₹૧૧.૪૫ લાખની શરૂઆતી કિંમતે લોન્ચ થઈ મહિન્દ્રા BE 6 Sporteq: સ્પેશિયલ એડિશનમાં મળશે આ ધાસુ ફીચર્સ
ભારતીય ઓટોમોબાઈલ ક્ષેત્રે પોતાની મજબૂત પકડ બનાવનાર દેશી વાહન ઉત્પાદક કંપની મહિન્દ્રાએ પોતાની નવી ઇલેક્ટ્રિક SUV BE6 Sporteq ભારતીય બજારમાં લોન્ચ કરી દીધી છે. આ કારની શરૂઆતી કિંમત ₹૧૧.૪૫ લાખ (BaaS એટલે કે બેટરી એઝ અ સર્વિસ ઓપ્શન સાથે, એક્સ-શોરૂમ) રાખવામાં આવી છે. જો તમે બેટરી સેવા વગર આ કાર ખરીદવા માંગો છો, તો તેની કિંમત ₹૧૯.૪૫ લાખ (એક્સ-શોરૂમ)થી શરૂ થાય છે. કંપનીએ આ ઇલેક્ટ્રિક કારમાં ‘લોન્ચ એડિશન’ અને ‘BE6 સ્પોટૅક ફોર’ જેવા અનોખા વેરિઅન્ટ રજૂ કર્યા છે. આ નવા મોડેલમાં માત્ર બહારી દેખાવ જ નહીં, પરંતુ ડેશબોર્ડ અને નવીન તકનીકોમાં પણ ઘણા મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે.
ડિઝાઇન અને ખાસ એડિશનની વિશેષતાઓ
મહિન્દ્રા BE6 સ્પોટૅક લોન્ચ એડિશનની મૂળભૂત ડિઝાઇન તેના સ્ટાન્ડર્ડ મોડેલ જેવી જ રાખવામાં આવી છે, પરંતુ આ સ્પેશિયલ એડિશનને વધુ આકર્ષક બનાવવા માટે નવી કલર સ્કીમ સાથે રજૂ કરવામાં આવી છે. દેખાવમાં મુખ્ય તફાવતની વાત કરીએ તો, કારના પાછળના ભાગે BE6 લખાણ સાથે ખાસ ‘લોન્ચ એડિશન’નું બેજ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત, એક અનોખું ફીચર એ છે કે તેની ટેલગેટ પર રિયર લાઈટ્સ દ્વારા મેસેજિંગ કરવાની સુવિધા ઉમેરવામાં આવી છે. આ સિવાય કંપનીએ ઓરેન્જ કલર ઓપ્શન સાથે ‘BE6 ફ્રીડમ એડિશન’ પણ બજારમાં મુક્યું છે.

રંગોના વિકલ્પો અને ઉપલબ્ધ વેરિઅન્ટ્સ
ગ્રાહકોની પસંદગીને ધ્યાનમાં રાખીને મહિન્દ્રા BE6 સ્પોટૅક કુલ ૧૨ આકર્ષક કલર ઓપ્શન્સમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેમાં ૪ નવા સ્પેશિયલ શેડ્સ – રોસો ઇમ્પલ્સો, રૂબી વેલ્વેટ, ગ્રેફાઈટ સ્ટોર્મ અને ફાયરસ્ટોર્મ ઓરેન્જ સેટિનનો સમાવેશ થાય છે. આ ઇલેક્ટ્રિક SUV કુલ ૮ અલગ-અલગ વેરિઅન્ટ્સમાં ખરીદી શકાશે: વન, ટુ, થ્રી, થ્રી+, ફોર, FE, FE ફોર અને લોન્ચ એડિશન.
આધુનિક ઇન્ટિરિયર અને ટ્રિપલ સ્ક્રીન સેટઅપ
આ નવી ઇલેક્ટ્રિક SUVમાં સૌથી મોટો અને આકર્ષક ફેરફાર તેના ઇન્ટિરિયરમાં જોવા મળે છે. મહિન્દ્રા BE6 સ્પોટૅક લોન્ચ એડિશનમાં ટ્રિપલ સ્ક્રીન (ત્રણ ડિસ્પ્લે) સેટઅપ આપવામાં આવ્યું છે. જેમાં ફ્રન્ટ પેસેન્જર માટે એક અલગ જ ડિસ્પ્લે સ્ક્રીન જોડવામાં આવી છે, જે સામાન્ય સ્ટાન્ડર્ડ મોડેલમાં જોવા મળતી નથી. કંપનીના જણાવ્યા મુજબ, આગળ બેઠેલા પેસેન્જર આ ત્રીજી સ્ક્રીનનો ઉપયોગ ગેમિંગ અને કેરાઓકે (Karaoke) માટે કરી શકશે. કારની અંદર સેન્ટર કન્સોલ પર સ્પોટૅકનો સ્પેશિયલ લોગો પણ લગાવવામાં આવ્યો છે.
