ગુજરાતમાં હવે કાબુલી ચણાનું વાવેતર વધવા લાગ્યું છે

By
Satya Day
Satya Day is a dedicated contributor at Satya Day News, delivering timely, factual, and insightful news updates across various categories including politics, current affairs, social issues,...
17 Min Read

મશીન યુગમાં ચણાના છોડ ઊંચા થવા લાગ્યા

ગુજરાતમાં હવે કાબુલી ચણાનું વાવેતર વધવા લાગ્યું છે

ચણાની નવી જાત શોધ ખેતીની ક્રાંતિ લાવશે

- Advertisement -

ચણાનું ઝાડ ન ઉગે પણ, ચણા પૈસાનું ઝાડ બને

દિલીપ પટેલ,અમદાવાદ
ચણાનો નીચા છોડને ઉંચા કરવા માટે શોધ થઈ છે. ઉંચા છોડ અને મજબૂત થડના ચણાની માંગ એટલા માટે વધી રહી છે કારણ કે મશીનથી તેની લલણી થાય છે. મજૂરીનું ખર્ચ ઘટાડવા માટે ખેડૂતો હવે હાર્વેસ્ટરથી તેની લલણી કરવાનું પસંદ કરી રહ્યાં છે.

- Advertisement -

કમાલની શોધ

જુનાગઢ કૃષિ વિશ્વવિદ્યાલયના વિજ્ઞાનીઓ આવતા શિયાળામાં કમાલ કરવાના છે. કારણ કે બે નવી જાતના ચણાની શોધ કરી છે અને ખેડૂતોને તેનું વાવેતર કરીને હાલની 5 જાત કરતાં 12 ટકાથી 75 ટકા વધારે ઉત્પાદન મેળવી શકશે. વળી તેમાં પોષક તત્વો છે. વળી છોડ ઉંચા હોવાથી તેની લલણી સીધા હાર્વેસ્ટરથી થઈ શકશે. તેથી મજૂરી બચશે. ઉત્પાદન વધશે.

7.jpeg

- Advertisement -

જૂનાગઢ કૃષિ વિશ્વવિદ્યાલયમાં સંશોધનના ડાયરેક્ટર ડો. એ જી પાનસુરીયા 9428241838 એ જણાવ્યું હતું કે, આ જાતનું હજુ પણ અમે સંશોધન કરી રહ્યા છીએ જેની કેન્દ્રીય મંજૂરી પણ મેળવવામાં આવશે.

વિજ્ઞાની રાકેશ જાવિયા 9427725505 એ જણાવ્યું હતું કે, નવી જાત ઉત્તમ છે. જેની શોધ પાછળ ઘણો સમય પસાર કરવો પડ્યો છે. જે ખેડૂતોને ઘણી ફાયદાકારક બની રહેશે.

ગુજરાત ચણા 8 (જીજી 8 : સોરઠ વિક્રમ)

ગુજરાતમાં પિયત અને બિનપિયત ખેતીમાં ગુજરાત ચણા 8 (જીજી 9: સોરઠ વિક્રમ) જાતની શોધ કરીને તેનું વાવેત૨ ક૨વા ખેડૂતોને ભલામણ ક૨વામાં આવી છે. આ જાતના છોડ ઊંચા અને સીધા હોવાથી ખેત મશીન – હાર્વેસ્ટર – થી કાપણી ક૨વા માટે અનુકુળ છે.

આ જાતમાં પિયત ખેતીમાં 2814 કિ.ગ્રા. એક હેક્ટરે ચણા પાકે છે. બિનસિંચાઈ ખેતરોમાં 2017 કિલો હેક્ટરે પાકે છે. જે 5 જાતોની સરખામણીએ 12 ટકાથી 75 ટકા સુધી વધારે ઉત્પાદન આપે છે. આમ ચણાના ખેતરો માટે આ મોટી ક્રાંતિ સાબિત થઈ શકે તેમ છે.

