નવસારી માં ભારે વરસાદ પડતા સર્વત્ર જળબંબાકાર થઈ જતા પાણી ભરાઈ ગયા છે તે વખતે એરુ ચાર રસ્તાથી દાંડી રોડ ઉપર પસાર થઈ રહેલી પોલીસ જીપ ઉપર ઝાડ તૂટી પડતા જીપ નો ખુરદો બોલી ગયો હતો.
જોકે,જીપ ચાલક નો સદ નસીબે બચાવ થયો હતો.
વિગતો મુજબ નવસારી પોલીસ હેડક્વોર્ટરથી દાંડી રોડ સ્થિત પરેડ ગ્રાઉન્ડ પાસે આવેલા એમટી શાખામાં મેન્ટેનન્સ માટે પોલીસવાન જઇ રહી હતી. તે વખતે જીપમાં સવાર ડ્રાઇવર જયેશભાઈ ગાવીતનો બચાવ થવા પામ્યો હતો.
દક્ષિણ ગુજરાતમાં વલસાડ, કપરાડા, ધરમ પુર, ડાંગ વિસ્તારમાં વરસાદ પડ્યો છે અને નેઋૃત્વ ચોમાસું કેરળ થઈ ને ગોવા અને મહારાષ્ટ્રના મુંબઈ બાદ દક્ષિણ ગુજરાતમાં પ્રવેશી ચુક્યું છે ગુજરાતમાં ધીમે ધીમે ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ સક્રિય થઇ ગયું છે. આ વર્ષે ચોમાસું છેલ્લા 8 વર્ષની સરખામણી વહેલું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસું દીવ, સુરતથી આગળ વધી રહ્યું છે. અમદાવાદ, વડોદરા માં ભાવનગર માં વરસાદ પડ્યો છે
સાથે સાથે ઉત્તર ગુજરાત સહિત રાજ્ય માં આગામી દિવસો માં સૌરાષ્ટ્રના દરિયા કિનારાના પ્રદેશો અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
દરમિયાન આજે વલસાડ, નવસારી, ડાંગ, તાપી, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, બનાસકાંઠા, મહેસાણા સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પાટણ તો આ તરફ સૌરાષ્ટ્રના પોરબંદર, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢમાં આગામી 20 જૂન સુધી માં રાજ્ય માં વરસાદની આગાહી કરવામાં કરવામાં આવી છે.