હાઈ-ટેક ફીચર્સ અને સ્માર્ટ ટેકનોલોજી
નવી BE6 સ્પોટૅકમાં આધુનિક સૉફ્ટવેર અને સિક્યોરિટી ફીચર્સનો સમન્વય જોવા મળે છે:
TEQ_Me: આ સિસ્ટમ ડ્રાઇવરની ઓળખ કરીને આપમેળે તેની પર્સનલાઇઝ્ડ પ્રોફાઇલ અને સેટિંગ્સ લોડ કરી લે છે.
TEQ_Talk: કારના ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમમાં ગૂગલ જેમિની (Google Gemini) AIનું ઇન્ટિગ્રેશન કરવામાં આવ્યું છે.
TEQ_xting: આ ફીચરની મદદથી કાર માલિક પાછળના ટેલગેટ ડિસ્પ્લે પર પોતાની પસંદગીના કસ્ટમ મેસેજ દર્શાવી શકે છે.
TEQ_Drive: કારમાં કસ્ટમ ડ્રાઇવ મોડ્સ, ટ્રાઇબ ડ્રાઇવ, ડ્રિફ્ટ મોડ અને એક્સેલરેશન બૂસ્ટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.
Revive SOS: આ એક ખૂબ જ ઉપયોગી ફીચર છે. જો કારની બેટરી 0% થઈ જાય, તો પણ આ ફીચર ઇમરજન્સીમાં ગાડીને આશરે ૧૩ કિલોમીટર સુધી ચલાવવા પૂરતી ઊર્જા પૂરી પાડે છે. કારની આખી બેટરી લાઈફ દરમિયાન આ સુવિધાનો ૫ વાર ઉપયોગ કરી શકાશે.
આ ઉપરાંત સ્ટાન્ડર્ડ મોડેલના તમામ પ્રીમિયમ ફીચર્સ જેમ કે ઓટોમેટિક ક્લાઈમેટ કન્ટ્રોલ, વેન્ટિલેટેડ સીટો, વાયરલેસ ચાર્જર, પાવર એડજસ્ટેબલ ફ્રન્ટ સીટો, ૬-સ્પીકર ઓડિયો સિસ્ટમ અને ક્રૂઝ કન્ટ્રોલ પણ જાળવી રાખવામાં આવ્યા છે. સુરક્ષા માટે મલ્ટિપલ એરબેગ્સ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ (ESP) અને ADAS (એડવાન્સ્ડ ડ્રાઇવર આસિસ્ટન્સ સિસ્ટમ)નું પૂરું સેટઅપ મળે છે.
દમદાર પાવરટ્રેન અને બેટરી ઓપ્શન્સ
પરફોર્મન્સની વાત કરીએ તો, BE 6 સ્પોટૅકમાં મહિન્દ્રાની વર્તમાન ઇલેક્ટ્રિક પાવરટ્રેન જાળવી રાખવામાં આવી છે. આ કાર 59 kWh અને 79 kWhના બેટરી પેકની સાથે ઉપલબ્ધ છે. તેમાં પાછળના વ્હીલ પર લાગેલી સિંગલ ઇલેક્ટ્રિક મોટર ૨૮૬ hp સુધીનો મહત્તમ પાવર અને ૩૮૦ Nm નો ટોર્ક જનરેટ કરે છે. ૭૯ kWh ધરાવતા મોટા બેટરી પેક સાથે સિંગલ ચાર્જમાં ૬૮૨ કિલોમીટર સુધીની (MIDC ક્લેમ કરેલી) રેન્જ મળે છે. આ સિવાય, કંપનીએ ગ્રાહકો માટે એક નવું 70 kWh બેટરી પેક વેરિઅન્ટ પણ લોન્ચ કર્યું છે.