ખૂબી
આ જાતના દાણા મધ્યમ કદના અને કથ્થાઈ રંગના છે. આ જાત સુકારા અને સ્ટન્ટ રોગ સામે પ્રતિકારકતા ધરાવે છે. તેમજ પોપટાં કોરી ખાનાર ઈયળથી ઓછું નુકસાન જોવા મળેલું છે. આ જાતમાં અંકુશ જાતોની સરખામણીમાં વધુ લોહતત્વ જોવા મળેલું છે.

 

5 જાતોથી વધારે ઉત્પાદન

ગુજરાતના ખેડૂતો હાલ ચણાની 5 અંકુશ જાતો વાવે છે તેના કરતાં 12થી 75 ટકા કરતાં વધારે ઉત્પાદન આપતી હોવાથી ગુજરાતની ચણાની ખેતીમાં મોટી ક્રાંતિ લાવી શકે એવી ક્ષમતા ધરાવે છે.

5.jpeg

પિયત ખેતરોનું ઉત્પાદન

1 – દાહોદ પીળા ચણાથી 25.3 ટકા વધારે ઉત્પાદન આપે છે.
2 – ગુજરાત ચણા 1 જાતથી 26.3 ટકા વધારે ઉત્પાદન આપે છે.
3 – ગુજરાત ચણા 5 જાત કરતાં 12.8 ટકા વધારે ઉત્પાદન આપે છે.
4 – એન.બી.ઈ.જી 47 જાત કરતાં 75 ટકા વધારે ઉત્પાદન આપે છે.
5 – જે.જી. 24 ક૨તા 34.8 ટકા વધુ ઉત્પાદન આપે છે.

બિનપિયત ઉત્પાદન

બિનપિયત ખેતરોમાં ગુજરાત ચણા 8 જાત 2017 કિ.ગ્રા. હેકટરે ઉત્પાદન આપે છે.
હાલમાં ખેડૂતો અંકુશ જાતો વાવે છે તેની સામે 12 ટકાથી 30 ટકા વધારે ઉત્પાદન આપે છે.
1 – ગુજરાત ચણા 1 સામે 25.5 ટકા વધારે પાકે છે.
2 – ગુજરાત ચણા 2 કરતાં 30.4 ટકા વધારે પેદા થાય છે.
3 – ગુજરાત જૂનાગઢ ચણા 3 જાત કરતાં 16.9 ટકા વધારે ઉતારો આવે છે.
4 – ગુજરાત જૂનાગઢ ચણા 6 કરતાં 11.9 ટકા વધારે દાણા મળે છે.
5 – જેજી 24 ક૨તા 24.5 ટકા વધુ પાક આપે છે.

નવી શોધથી કયા વિસ્તારને સૌથી મોટો ફાયદો

નવી જાતોથી જ્યાં સૌથી વધારે ચણાનો પાક લેવાય છે તે, જામનગર જિલ્લો 85 હજાર હેક્ટર અને અમરેલી જિલ્લો 83 હજાર હેક્ટર વાવેતરથી સૌથી મોટો ફાયદો થઈ શકે તેમ છે. ઉત્પાદનમાં આ બન્ને જિલ્લાનો હિસ્સો આખા ગુજરાતમાં 25 ટકા છે.

3.jpeg

તેની સામે બિનપિયત જિલ્લામાં બોટાદ અને પોરબંદર આવે છે. બોટાદમાં ભાલ પ્રદેશના ભાલિયા અને ઘેડના ઘેડીયા ચણા વખણાય છે. અહીં સારી ઉત્પાદકતા મળી રહી છે. પાટણ જિલ્લામાં સૌથી વધારે વાવેતર ચણાનું થાય છે. અમદાવાદ જિલ્લામાં બીજા નંબરનો પાક ચણા છે. સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લાનો બીજા નંબરનો પાક ચણા છે.

ચણાની ખેતી

ગુજરાતમાં 8 લાખ 55 હજાર હેક્ટરમાં ચણાનું વાવેતર થાય છે. 15 લાખ 51 હજાર ટન ચણા ખેડુતો પકવે છે. હેકટરે સરેરાશ ઉત્પાદન 1841.27 કિલોની છે. બિન પિયતમાં 2017 અને પિયત ચણામાં 2814 કિલોનું હેક્ટરે નવી જાતો ઉત્પાદન આપે છે. તેનો સીધો મતલબ એ થયો કે, ચણાનું નવું બિયારણ શોધાયું તેનાથી હાલની સરેરાશ ઉત્પાદકતામાં 25 ટકાથી 50 ટકાનો વધારો થઈ શકે છે.

