી અપાઈ છે. તેમને બઢતી આપીને પોસ્ટ અપગ્રેડ કરી દેવામાં આવી છે. રાજ્યના ગૃહ વિભાગે 1985 બેંચના બે IPS અધિકારીઓ લાંચ રિશ્વત બ્યૂરોના સ્પેશિયલ ડાયરેક્ટર કેશવ કુમારને ACBના ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે. જ્યારે તેમના જ બેંચમેટ પોલીસ રિફોર્મ્સના ADG વિનોદ મલ્લને પણ ડીજીમાં બઢતી આપવામાં આવી છે.આ ઉપરાંત 1987 બેંચના ADG સંજય શ્રીવાસ્તવને પણ ડીજી રેન્કમાં બઢતી આપવામાં આવી છે.]\
DG સંજય શ્રીવાસ્તવ CID ક્રાઈમના એડિશનલ DG હતા, જેમને CID ક્રાઈમના DG બનાવવામાં આવ્યા છે. DG સંજય શ્રીવાસ્તવ રાજ્યના ગુપ્તચર વિભાગના વડા છે અને તેમને સ્ટેટ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો (SCRB) અને ટેક્નિકલ સર્વિસીઝનો વધારાનો હવાલો પણ સોંપવામાં આવ્યો છે.