વિરાટ કોહલીની ટિપ્પણી પર આટલો હોબાળો કેમ? આંકડા સાક્ષી છે કે T20 ઓપનર તરીકે સચિન કરતા સેહવાગ શ્રેષ્ઠ હતો

3 Min Read

વિરાટ કોહલીની ટિપ્પણી પર આટલો હોબાળો કેમ? T20માં વીરેન્દ્ર સેહવાગ નિઃશંકપણે સચિન તેંડુલકર કરતા શ્રેષ્ઠ ઓપનર

જ્યારથી વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને બદલે વીરેન્દ્ર સેહવાગને શ્રેષ્ઠ T20 ઓપનર તરીકે પસંદ કર્યો છે, ત્યારથી સોશિયલ મીડિયા પર ફેન્સ વચ્ચે એક નવી ચર્ચા છેડાઈ છે. ઘણા ક્રિકેટ પ્રેમીઓ એ વાતથી આશ્ચર્યચકિત છે કે કોહલીએ સચિન જેવા દિગ્ગજ ખેલાડીને બદલે સેહવાગની પસંદગી કેવી રીતે કરી? પરંતુ જો આપણે આંકડા અને રમતની શૈલી પર નજર કરીએ, તો કોહલીનો તર્ક એકદમ સચોટ જણાય છે.

આંકડા જૂઠું નથી બોલતા: T20I માં સેહવાગનું વર્ચસ્વ

સચિન તેંડુલકર અને સેહવાગની સરખામણી જ્યારે આંતરરાષ્ટ્રીય T20 (T20I) ફોર્મેટમાં કરવામાં આવે, ત્યારે કોઈ સ્પર્ધા જ રહેતી નથી. સચિને તેમના કરિયરમાં માત્ર એક જ T20I મેચ રમી હતી. બીજી તરફ, વીરેન્દ્ર સેહવાગ 2007ના પ્રથમ T20 વર્લ્ડ કપ વિજેતા ટીમનો મુખ્ય હિસ્સો હતો. તેણે ઈંગ્લેન્ડ જેવી ટીમો સામે 68 રનની વિસ્ફોટક ઇનિંગ રમીને ભારતની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું.

- Advertisement -

 virat.jpg

IPL ના આંકડામાં છુપાયેલું છે અસલી સત્ય

જો આપણે IPL ને માપદંડ માનીએ, તો સચિન તેંડુલકરે 78 મેચોમાં 35 ની સરેરાશથી 2,000 થી વધુ રન બનાવ્યા છે. પરંતુ, તેમનો સ્ટ્રાઈક રેટ 119.82 હતો. તેની સામે સેહવાગે 104 મેચોમાં 2,700 થી વધુ રન બનાવ્યા છે. અહીં સૌથી મહત્વની વાત સ્ટ્રાઈક રેટની છે. સેહવાગનો સ્ટ્રાઈક રેટ 155.44 નો રહ્યો છે, જે T20 ફોર્મેટમાં તેને સચિન કરતા ઘણો આગળ રાખે છે.

- Advertisement -

T20માં સ્ટ્રાઈક રેટનું મહત્વ

T20 ક્રિકેટમાં માત્ર રન જ નહીં, પણ રન બનાવવાની ગતિ એટલે કે ‘ઈમ્પેક્ટ’ (અસર) સૌથી વધુ મહત્વ ધરાવે છે. આજના યુગમાં 40 બોલમાં 50 રન બનાવવા કરતા 15 બોલમાં 30 રન બનાવનાર ખેલાડી વધુ કીમતી માનવામાં આવે છે. વિરાટ કોહલીના મનમાં પણ આ જ વાત હતી. સેહવાગ એક એવો બેટ્સમેન હતો જે પ્રથમ બોલથી જ વિરોધી ટીમ પર દબાણ બનાવી દેતો હતો.

સેહવાગની આક્રમકતા માત્ર T20 સુધી મર્યાદિત નહોતી; ટેસ્ટ (82.33) અને વનડે (104.33) માં પણ તેનો સ્ટ્રાઈક રેટ આશ્ચર્યજનક હતો. સરખામણી માટે જોઈએ તો, એમ.એસ. ધોનીનો T20I સ્ટ્રાઈક રેટ પણ 126.14 હતો, જ્યારે સેહવાગનો 145.38 હતો.

virat1.jpg

- Advertisement -

દિગ્ગજોના મતે સેહવાગ: સૌથી મોટો મેચ-વિનર

ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ એકવાર કહ્યું હતું કે, “સેહવાગ તે યુગનો સૌથી મોટો મેચ-વિનર હતો. તે સુનીલ ગાવસ્કર પછી ભારતનો સર્વશ્રેષ્ઠ ઓપનર છે.” તો વળી ઇંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર ડેરેક પ્રિંગલે તો સેહવાગને 2000ના દાયકાનો સૌથી મહાન બેટ્સમેન ગણાવ્યો હતો. તેમના મતે, ક્રિસ ગેલ કદાચ આક્રમક હોઈ શકે, પણ સેહવાગ જેવી નીડરતા અને સાતત્ય કોઈની પાસે નહોતું

TAGGED:
Share This Article