એક કીડીની કિંમત 21 હજાર રૂપિયા! કેન્યામાં હજારો જીવતી કીડીઓની તસ્કરી કરતા ચીની નાગરિકની ધરપકડ

By
Dharmishtha R. Nayaka
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and...
3 Min Read

એક કીડીની કિંમત 21 હજાર રૂપિયા! કેન્યામાં ચીની તસ્કર જેલ ભેગો, કેપ્સ્યુલમાં ભરીને યુરોપ મોકલતો હતો હજારો જીવતી કીડીઓ

દુનિયામાં પ્રાણીઓ અને પક્ષીઓની તસ્કરીના કિસ્સાઓ તો આપણે સાંભળતા હોઈએ છીએ, પરંતુ હવે નાના જીવજંતુઓ પણ આ ગેરકાયદે ધંધાનો શિકાર બની રહ્યા છે. તાજેતરમાં કેન્યામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક ચીની નાગરિક હજારો જીવતી કીડીઓની તસ્કરી કરતા ઝડપાયો છે. આ કોઈ સામાન્ય કીડીઓ નથી, પણ આંતરરાષ્ટ્રીય બજારમાં એક કીડીની કિંમત અંદાજે 21 હજાર રૂપિયાથી વધુ બોલાય છે.

શું છે આખો મામલો?

ઝાંગ કેકુન નામના એક ચીની નાગરિકને કેન્યામાંથી હજારો જીવતી ‘ક્વીન ગાર્ડન’ (Queen Garden Ants) કીડીઓને બહાર લઈ જવાની કોશિશ કરવા બદલ એક વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. નેરોબીની કોર્ટે બુધવારે તેના પર 10 લાખ કેન્યાઈ શિલિંગ (અંદાજે 7.2 લાખ રૂપિયા) નો દંડ પણ ફટકાર્યો છે. જજ આઈરીન ગિચોબીએ ચુકાદો આપતા નોંધ્યું હતું કે, ઝાંગે પોતાની ભૂલ સ્વીકારવામાં પ્રામાણિકતા દાખવી નથી અને તેને પોતાના કૃત્ય પર કોઈ પસ્તાવો પણ નથી.

- Advertisement -

queen ants.jpg

એરપોર્ટ પર કેવી રીતે ઝડપાયો તસ્કર?

ગયા મહિને નેરોબી એરપોર્ટ પર જ્યારે ઝાંગ કેકુન ચીન જવાની તૈયારીમાં હતો, ત્યારે સુરક્ષા તપાસ દરમિયાન તેના સૂટકેસમાંથી કંઈક શંકાસ્પદ વસ્તુઓ મળી આવી હતી. તપાસ કરતા અધિકારીઓ પણ હેબતાઈ ગયા હતા, કારણ કે ઝાંગના સૂટકેસમાં નાની નાની કેપ્સ્યુલ્સ અને ડબ્બાઓમાં 2,000 થી વધુ જીવતી ‘ક્વીન ગાર્ડન’ કીડીઓ ભરેલી હતી. શરૂઆતમાં ઝાંગે પોતાને નિર્દોષ ગણાવ્યો હતો, પરંતુ પુરાવા સામે આવતા અંતે તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો.

- Advertisement -

કેમ આટલી મોંઘી છે આ કીડીઓ?

રિપોર્ટ અનુસાર, યુરોપ અને એશિયાના દેશોમાં આ વિશિષ્ટ કીડીઓની માંગ ખૂબ જ વધી રહી છે. ઘણા કલેક્ટર્સ અને જીવજંતુ પ્રેમીઓ આ કીડીઓને પાળવાના શોખ માટે ખરીદે છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં એક ‘ક્વીન ગાર્ડન’ કીડીની કિંમત અંદાજે 220 ડોલર એટલે કે 20,500 રૂપિયાથી પણ વધુ હોઈ શકે છે. આટલી મોટી કિંમત હોવાને કારણે જ આફ્રિકાના દેશોમાંથી તેની તસ્કરીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે.

તસ્કરીનું નેટવર્ક: કેવી રીતે થતો હતો આ કાળો કારોબાર?

કોર્ટમાં એવી વિગતો પણ સામે આવી છે કે ઝાંગે આ કીડીઓ કેન્યાના જ એક સ્થાનિક નાગરિક ચાર્લ્સ મવાંગી પાસેથી ખરીદી હતી. તેણે દર 100 કીડીઓ માટે 10,000 કેન્યાઈ શિલિંગ (અંદાજે 7 હજાર રૂપિયા) ચૂકવ્યા હતા. એટલે કે, કેન્યાના સ્થાનિક લોકો પાસેથી સસ્તામાં કીડીઓ ખરીદીને તેને યુરોપ અને એશિયાના બજારોમાં લાખો રૂપિયામાં વેચવાનું આખું આયોજન હતું. અત્યારે ચાર્લ્સ મવાંગી પણ પોલીસની પકડમાં છે અને જામીન પર બહાર છે.

queen ants5.jpg

- Advertisement -

કેન્યામાં તસ્કરી સામે કડક વલણ

આ પહેલીવાર નથી જ્યારે કેન્યામાં કીડીઓની તસ્કરી પકડાઈ હોય. ગયા વર્ષે પણ બે બેલ્જિયમ, એક વિયેતનામ અને એક કેન્યાઈ નાગરિકને હજારો ક્વીન કીડીઓની તસ્કરી કરવા બદલ એક વર્ષની જેલની સજા થઈ હતી. કેન્યાના સત્તાવાળાઓએ કડક ચેતવણી આપી છે કે વન્યજીવોના કોઈ પણ પ્રકારના ગેરકાયદે વેપારને સાંખી લેવામાં આવશે નહીં, પછી ભલે તે કોઈ મોટું પ્રાણી હોય કે નાની કીડી.

Share This Article
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and current affairs, she delivers news and stories that are both informative and relatable for the Gujarati-speaking audience. Dharmishtha is committed to factual reporting, clear storytelling, and making important news accessible in the mother tongue. Her work reflects a deep sense of responsibility and connection with the readers. Stay connected with Dharmishtha for trusted and timely updates — in Gujarati, for Gujarat.