જો તમામ ખેડૂતો આ નવી જાતોનું વાવેતર કરે તો ઉત્પાદનમાં જંગી વધારો થઈ શકે છે. જો આમ થાય તો ચણનું ઉત્પાદન 8 લાખ ટનથી 4 લાખ ટન ચણા વધારે પાકી શકે.

10 વર્ષ પહેલા 2011-12માં હેક્ટરે ચણાનું ઉત્પાદન માંડ 1139 કિલોનું હતું. નવા બિયારણો આવતાં તે વધીને 1800 કિલો આસપાસ પહોંચી પહોંચી ગયું હતું. હવે નવી શોધથી તે વધીને 2200 કિલો સુધી પહોંચી જશે.

કઠોળમાં અવ્વલ ચણા

ગુજરાતમાં ત્રણ ઋતુમાં થઈને કુલ 13 લાખ 50 હજાર હેક્ટરમાં 20 લાખ ટન કુલ કઠોળ પેદા થાય છે. તેનો સીધો મતલબ એ થયો કે, તમામ કઠોળ કરતાં ચણાનો પાક 8.55 લાખ હેક્ટર અને અન્ય કઠોળ 5 લાખ હેક્ટર વાવેતર થાય છે. ચણા 15.51 લાખ ટન અને અન્ય કઠોળ 5 લાખ ટન પાકે છે. ગુજરાતમાં કુલ કઠોળમાં ચણાનો હિસ્સો 75 ટકા છે. ગુજરાતના લોકો ચણાની વાનગીઓ સૌથી વધારે ખાતા હોવાનું તેના પરથી સ્પષ્ટ થાય છે.

4.jpeg

ચણાની ખેતી માટે વૈજ્ઞાનિક ભલામણ

ખેડૂતો ચોમાસાની વાવણી કરીને તુરંત શિયાળુ પાક માટે તૈયારી કરતાં હોય છે. તેમાં ચણાના પાક માટે તૈયારી વહેલી શરૂ કરવી પડે છે. ઠંડી અને સૂકા વાતાવરણ, પાણીની ખેંચ, ઓછી માવજત, ઓછી મહેનત અને ઓછી મજૂરીએ થતો પાક ચણા છે.
ગુજરાતમાં ઠંડીનુ પ્રમાણ અને ઠંડીના દિવસો બીજા રાજ્યો કરતાં ઓછા છે. ગુજરાતમાં સાડા ત્રણથી ચાર મહિનામાં પાકી જાય છે. પણ ઠંડીના વિસ્તાર ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણા જેવા રાજયોમાં લાંબો સમય પછી પાકે છે તેથી ગુજરાતના ખેડૂતો તેમની સામે ટક્કર લઇ રહ્યાં છે.
ચણાની જાતો
GG 8 ચણાનું વાવેતર આ શિયાળામાં લોકપ્રિય થશે.

ગુજરાત ચણા – 7

દેશી જાતમાં ગુજરાત ચણા 7 જાત 2021ની શોધાયેલી છે. 95 દિવસે 1859 કિલો હેક્ટરે ઉત્પાદન આપે છે. બાદામી 100 દાણાનું વજન 26.1 ગ્રામ છે.
ગુજરાત-03 જાત ખેતરોમાં વવાય છે.
ભારતમાં કાબુલી અને દેશી ચણા એવી બે જાત છે. કાબુલી જાતો મોટા દાણાવાળી અને સફેદ હોય છે જેને લાંબા શિયાળા અને તીવ્ર ઠંડીની જરૂર પડે છે. ગુજરાતમાં તેનું ધાર્યું ઉત્પાદન મળતું નથી. ગુજરાતમાં દેશી ચણાની જાતો વધુ અનુકૂળ આવે છે.

