ડ્રેગન અને પાકિસ્તાનમાં ફફડાટ: ઇઝરાયલ ભારતને આપશે તેનું સૌથી ગુપ્ત હથિયાર, જે બ્રહ્મોસથી પણ વધુ છે ઘાતક

By
Satya Day
Satya Day is a dedicated contributor at Satya Day News, delivering timely, factual, and insightful news updates across various categories including politics, current affairs, social issues,...
4 Min Read

ઇઝરાયલનું અત્યંત ગુપ્ત હથિયાર ‘ગોલ્ડન હોરાઇઝન’ હવે ભારત પાસે – બ્રહ્મોસ કરતા વધુ ઝડપ અને ૨૦૦૦ કિમીની રેન્જ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇઝરાયલ મુલાકાત દરમિયાન ભારત અને ઇઝરાયલ વચ્ચે એક એવો સંરક્ષણ કરાર થયો છે જે દાયકાઓ સુધી યાદ રખાશે. ઇઝરાયલે તેની સૌથી આધુનિક અને અત્યાર સુધી ‘ટોપ સિક્રેટ’ મનાતી મિસાઇલ પ્રણાલી ભારતને આપવાની સત્તાવાર જાહેરાત કરી છે. આ કરારથી પાકિસ્તાન અને ચીન જેવા પડોશી દેશોની ઊંઘ હરામ થઈ ગઈ છે, કારણ કે આ હથિયારની સામે હાલમાં કોઈ પણ એન્ટી-મિસાઇલ સિસ્ટમ ટકી શકે તેમ નથી.

શું છે આ ગુપ્ત હથિયાર: ‘ગોલ્ડન હોરાઇઝન’?

આ હથિયારનું નામ છે ‘ગોલ્ડન હોરાઇઝન’ (Golden Horizon). આ એક હવાથી છોડવામાં આવતી બેલિસ્ટિક મિસાઇલ (Air-Launched Ballistic Missile) છે. તેની ખાસિયત એ છે કે તેને ભારતીય વાયુસેનાના સુખોઈ Su-30 MKI જેવા શક્તિશાળી ફાઇટર જેટ પર તૈનાત કરી શકાય છે.

- Advertisement -

તે બ્રહ્મોસ કરતા વધુ ખતરનાક કેમ છે?

ઝડપ: ભારતની બ્રહ્મોસ મિસાઇલ માર્ક ૩ ની ઝડપે દોડે છે, જ્યારે ‘ગોલ્ડન હોરાઇઝન’ તેના અંતિમ તબક્કામાં માર્ક ૫ (ધ્વનિની ગતિ કરતા ૫ ગણી વધુ) થી પણ વધુ ઝડપ પ્રાપ્ત કરે છે. આટલી ઊંચી ગતિએ કોઈ પણ રડાર તેને ટ્રેક કરી શકતું નથી.

રેન્જ: બ્રહ્મોસની રેન્જ ૮૦૦ કિમી સુધી મર્યાદિત છે, જ્યારે આ ઇઝરાયેલી મિસાઇલ ૧,૦૦૦ થી ૨,૦૦૦ કિલોમીટર દૂર બેઠેલા દુશ્મનને ધૂળ ચટાડી શકે છે.

- Advertisement -

ભેદવાની ક્ષમતા: આ મિસાઇલ ઊંડા બંકરો, પરમાણુ સુવિધાઓ અને પહાડોની અંદર છુપાયેલા સૈન્ય મથકોને નષ્ટ કરવા માટે બનાવવામાં આવી છે.Golden Horizon.jpg

ઇઝરાયલે કેમ ભારતને જ પસંદ કર્યું?

