-નગર ગામનું સિંગ ડુંગળી ફળિયુ ચારે બાજુ મધુબન ડેમના પાણીથી ઘેરાયેલું છે
-આ ગામના લોકોએ રોજી મેળવવા માટે ખાનગી હોળીનો સહારો લેવો પડે છે અન્ય બીજો કોઈ વિકલ્પ નથી
-ગામમાં આરોગ્ય સેવા ઉપલબ્ધ નથી દર્દીને સારવાર માટે ખાનવેલ અને સેલવાસ 30 થી 35 km સુધી લંબાવવું પડે છે
Kaprada: કપરાડા તાલુકાના અંતરિયાળ નગર ગામના સિંગડુંગરી ફળિયુ ટાપુ ઉપર આવેલ છે અને ગામની ચારે બાજુ મધુબન ડેમનું પાણી વચ્ચે નગર ગામ આવેલ છે 250 થી વધુ ની વસ્તી ધરાવે છે ગામમાં આરોગ્યની સુવિધા નથી આ વિસ્તારના સ્થાનિકો સરકારની તમામ સુવિધા અને લાભવંતી યોજનાથી વંચિત છે રહીશોની એવી માંગશે કે ગામમાં આરોગ્ય સુવિધા મળે ઉપરાંત આવન જાવન કરવા માટે સરકાર દ્વારા હોળી મૂકવામાં આવે.
પ્રાપ્ત વિગત અનુસાર કપરાડા તાલુકાના નગર ગામ સિંગડુંગરી ફળિયુ ટાપુ ઉપર આવેલ છે ટાપુ ઉપર અંદાજે ફળિયામાં 35 થી 40 આદિવાસીઓના ઘરો આવેલ છે જેમાં 250 થી વધુ ની વસ્તી ધરાવતો વિસ્તાર છે શીંગ ડુંગરી ચારે બાજુ મધુવન ડેમના પાણીથી ઘેરાયેલું છે અહીં કાયમી વસવાટ કરતાં આદિવાસી જનજાતિના લોકોને મુખ્યત્વે જીવન ગુજરાન ચલાવવા માટે માછીમારી ખેતીવાડી તેમજ મજૂરી કામ કરી જીવન નિર્વાહ ચલાવે છે અને ઘરેથી ફળિયા બહાર જવા માટે ગામમાં કે ધંધા રોજગાર મેળવવા માટે દરરોજના બે કિલોમીટર અંતર કાપીને અવર-જવરના રૂપિયા 20 ભાડાનો ખર્ચ કરીને ખાનગી હોળીનો સહારો લેવો પડે છે એના સિવાય બીજો કોઈ વિકલ્પ નથી
વલસાડ જિલ્લાના જીવા દોરી સમાન મધુવન ગામ અને મધુબન ડે વલસાડ જિલ્લા સેલવા સહિત દમણનો વિકાસ થઈ રહ્યો છે તેમ છતાં મધુબન ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવેશ સિંગ ડુંગરી ફળિયાનો આજ સુધી વિકાસ થયો નથી અને તમામ સુવિધાથી વંચિત રહ્યું છે નગર ગામનું સિંગડુંગરી ફળિયાના બાળકોના અભ્યાસ માટે બાલવાટિકા આવેલ છે આ બાલવાટિકામાં 26 બાળકો અભ્યાસ કરે છે અને બે શિક્ષકો ભણાવે છે આ ફળિયામાં 120 મતદારો છે ચૂંટણી સમયે નગરના બીજા ફળિયામાં 5 km દૂર મતદાન બુથ લગાવવામાં આવે છે તેવું ત્યાંના સ્થાનિકો જણાવી રહ્યા છે સ્થાનિકો જણાવી રહ્યા છે કે અમારા વિસ્તારમાં આંગણવાડી કેન્દ્ર તથા આવન જાવન કરવા માટે એક બ્રિજ ઉપરાંત આરોગ્યની સુવિધા ખાસ જરૂર હોય કોઈ બીમાર પડે એવા સંજોગોમાં દર્દીને સારવાર માટે ખાનવેલ,સેલવાસ 30 થી 35 km દૂર સુધી લંબાવવું પડે છે અહીંના સ્થાનિકો સરકારના તમામ લાભથી વંચિત છે સરકારની તમામ યોજનાનો લાભ મળે એવું આયોજન સરકાર દ્વારા કરવામાં આવે ઉપરાંત ગ્રામજનોની આવરજવર કરવા માટે સરકારી હોળીની વ્યવસ્થા કરે એવી માંગ ઉઠવા પામી છે