-શિક્ષકો બાળકો પાસે સાફ-સફાઈ કરાવતા હોય બાળક અભ્યાસમાં ખૂબ જ નબળું પુરવાર થઈ રહ્યું છે
-સરકાર સાફ-સફાઈ માટે ગ્રાન્ડ ફાળવણી કરી છે તો આ ગ્રાન્ટના નાણાં ક્યાં જાય છે એની તપાસ ખૂબ જ જરૂરી છે
kaprada:કપરાડા તાલુકાના કરચોણ ગામ ખાતે આવેલ પ્રાથમિક શાળામાં 1 થી 8 ધોરણના બાળકો અભ્યાસ કરે છે શાળાના શિક્ષક બાળકોને ભણાવવાને બદલે શાળા અને મેદાનની છાપ સફાઈ કરાવી રહ્યા છે જેના કારણે બાળકો અભ્યાસમાં ખૂબ જ નબળા પુરવાર થઈ રહ્યા છે શાળાની સાફ-સફાઈ માટે સરકાર ગ્રાન્ટ આપી રહી છે તેમ છતાં શાળાના છોકરાઓ અને છોકરીઓ પાસે સફાઈ કરાવે તો સરકારી ગ્રાન્ડના નાણાં ક્યાં જાય છે એ એક તપાસનું વિષય બને છે ગતરોજ આદિવાસી સંગઠનની એક ટીમ અચાનક આ શાળાની મુલાકાતે પહોંચી ગઈ હતી અને બાળકોને આવી પરિસ્થિતિમાં જોઈ ખૂબ અફસોસ વ્યક્ત કર્યો હતો અને તમામ બાબતોની ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની તૈયારી કરી રહ્યા છે
પ્રાપ્ત વિગત અનુસાર કપરાડા તાલુકાના કરચોણ ગામે આવેલ પ્રાથમિક શાળામાં એક થી આઠ ધોરણ ચાલે છે જેમાં છોકરા છોકરી મળી 537 બાળકો અભ્યાસ કરે છે અને 15 શિક્ષકો છે પ્રાથમિક શાળાની ગતરો જ આદિવાસી સંગઠન અચાનક મુલાકાત લેતા ગંભીર દ્રશ્યો નજરે આવ્યા હતા. શાળામાં અભ્યાસ કરવા જતા બાળકો પાસે શાળા શિક્ષકો શૌચાલયની ગંદકી સાફ કરાવતા નજરે જોવામાં આવ્યા હતા. ઉપરાંત શાળાના રૂમ સહિત શાળાના મેદાનની સાફ-સફાઈ કરાવી રહ્યા છે
ગરીબ આદિવાસી છોકરાઓને અભ્યાસ કરાવવાને બદલે શિક્ષકો સાફ-સફાઈ કરાવતા આદિવાસીના બાળકો અભ્યાસમાં પાછળ રહી જાય છે સરકાર શાળાની સાફ-સફાઈ માટે ગ્રાન્ડ કી ફાળવણી કરી રહી છે ત્યારે સરકારની ગ્રાન્ટના નાણાં ક્યાં જાય છે એ માટે તપાસ કરવી ખૂબ જ જરૂરી છે
શાળાના શિક્ષકોની બાળકો સાથે કરાતા વહેવાર સામે આદિવાસી સંગઠનમાં ભારે રોજ જોવા મળી રહ્યો છે શિક્ષકોની આવી વૃદ્ધિને ધ્યાનમાં લઇ આદિવાસી સંગઠન ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરશે નું જાણવા મળેલ છે.