વિશ્વના અનેક વિકસિત દેશો આ ટેકનોલોજી મેળવવા માટે વર્ષોથી ઇઝરાયલના સંપર્કમાં હતા. પરંતુ, પીએમ મોદી અને નેતન્યાહૂ વચ્ચેની ગાઢ મિત્રતા અને ‘સ્પેશિયલ ડિફેન્સ પાર્ટનરશિપ’ને કારણે ઇઝરાયલે આ ટેકનોલોજી પ્રથમવાર ભારત સાથે શેર કરવાનો નિર્ણય લીધો છે. પીએમ મોદીએ નેસેટમાં કહ્યું હતું તેમ, ભારત અને ઇઝરાયલ એવા બે દેશો છે જે આતંકવાદના ખતરાને સૌથી વધુ સમજે છે, તેથી તેમની સુરક્ષા એકબીજાની જરૂરિયાત છે.

‘સુદર્શન ચક્ર’ મિસાઇલ કવચ થશે પૂર્ણ

આ મુલાકાતમાં માત્ર ‘ગોલ્ડન હોરાઇઝન’ જ નહીં, પણ અન્ય સંરક્ષણ પ્રણાલીઓ પર પણ મહોર વાગી છે: ૧. આયર્ન બીમ (Iron Beam): લેસર આધારિત આ સિસ્ટમ માત્ર $૨ (આશરે ૧૬૦ રૂપિયા) ના ખર્ચે દુશ્મનના ડ્રોન અને મિસાઇલને હવામાં જ ભસ્મીભૂત કરી નાખશે. ૨. ડેવિડ્સ સ્લિંગ: ૩૦૦ કિમી સુધીની મિસાઇલ નાકાબંધી માટેનું અચૂક શસ્ત્ર. ૩. રેમ્પેજ અને આઈસ બ્રેકર: દરિયાઈ અને જમીની લક્ષ્યો માટે અત્યંત ઘાતક ક્રૂઝ મિસાઇલો.

- Advertisement -

ભારત ૨૦૩૫ સુધીમાં તેના બહુ-સ્તરીય મિસાઇલ કવચ “સુદર્શન ચક્ર” ને પૂર્ણ કરવા જઈ રહ્યું છે. જેમાં રશિયન S-400, સ્વદેશી આકાશ અને હવે ઇઝરાયેલી અત્યાધુનિક સિસ્ટમ્સનો સમન્વય થશે.

Golden Horizon.1.jpg

પાકિસ્તાન અને ચીન પર તેની અસર

આ સોદા બાદ ભારતની ૧૫,૧૦૬ કિમી લાંબી જમીની સરહદ અને ૭,૫૧૬ કિમી લાંબો દરિયાકિનારો સુરક્ષિત થઈ જશે. ‘ગોલ્ડન હોરાઇઝન’ જેવી મિસાઇલ પાકિસ્તાનના કોઈ પણ ખૂણે અને ચીનના ઊંડા પ્રદેશોમાં પ્રહાર કરવાની ક્ષમતા રાખે છે. આ કરાર ‘ગઠબંધનોના ષટ્કોણ’ (Hexagon of Alliances) તરફ ઈશારો કરે છે, જ્યાં ભારત, ઇઝરાયલ અને ગ્રીસ જેવા દેશો મળીને કટ્ટરવાદ અને અસ્થિરતા સામે મજબૂત દિવાલ બનશે.

પીએમ મોદીનો આ ઇઝરાયલ પ્રવાસ ભારતને લશ્કરી રીતે ‘આત્મનિર્ભર’ અને ‘અજિત’ બનાવવાની દિશામાં માઈલસ્ટોન સાબિત થયો છે. ઇઝરાયલે આપેલું આ ‘બ્રહ્માસ્ત્ર’ દક્ષિણ એશિયામાં શક્તિનું સંતુલન કાયમ માટે ભારતની તરફેણમાં લાવી દેશે.

Share This Article
Satya Day is a dedicated contributor at Satya Day News, delivering timely, factual, and insightful news updates across various categories including politics, current affairs, social issues, and regional developments. With a passion for truth and responsible journalism, Satya Day ensures that every story reflects accuracy, neutrality, and public relevance. Stay connected with Satya Day for news that matters.