helth news :બોટલના પાણીમાં મળી આવ્યા પ્લાસ્ટિકના ટુકડાઃ બોટલનું પાણી ખરીદવું ખૂબ જ આસાન છે, તે આપણને સરળતાથી મળી રહે છે પરંતુ હવે તેને લઈને એક ચોંકાવનારો ખુલાસો થયો છે. એક રિસર્ચ મુજબ બોટલના પાણીમાં લાખો પ્લાસ્ટિકના ટુકડા હોય છે. જે પાણી આપણે ચોખ્ખું જોઈને પીએ છીએ તે તમને બહુ બીમાર કરી શકે છે. આ સંશોધન ‘પ્રોસીડિંગ્સ ઓફ ધ નેશનલ એકેડમી ઓફ સાયન્સ’માં પ્રકાશિત થયું છે.
સંશોધન મુજબ, સરેરાશ એક લિટર પાણીની બોટલમાં લગભગ 240,000 પ્લાસ્ટિકના ટુકડા હોય છે. આ ટુકડાઓ અગાઉના અંદાજ કરતાં 100 ગણા મોટા છે. અગાઉના સંશોધનમાં માત્ર માઇક્રોપ્લાસ્ટિક્સ અથવા 1 થી 5,000 માઇક્રોમીટર વચ્ચેના ટુકડાઓ જ મળ્યા હતા. અભ્યાસમાં ત્રણ જાણીતી કંપનીઓના બોટલ્ડ વોટરનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જોકે આ કંપનીઓના નામની જાહેરાત કરવામાં આવી નથી.
વૈજ્ઞાનિકોને બોટલના પાણીમાં માઇક્રોપ્લાસ્ટિક્સ અને નેનોપ્લાસ્ટિક્સની હાજરીની શંકા હતી, પરંતુ તેઓ તેને ઓળખવામાં અસમર્થ હતા. હવે વૈજ્ઞાનિકો નવી ટેક્નોલોજી (સ્ટિમ્યુલેટેડ રામન સ્કેટરિંગ (SRS) માઈક્રોસ્કોપી) નો ઉપયોગ કરીને આશ્ચર્યજનક તારણો પર પહોંચ્યા છે. નેનોપ્લાસ્ટિક્સ માઇક્રોપ્લાસ્ટિક્સ કરતાં વધુ ખતરનાક છે કારણ કે તે માનવ પાચન તંત્ર અને ફેફસાંમાં પ્રવેશી શકે છે.
નેનોપ્લાસ્ટિક્સ અને માઇક્રોપ્લાસ્ટિક્સ શું છે?
માઇક્રોપ્લાસ્ટિક: 5 મિલીમીટરથી નાના ટુકડાને માઇક્રોપ્લાસ્ટિક કહેવામાં આવે છે, જ્યારે એક માઇક્રોમીટર એટલે કે મીટરનો એક અબજમો ભાગ માઇક્રોપ્લાસ્ટિક કહેવાય છે. આ કણો એટલા નાના હોય છે કે તે પાચનતંત્રમાંથી પસાર થઈને ફેફસામાં પહોંચે છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં ખાદ્ય પદાર્થોમાં પ્લાસ્ટિકની હાજરીને કારણે લોકોની ચિંતા વધી છે. વિશ્વમાં દર વર્ષે 450 મિલિયન ટનથી વધુ પ્લાસ્ટિકનું ઉત્પાદન થાય છે. મોટાભાગનું પ્લાસ્ટિક નાશ પામતું નથી, તેના બદલે તે નાના ટુકડાઓમાં તૂટી જાય છે.