Kaprada: કપરાડાના વરોલી જંગલ ગામે ઓસ્ટેલ પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ, છેલ્લા દસ દિવસથી અતિશય પ્રમાણ માં પાણી જાહેર માર્ગો પર વહી રહ્યું છે,અનેકવાર રજૂઆત છતાં આજ સુધી પાઇપલાઇનનું રીપેરીંગ કરવામાં આવ્યું નથી.
કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારના વરોલી ગામ ખાતે પાણી પુરવઠા યોજના ની પાઇપલાઇનમાં છેલ્લા દસ દિવસથી ભંગાણ પડ્યું છે.જેને કારણે અતિશય પ્રમાણ માં પાણી વેડફાઈ રહ્યું છે જે અંગે ગામ લોકોએ ધરમપુર પાણી પુરવઠા અધિકારીને વારંવાર રજૂઆત કરી છે, તેમ છતાં લાઈનનું રીપેરીંગ કરવામાં આવતું નથી જેને કારણે ગામવાસીઓ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે કપરાડા તાલુકાના વારોલી જંગલ ગામ ખાતે છેલ્લા દસ દિવસથી અષ્ટોલ પાણી પુરવઠા યોજના ના મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ પડ્યું છે.જેના કારણે અતિશય પ્રમાણ માં પાણી જાહેર માર્ગો માં એકત્ર થઈ રહ્યું છે પાણીના ભરાવાને કારણે સ્થાનિકોને અવર-જવર કરવામાં મહા મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પાણી જાહેર માર્ગ ઉપર વહી જતા ગામમાં પાણી આવતું નથી અને ગામવાસીઓએ પાણી મેળવવા માટે ભટકવું પડે છે. આ અંગે ગામ લોકોએ ધરમપુર પાણી પુરવઠા વિભાગના અધિકારીને વારંવાર રજૂઆત કરી છે તેમ છતાં અધિકારી દ્વારા આજ સુધી કોઈ પગલા ભરવામાં આવ્યા નથી. અધિકારીની બેદરકારીને કારણે સ્થાનિક રહીશોએ પાણી માટે વલખા મારવાની નોબત આવી છે.