ગુજરાત ચણા-1

દેશી ચણાની ગુજરાત માટે ઘણી જાતો બહાર પાડવામાં આવી છે. ગુજરાત ચણા-1 જાત, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ માટે છે. પિયત અને બિનપિયત બન્ને માટે છે. જૂની જાત દાહોદ પીળા અને આઈ.સી.સી.સી. 4 કરતાં તેનો ઉતારો 25 ટકા વધુ આવે છે. પિયતમાં 2200 કિલોગ્રામ પ્રતિ હેકટરે સુધી મળે છે. બિનપિયતમાં હેકટરે 1200 કિલોગ્રામ સુધી ઉતારો મળે છે.

9.jpeg

ગુજરાત ચણા- 2

ગુજરાત ચણા – 2 જાત બિન પિયત જાત છે. અમદાવાદના ભાલ અને જૂનાગઢ-પોરબંદરના ઘેડ વિસ્તાર માટે અનુકૂળ છે. 95 દિવસ સુધીમાં પાકે છે. ચણા ચાફા જાતના ચણા કરતા અઢીથી ત્રણ ગણા મોટા છે. ઉત્પાદન હેકટરે 1200 કિલોગ્રામ સુધી આવે છે. સુકારાના રોગ સામે પ્રતિકારક શક્તિ ધરાવે છે. ભાલમાં લોકપ્રિય છે. ભાલ અને ઘેડ ઉપરાંત ગોધરા, દાહોદ, ભરૂચ, નવસારી, ખેડા, વડોદરામાં પણ તેનુ વાવેતર કરવામાં આવે છે. ખેડામાં ડોલર ચણા અને ભાલમાં બુટ ભવાની તરીકે જાણીતી છે. દાણા મોટા હોવાથી કાચા જીંજરા માટે વધારે અનુકૂળ છે. પંચમહાલ જીલ્લામાં ખેડૂતો વાવતા થયા છે.

જબલપુર

જબલપુરની ઓલ ઈન્ડિયા ચણા ઈન્ટીગ્રેટેડ પ્રોજેક્ટ હેઠળ જવાહર ચણા 24 જાત જવાહરલાલ નહેરુ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ વિકસાવ્યું છે. ઓછા ખર્ચે સારી ઉપજ આપે છે. ઠંડીના પ્રદેશો માટેની આ જાત 115 દિવસે પાકે છે. છોડનું થડ પણ મજબૂત છે.
આબોહવા
હિમ સહન કરી શકતા નથી. વાવણી વખતે 20થી 30 ડિગ્રી સે.ગ્રે. ઉષ્ણતામાન અનુકૂળ છે. જો માવઠું કે વાદળ વાળું હવામાન હોય તો નુકશાન થાય છે. પાક ઉતારતા પહેલાં પૂરતી ઠંડી ન પડે કે ગરમી વધી જાય તો ઉત્પાદન ઘટી જાય છે.

જમીન

ભેજ સંગ્રહ, કાળી, મધ્યમ કાળી, કાંપવાળી જમીનમાં ચણા સારા થાય છે. ગોરાડું, રેતાળ જમીનમાં થાય છે.

ચોમાસા પછી ખેતરમાં ભરાયેલા પાણી સુકાઈ પછી ચણાની વાવણી કરવામાં આવે છે. બીજ 10થી 15 સે.મી. ઉંડે ભેજમાં વાવવામાં આવે છે. ડાંગરનો પાક લીધા પછી ખેતરમાં ભેજ સંગ્રહાયેલો હોય, તેનાથી ચણા પકી શકે છે.

પિયત વિસ્તારમાં હેકટરે 10 ટન છાણીયું ખાતર નાખીને દાંતી, રાંપ, સમારથી જમીન તૈયાર કરવામાં આવે છે.
વાવણી

chana3.jpeg

આણંદ કૃષિ વિશ્વવિદ્યાલયએ ખેતરોનો અભ્યાસ કરીને નક્કી કર્યું છે કે ચણાની વાવણી ક્યારે કરવી. બીજને ફુગનાશક દવા, રાઈઝોબિયમ કલ્ચરનો પટ અપાય છે. રોગ સામે રક્ષણ માટે એક કિલોગ્રામ બિયારણમાં 3 ગ્રામ મુજબ ફૂગનાશક દવા અથવા ટ્રાયકોડર્મા બિયારણને દવાનો પટ અપાય છે. આ દવાથી સુકારા જેવા બીજ જન્ય રોગો સામે રક્ષણ મળે છે.

