ICC રેન્કિંગથી નક્કી થશે ટીમો, દક્ષિણ આફ્રિકાના કારણે આ દેશને મળી મોટી રાહત!

3 Min Read

ODI વર્લ્ડ કપ 2027: ICC રેન્કિંગથી નક્કી થશે ટીમો, દક્ષિણ આફ્રિકાના કારણે કઈ ટીમને મળી રાહત?

વનડે વર્લ્ડ કપ 2027ના આયોજનને હજુ સમય છે, પરંતુ ક્રિકેટ જગતમાં તેની ચર્ચાઓ અત્યારથી જ શરૂ થઈ ગઈ છે. આગામી સમયમાં રમાનારા આ મહાકુંભમાં ICC વનડે રેન્કિંગ ખૂબ જ નિર્ણાયક ભૂમિકા ભજવવાનું છે. ખાસ કરીને રેન્કિંગમાં ઉપર નીચે થતા ક્રમ ટીમોનું ભવિષ્ય નક્કી કરશે. આ દરમિયાન દક્ષિણ આફ્રિકાની સ્થિતિએ એક ખાસ ટીમને મોટી રાહત આપી છે.

કુલ 14 ટીમો લેશે ભાગ, યજમાન દેશોની સ્થિતિ શું છે?

2027નો વનડે વર્લ્ડ કપ ત્રણ દેશોની સંયુક્ત યજમાનીમાં રમાવાનો છે, જેમાં દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામીબિયાનો સમાવેશ થાય છે. આ વખતે ટૂર્નામેન્ટમાં કુલ 14 ટીમો મેદાનમાં ઉતરશે. નિયમ મુજબ, યજમાન દેશો સિવાયની બાકીની ટીમોની પસંદગી ICC રેન્કિંગના આધારે કરવામાં આવશે. ICC દ્વારા નક્કી કરવામાં આવેલી કટ-ઓફ ડેટ સુધી જે ટીમો ટોપ-8માં હશે, તેમને સીધી એન્ટ્રી મળશે.

- Advertisement -

ryan1.jpg

દક્ષિણ આફ્રિકા ટોપ-5માં હોવાનો ફાયદો કોને?

વર્તમાન ICC વનડે રેન્કિંગ પર નજર કરીએ તો દક્ષિણ આફ્રિકાની ટીમ પાંચમા ક્રમે છે. દક્ષિણ આફ્રિકા યજમાન હોવાને કારણે પહેલેથી જ ક્વોલિફાય થઈ ગયું છે. આનો અર્થ એ થયો કે રેન્કિંગમાં હવે ટોપ-8 નહીં, પણ નવમા નંબર સુધીની ટીમો માટે વર્લ્ડ કપના દ્વાર ખુલી શકે છે. જો દક્ષિણ આફ્રિકા ટોપ-8માં જ રહે છે, તો નવમા ક્રમની ટીમને ડાયરેક્ટ એન્ટ્રીનો લાભ મળશે.

- Advertisement -

બાંગ્લાદેશ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે જંગ

હાલના રેન્કિંગ મુજબ બાંગ્લાદેશ નવમા અને વેસ્ટ ઈન્ડિઝ દસમા સ્થાને છે. જોકે, વર્તમાન રેન્કિંગ અંતિમ નથી. આવતા વર્ષે માર્ચ મહિના સુધીમાં જે રેન્કિંગ હશે તે ફાઈનલ ગણાશે. અત્યારની સ્થિતિએ બાંગ્લાદેશ સુરક્ષિત દેખાય છે, પરંતુ જો વેસ્ટ ઈન્ડિઝ સારું પ્રદર્શન કરીને નવમા સ્થાને આવી જાય, તો બાંગ્લાદેશે ક્વોલિફાયર રાઉન્ડ રમવો પડી શકે છે. આ બંનેમાંથી જે ટીમ પાછળ રહેશે, તેણે અન્ય ટીમો સાથે ક્વોલિફાયર રમીને પોતાની જગ્યા બનાવવી પડશે.

wi.jpg

ઝિમ્બાબ્વે અને નામીબિયાનું શું થશે?

અન્ય બે યજમાન દેશોની વાત કરીએ તો, ઝિમ્બાબ્વે હાલ રેન્કિંગમાં 11મા ક્રમે છે. તેમ છતાં, યજમાન હોવાને કારણે ઝિમ્બાબ્વેને વર્લ્ડ કપમાં સીધો પ્રવેશ મળી ગયો છે. બીજી તરફ નામીબિયાની સ્થિતિ થોડી અલગ છે. નામીબિયા ભલે યજમાન દેશ હોય, પણ તે ICCનું પૂર્ણ સભ્ય (Full Member) નથી. આ કારણોસર નામીબિયાને સીધી એન્ટ્રી મળી નથી. તેમને વર્લ્ડ કપમાં સ્થાન મેળવવા માટે પહેલા ક્વોલિફાયર મેચો રમવી પડશે અને તેમાં જીત મેળવવી અનિવાર્ય રહેશે.

- Advertisement -
TAGGED:
Share This Article