હેલ્ધી રહેવા માટે ડાયટમાં સામેલ કરો કીવી જ્યુસ, જાણો તેને પીવાના 5 જબરદસ્ત હેલ્થ બેનિફિટ્સ

2 Min Read

ઔષધીય ગુણોથી ભરપૂર કીવીનું જ્યુસ: રોજ પીવાથી સ્વાસ્થ્યને થઈ શકે છે આ અદભૂત ફાયદા

Kiwi Juice Health Benefits માત્ર કીવી ફળ જ નહીં, પરંતુ તેનું જ્યુસ પણ તમારા સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી સાબિત થઈ શકે છે. કીવીમાં વિટામિન C, વિટામિન K, વિટામિન E, પોટેશિયમ, ફોલેટ, ફાઈબર, એન્ટીઓક્સીડેન્ટ્સ અને કોપર જેવા પોષક તત્વો વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. આ પોષક તત્વોને કારણે કીવીનું જ્યુસ સ્વાસ્થ્ય પર અનેક સકારાત્મક અસરો કરે છે. ચાલો જાણીએ રોજ કીવીનું જ્યુસ પીવાથી શરીરને શું ફાયદા થાય છે.

 kiwi.jpg

- Advertisement -

રોગપ્રતિકારક શક્તિમાં કરે છે વધારો

જો તમે તમારી રોગપ્રતિકારક શક્તિ (Immunity) મજબૂત બનાવવા માંગતા હોવ, તો કીવીના જ્યુસને તમારા ડાયટમાં ચોક્કસ સામેલ કરવું જોઈએ. કીવીમાં રહેલા ફાઈબર તમારા આંતરડાના સ્વાસ્થ્ય (Gut Health) માટે ખૂબ જ ફાયદાકારક છે. પેટને લગતી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે આ જ્યુસ રામબાણ ઈલાજ છે. ખાસ કરીને ડેન્ગ્યુ જેવા તાવ દરમિયાન પ્લેટલેટ્સ વધારવા માટે ડોક્ટરો કીવી અથવા તેનું જ્યુસ પીવાની ખાસ સલાહ આપે છે.

બ્લડ પ્રેશર અને હૃદય માટે વરદાન

જો તમે કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માંગતા હોવ, તો કીવીનું જ્યુસ ઉત્તમ વિકલ્પ છે. તે હૃદયના સ્વાસ્થ્યને મજબૂત રાખવામાં અને હૃદયને લગતી ગંભીર તેમજ જીવલેણ બીમારીઓના જોખમને ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે. હેલ્થ એક્સપર્ટ્સના મતે, સાંધાના દુખાવાથી રાહત મેળવવા માટે પણ કીવીના જ્યુસનું સેવન કરી શકાય છે.

- Advertisement -

આંખોના તેજ અને પાચન માટે ઉત્તમ

કીવીનું જ્યુસ આંખોના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં રહેલા પોષક તત્વો આંખોની રોશની જાળવી રાખવામાં મદદ કરે છે. આ ઉપરાંત, તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ શરીરને ફ્રી રેડિકલ્સથી બચાવે છે, જે લાંબા ગાળે કેન્સર જેવી બીમારીઓ સામે રક્ષણ આપી શકે છે.

kiwi1.jpg

કેવી રીતે બનાવશો કીવીનું હેલ્ધી જ્યુસ?

ઘરે જ કીવીનું તાજું અને પૌષ્ટિક જ્યુસ બનાવવાની રીત ખૂબ જ સરળ છે:

- Advertisement -
  1. સૌ પ્રથમ કીવીને બરાબર ધોઈને તેની છાલ ઉતારી લો.
  2. ત્યારબાદ તેના નાના ટુકડા કરી મિક્સર જારમાં નાખો.
  3. તેમાં સ્વાદ મુજબ ખાંડ (અથવા મધ), સંચળ અને થોડું પાણી ઉમેરો.
  4. આ બધી વસ્તુઓને સારી રીતે બ્લેન્ડ કરી લો.
  5. જ્યુસ તૈયાર થઈ જાય એટલે છેલ્લે તેમાં લીંબુનો રસ ઉમેરીને ઠંડું ઠંડું પી શકાય છે.
Share This Article