15મી ઓક્ટોબર થી 15 નવેમ્બર દરમ્યાન ઠંડીની શરૂઆત થયે વાવવામાં આવે છે. બિનપિયત વિસ્તારમાં ગુજરાત ચણા- 2 ની વાવણી જમીનમાં ભેજ હોય તેના આધારે વાવણી કરાય છે.

બે ચાસ વચ્ચે 30થી 45 સે.મી. ના અંતરે હેકટરે 60 કિલોગ્રામ બી વાવવા. મોટા ચણા 75થી 80 કિલો વવાય છે.
વાવણી વખતે એક હપ્તો ખાતર, પાયાના ખાતર તરીકે હેકટરે 20 કિલો નાઇટ્રોજન અને 40 કિલોગ્રામ ફોસ્ફરસ વાવણી પહેલા ચાસમાં આપવામાં આવે છે. પાયામાં હેકટરે 87 કિલોગ્રામ ડીએપી સાથે 10 કિલો ગ્રામ યુરિયા ખાતર આપવું.

નાઈટ્રોજનની ફેક્ટરી

ચણાના મૂળમાં રાઇઝોબિયમ જીવાણું 21 દિવસમાં શરૂ થાય છે, તેથી છોડ પોતે જ હવામાંનો નાઇટ્રોજન વાપરવાની શક્તિ મેળવી લે છે. આ કારણથી ચણાને પૂર્તિ ખાતરની જરૂર નથી. વધારાનો નાઇટ્રોજન આપવાથી છોડ મોટા થાય છે અને તેથી ફૂલો મોડાં બેસે છે.

માત્ર 3 પાણીનો પાક

વાવણી પછી પાણી આપ્યા પછી ડાળી ફૂટે ત્યારે એટલે કે 20 દિવસ પછી બીજુ પાણી અપાય છે. ત્રીજુ પાણી 40થી 45 દિવસે ફૂલ બેસતી વખતે અને ચોથું પાણી 60થી 70 દિવસે પોપટા બેસતી વખતે અપાય છે. ડાળી ફૂટ, ફૂલ અને પોપટાની ત્રણ કટોકટીની અવસ્થાને પિયતની ખાસ જરૂરિયાત રહે છે.

1.jpeg

પોપટા કોરી ખાનારી લીલી ઇયળને મારવા જંતુનાશક આપવા.

સુકારો

છોડ ઉભા સુકાઈ છે. થડ ચીરતા ઉભી કાળી-કથ્થાઇ લીટીઓ જોવા મળે છે. બીજને ફૂગ નાશક દવાનો પટ આપવો જોઈએ. દિવેલાનો ખોળ હેકટરે એક ટન આપવાથી સુકારા રોગની તીવ્રતા ઘટે છે. એક જગ્યાએ દર વર્ષે ચણા ન વાવવા.

વાયરસ

વિષાણુ રોગ મોલો નામની જીવાતથી થાય છે. રોગનું પ્રમાણ વધતું જાય છે. ઠંડી ઓછી પડે તો આ રોગ જોર પકડે છે. પાન તાંબાવરણા અને જાડા થઇ જાય છે. ફાલ બેસતો નથી કે ઓછો બેસે છે. છોડ નબળો પડવાથી સુકારા રોગનો ભોગ બની જાય છે.

દેશી પદ્ધતિ

આ પદ્ધતિ કૃષિ વિજ્ઞાનીઓએ આપી નથી પણ ઘણાં ખેડૂતો અપનાવે છે.
ફાલ આવે તે પહેલાં ગોળ, દૂધ, ગૌ મૂત્રનું પાણી બનાવી છાંટવાથી ઉત્પાદન વધી શકે છે. બીજને બીજામૃતનો પટ આપવામાં આવે છે. 100 કિલો છાણિયું ખાતર અને 100 કિલો ઘન જીવામૃત ભેળવીને 1 એકર જમીનમાં આપવામા આવે છે. મલ્ચીંગ કરાય છે. મહિનામાં એકવાર જમીન ઉપર 200 લિટર જીવામૃત એક એકર દીઠ છાંટો અથવા જીવામૃત પાક ઉપર છાંટવામાં આવે છે.

