- કુંભઘાટ પર રોજના અકસ્માત ના કિસ્સા વધતા તંત્ર ધ્યાન તે જરૂરી
- આગ વધુ પ્રસરી જતા રસ્તા ના સાઇડે ઘાસમાં આગ પકડી લીધી : એક સાઈડ નો રસ્તો બ્લોક થતા ટ્રાફિક સર્જાયો
Kaprada: કપરાડા કુંભઘાટ પર રોજના અકસ્માતો માં વધારો થઇ રહ્યો છે. નાસિક થી આવતા ભારે વાહનો બેફામ પુરઝડપે હંકારતા પલ્ટી મારવાની કે વાહનોમાં આગ લાગવાની કે સામસામે અકસ્માતો ની ઘટના બનતી રહે છે. ત્યારે આજરોજ શુક્રવારે બપોરના 2.30 વાગ્યાના સુમારે એક ટ્રક કેમિકલના ડ્રમ ભરી નાસિક થી કપરાડા જઈ રહી હતી. તે દરમિયાન કપરાડા કુંભઘાટ ઉતરી વેળા ટ્રક ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક પલ્ટી મારી ગઈ હતી. અને એકાએક ટ્રકમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી.
આગ વધુ પ્રસરી જતા રસ્તા ના સાઇડે ઘાસમાં આગ પકડી લીધી હતી.
ઘટના ને પગલે એક સાઇડ નો રસ્તો બ્લોક થઇ જતા વાહનો થંભી ગયા હતા. અને વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી. બાદમાં પોલીસ સ્થળ પર આવી પહોંચી પલ્ટી મારેલ ટ્રક ને સાઈડ પર અને આગને કાબુમાં કરવાની તજવીજ હાથ ધરી હતી.