LLC 2026 ના એક્શન માટે થઈ જાઓ તૈયાર: 4 શહેરોમાં રમાશે મેચો, જાણો સંપૂર્ણ શિડ્યુલ
ટીમ ઈન્ડિયાના ચેમ્પિયન બનવાની સાથે જ 8 માર્ચે T20 વર્લ્ડ કપ 2026 નું સમાપન થયું છે. હવે ભારતીય ક્રિકેટ ચાહકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે મશહૂર T20 લીગ ‘લીજેન્ડ્સ લીગ ક્રિકેટ’ (LLC) નો 11 માર્ચથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ લીગમાં કુલ 19 મેચો રમાશે, જેમાં ક્રિકેટ જગતના દિગ્ગજ ખેલાડીઓ ફરી એકવાર મેદાન પર પોતાનો જાદુ વિખેરતા જોવા મળશે.
4 શહેરોમાં રમાશે લીગ સ્ટેજની મેચો
લીગ સ્ટેજનું આયોજન 11 માર્ચથી 23 માર્ચ સુધી કરવામાં આવ્યું છે. આ દરમિયાન કુલ 15 મેચો 4 અલગ-અલગ શહેરોમાં રમાશે, જેમાં હલ્દ્વાની, કોઈમ્બતુર, અમૃતસર અને ગ્વાલિયર નો સમાવેશ થાય છે.
ટુર્નામેન્ટની શરૂઆત ઉત્તરાખંડના હલ્દ્વાનીથી થશે. અમૃતસરમાં સૌથી વધુ 5 મેચો રમાશે, જ્યારે ગ્વાલિયરમાં 4 અને હલ્દ્વાની તથા કોઈમ્બતુરમાં 3-3 મેચોનું આયોજન કરવામાં આવ્યું છે. 24 માર્ચથી નોકઆઉટ મેચો શરૂ થશે અને ફાઈનલ મુકાબલો 27 માર્ચે રમાશે. આ લીગમાં કુલ 6 ટીમો ભાગ લઈ રહી છે: મુંબઈ સ્પાર્ટન્સ, ઈન્ડિયા કેપ્ટન્સ, રોયલ રાઈડર્સ પંજાબ, ઈન્ડિયા ટાઈગર્સ, કોણાર્ક સૂર્યાસ ઓડિશા અને સધર્ન સુપર સ્ટાર્સ.
લીજેન્ડ્સ લીગ ક્રિકેટ 2026 નું સંપૂર્ણ શિડ્યુલ
| તારીખ | મેચ | સ્થળ | સમય |
| 11 માર્ચ | મુંબઈ સ્પાર્ટન્સ વિ. ઈન્ડિયન કેપ્ટન્સ | હલ્દ્વાની | 07:30 PM |
| 12 માર્ચ | રોયલ રાઈડર્સ પંજાબ વિ. ઈન્ડિયા ટાઈગર્સ | હલ્દ્વાની | 07:30 PM |
| 13 માર્ચ | કોણાર્ક સૂર્યાસ ઓડિશા વિ. સધર્ન સુપર સ્ટાર્સ | કોઈમ્બતુર | 07:30 PM |
| 14 માર્ચ | મુંબઈ સ્પાર્ટન્સ વિ. ઈન્ડિયા ટાઈગર્સ | હલ્દ્વાની | 07:30 PM |
| 15 માર્ચ | કોણાર્ક સૂર્યાસ ઓડિશા વિ. રોયલ રાઈડર્સ | કોઈમ્બતુર | 07:30 PM |
| 16 માર્ચ | ઈન્ડિયા કેપ્ટન્સ વિ. સધર્ન સુપર સ્ટાર્સ | અમૃતસર | 02:30 PM |
| 17 માર્ચ | રોયલ રાઈડર્સ પંજાબ વિ. સધર્ન સુપર સ્ટાર્સ | અમૃતસર | 02:30 PM |
| 17 માર્ચ | મુંબઈ સ્પાર્ટન્સ વિ. કોણાર્ક સૂર્યાસ ઓડિશા | ગ્વાલિયર | 07:30 PM |
| 18 માર્ચ | ઈન્ડિયા કેપ્ટન્સ વિ. ઈન્ડિયા ટાઈગર્સ | કોઈમ્બતુર | 07:30 PM |
| 19 માર્ચ | મુંબઈ સ્પાર્ટન્સ વિ. સધર્ન સુપર સ્ટાર્સ | ગ્વાલિયર | 07:30 PM |
| 20 માર્ચ | કોણાર્ક સૂર્યાસ ઓડિશા વિ. ઈન્ડિયા ટાઈગર્સ | અમૃતસર | 02:30 PM |
| 21 માર્ચ | ઈન્ડિયા કેપ્ટન્સ વિ. રોયલ રાઈડર્સ પંજાબ | ગ્વાલિયર | 07:30 PM |
| 22 માર્ચ | સધર્ન સુપર સ્ટાર્સ વિ. ઈન્ડિયા ટાઈગર્સ | અમૃતસર | 02:30 PM |
| 22 માર્ચ | કોણાર્ક સૂર્યાસ ઓડિશા વિ. ઈન્ડિયા કેપ્ટન્સ | ગ્વાલિયર | 07:30 PM |
| 23 માર્ચ | મુંબઈ સ્પાર્ટન્સ વિ. રોયલ રાઈડર્સ પંજાબ | અમૃતસર | 02:30 PM |
The schedule is locked. The countdown begins.
Legends League Cricket 4.0 Fixture 2026 is here. From league clashes to the Final on 27th March, every date is set for high-voltage action.
Mark your calendars. Don’t miss the roar.#LegendsLeagueCricket #LLCT20 #BossLogonKaGame pic.twitter.com/zvXI0KkXsh
— Legends League Cricket (@llct20) February 28, 2026
નોકઆઉટ મુકાબલાનું શિડ્યુલ
લીગ સ્ટેજ બાદ ટોપની ટીમો વચ્ચે ફાઈનલ સુધી પહોંચવા માટે જંગ જામશે:
- 24 માર્ચ 2026: ક્વોલિફાયર 1 (સાંજે 07:30 વાગ્યે)
- 25 માર્ચ 2026: એલિમિનેટર (સાંજે 07:30 વાગ્યે)
- 26 માર્ચ 2026: ક્વોલિફાયર 2 (સાંજે 07:30 વાગ્યે)
- 27 માર્ચ 2026: ગ્રાન્ડ ફાઈનલ (સાંજે 07:30 વાગ્યે)