જૂનાગઢ કૃષિ વિશ્વવિદ્યાલય કઠોળ સંશોધન મથકના ચણા સંશોધન વૈજ્ઞાનિક ડો. રાકેશ જાવિયાએ જણાવ્યું હતું કે, કાબુલી ચણાની બે જાતો બાદ ગુજરાતમાં કાબુલી ચણા કાબુલી ચણાની ખેતી શક્ય બની છે.

ગુજરાત કાબુલી ચણા 2 (જીકેજી 2: સોરઠ કાબુલી 2) નામની નવી હાઈબ્રિડ જાત શોધવામાં કૃષિ વિજ્ઞાનીઓને સફળતા મળી છે.
વહેલી પાકતી કાબુલી ચણાની જાત ગુજરાત કાબુલી ચણા 2 (જીકેજી 2: સો૨ઠ કાબુલી 2) જાત છે.
2117 કિલો હેક્ટરે કાબુલી મોટા ચણાના દાણાનું ઉત્પાદન મળેલું છે.

6.jpeg

અંકુશ જાતો કરતાં

1 – કે.એ.કે. 2 કરતાં 29.1 ટકા વધારે ઉત્પાદન આપે છે.
2 – જે.જી.કે. 1 કરતાં 16.5 ટકા વધુ ચાણા મળે છે.
3 – પી.જી. 0517 જાત કરતાં 24.8 ટકા વધારે ચણાનો ઉતારો મળ્યો છે.
ગુજરાત કાબુલી ચણા 2 નવી જાતના દાણા મોટા છે. 100 દાણાનું વજન 35.8 ગ્રામ સરેરાશ મળે છે.
ગુજરાત કાબુલી ચણા 2 જાત સુકારા અને સ્ટન્ટના રોગ સામે પ્રતિકા૨કતા ધરાવે છે. પોપટા કોરી ખાના૨ ઇયળથી ઓછું નુકસાન જોવા મળેલ છે.
ગુજરાત કાબુલી ચણા 2 જાત અંકુશ જાતો ક૨તા વધુ 67.45 ટકા દાળ બની શકે છે. લોહ તત્વ 63.58 પીપીએમ છે. જસત તત્વ 38.68 પીપીએમ છે.

ચણા વિજ્ઞાનીની ભલામણ

કાબુલી ચણાની નવી જાત

જુનાગઢ કૃષિ વિશ્વવિદ્યાલયના કઠોળ સંશોધન મથકના ચણા સંશોધન વૈજ્ઞાનિક ડો. રાકેશ જાવિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં કાબુલી ચણાનું વાવેતર ખુબ જ નહિવત વિસ્તારમાં થતુ હતું, પરંતુ ખેડુતોને સારા ભાવ મળવાથી કાબુલી ચણાનો વાવેતર વિસ્તાર વધતો જાય છે. સામાન્ય રીતે કાબુલી ચણાના પાકને લાંબાગાળાનો શિયાળો તેમજ વધુ ઠંડીની જરૂરીયાત રહે છે, જેથી મોટા દાણાવાળી કાબુલી જાતોમાં દાણાનું વજન અને કદ સારું મળી રહે. હાલ ગુજરાતમાં કાબુલી ચણાની બે જાતો જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ખેડૂતોને વાવેતર માટે ભલામણ કરવામાં આવેલી છે.

ગુજરાત કાબુલી ચણા – 1

ગુજરાત કાબુલી ચણા – 1 પિયત તેમજ બિન પિયત વિસ્તાર માટે વર્ષ 2021માં બહાર પાડવામાં આવેલી હતી. બિનપિયત 1200થી 1400 કિ.ગ્રા. પ્રતિ હેકટર ઉત્પાદન મળે છે. પિયત વિસ્તારમાં 2000થી 2500 કિ.ગ્રા. પ્રતિ હેકટર દાણાનું ઉત્પાદન આપે છે. દાણા અતિ મોટા કદના અને સફેદ રંગના છે. આ જાત સ્ટન્ટના રોગ સામે પ્રતિકારક શક્તિ ધરાવે છે. તેમજ આ જાતમાં પોપટાં કોરી ખાનાર ઈયળથી ઓછું નુકસાન જોવા મળેલું છે.

ગુજરાત કાબુલી ચણા – 2

ગુજરાત કાબુલી ચણા – 2 જાતના છોડ ઉભડા (ઈરેકટ) પ્રકારના છે. પિયત ખેતી માટે વર્ષ 2023માં બહાર પાડવામાં આવેલી હવે ખેડૂતોને વાવવા ભલામણ કરી છે. 2100થી 2500 કિ.ગ્રા. પ્રતિ હેકટર દાણાનું ઉત્પાદન મળે છે. દાણા મોટા કદના કદના અને સફેદ રંગના છે. આ જાત સુકારા અને સ્ટન્ટના રોગો સામે પ્રતિકારક શક્તિ ધરાવે છે. પોપટા કોરી ખાનાર ઈયળથી ઓછું નુકસાન જોવા મળેલું છે.

8.jpeg

કાબુલી ચણાની ખેતીની રીત

ચણા વિજ્ઞાનીએ જણાવ્યું હતું કે, કાબુલી ચણાના વાવેતર માટેની ખેતી પધ્ધતિ દેશી ચણા જેવી જ છે, પરંતુ કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
કાબુલી ચણાની મોટા દાણાવાળી જાતોનો બીજ દર 120થી 140 કિલો પ્રતિ હેકટર રાખવું. મધ્યમ દાણાવાળી જાતોનો બીજ દર 100થી 125 કિલો પ્રતિ હેકટર મુજબ રાખવું જોઈએ જેથી પ્રતિ હેકટર છોડની સંખ્યા જાળવી શકાય.

હંમેશા વાવેતર કરતા પહેલા બીજ માવજત આપવી ખૂબ જ જરૂરી છે. બીજ માવજત માટે વાવણી વખતે પહેલા ફૂગનાશક દવા અને પછી રાઈઝોબિયમ કલ્ચરનો પટ આપવો. રોગ સામે રક્ષણ માટે 1 કિલો બિયારણમાં 3 ગ્રામ મુજબ ફૂગનાશક દવા કાર્બેન્ડાઝીમ 1 ગ્રામ અને થાયરમ 2 ગ્રામ અથવા ટ્રાયકોડર્મા વિરડી 4 ગ્રામ અને વાયટાવેક્ષ 1 ગ્રામ પ્રમાણે બિયારણને દવાનો પટ આપવો. આ દવાથી સુકારા જેવા બીજ જન્ય અને જમીન જન્ય રોગો સામે રક્ષાણ મળે છે. જો બિયારણને જંતુનાશકનો પટ પણ આપવાનો હોય તો પ્રથમ ફુગનાશક દવા લગાવો પછી જંતુનાશક દવા લગાવ્યા બાદ છેલ્લે રાઈઝોબીયમ કલ્ચરનો પટ આપવો.

જે જમીનમાં સુકારો આવતો હોય ત્યાં કાબુલી ચણાનું વાવેતર ટાળવુ જોઈએ.

કાબુલી ચણાનું વાવેતર હંમેશા સમયસર કરવું જોઈએ. મોડુ વાવેતર કરવાથી ઉત્પાદન અને ગુણવતા ઉપર માઠી અસર પડવાની શક્યતા વધુ રહે છે.
તાપમાનમાં ફેરફાર થવો અથવા ફુલ આવવા અને દાણા ભરાવાના તબ્બકે તાપમાનમાં વધારો થવાથી ઉત્પાદનમાં માઠી અસર પડે છે.

Share This Article
Satya Day is a dedicated contributor at Satya Day News, delivering timely, factual, and insightful news updates across various categories including politics, current affairs, social issues, and regional developments. With a passion for truth and responsible journalism, Satya Day ensures that every story reflects accuracy, neutrality, and public relevance. Stay connected with Satya Day for news that matters.