ઓનલાઈન શોપિંગમાં તમારી સાથે પણ થઈ રહી છે છેતરપિંડી? જાણો શું છે ‘ડાર્ક પેટર્ન’નું સત્ય!

By
Halima Shaikh
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a...
5 Min Read

સાંભળો! ઓનલાઈન શોપિંગમાં આ ભૂલ કરી તો ખિસ્સા ખાલી થઈ જશે, જાણો કેવી રીતે બચવું?

આજનો યુગ ડિજિટલ યુગ છે. ઘર બેઠા વસ્તુઓ ખરીદવાની સુવિધાએ આપણા જીવનને ખૂબ જ સરળ બનાવી દીધું છે. એક ક્લિક કરો અને વસ્તુ તમારા ઘરના દરવાજા સુધી પહોંચી જાય છે. પરંતુ, શું તમે ક્યારેય નોંધ્યું છે કે ઓનલાઈન શોપિંગ કરતી વખતે ઘણીવાર તમારી સાથે કંઈક ‘અજીબ’ થાય છે? જેમ કે, તમે જે કિંમત જોઈ હોય તે છેલ્લે પેમેન્ટ કરતી વખતે વધી જાય, અથવા તમારી જાણ બહાર કાર્ટમાં કોઈ પ્રોડક્ટ ઉમેરાઈ જાય? જો આવું તમારી સાથે વારંવાર થતું હોય, તો સાવધાન થઈ જાવ, કારણ કે તમે ‘ડાર્ક પેટર્ન’ (Dark Patterns) નામના ડિજિટલ છળકપટનો શિકાર બની રહ્યા છો.

Seekho app scam

- Advertisement -

ડાર્ક પેટર્ન એટલે શું?

સરળ શબ્દોમાં કહીએ તો, ડાર્ક પેટર્ન એટલે ઈ-કોમર્સ વેબસાઇટ્સ અને એપ્સ દ્વારા ઉપયોગમાં લેવાતી એવી ચાલાકીભરી ડિઝાઇન અને ઇન્ટરફેસ, જે ગ્રાહકને એવી રીતે મજબૂર કરે છે કે તે કોઈ એવી વસ્તુ ખરીદી લે અથવા એવો નિર્ણય લે જે તે સામાન્ય સંજોગોમાં ન લેત. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રાહકની મરજી વિરુદ્ધ તેમના ખિસ્સામાંથી વધુ પૈસા કઢાવવાનો, વધારાની માહિતી મેળવવાનો અથવા તેમને અનિચ્છનીય સેવાઓ લેવા માટે દબાણ કરવાનો હોય છે.

એક આઘાતજનક રિપોર્ટ: આંકડા જે ચોંકાવી દેશે

માર્કેટ રિસર્ચ ફર્મ ‘ડેટમ ઇન્ટેલિજન્સ’નો એક નવો રિપોર્ટ ‘ડાર્ક પેટર્ન ઇન ઇન્ડિયા’ તાજેતરમાં સામે આવ્યો છે, જેણે ડિજિટલ માર્કેટમાં ચાલી રહેલી ગડબડ પરથી પડદો ઉઠાવ્યો છે. રિપોર્ટ મુજબ, ભારતમાં અત્યારે આશરે 30.4 કરોડ ઓનલાઈન ખરીદદારો છે. આમાંથી આશ્ચર્યજનક રીતે 88% લોકો કોઈને કોઈ રીતે આ ડાર્ક પેટર્નનો ભોગ બની રહ્યા છે.

- Advertisement -

આ ભ્રામક પદ્ધતિઓને કારણે ભારતીય ગ્રાહકોને દર વર્ષે અંદાજે 25,000 થી 28,000 કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. જો આપણે દરેક ગ્રાહકની વાત કરીએ, તો દરેક પ્રભાવિત વ્યક્તિને દર મહિને સરેરાશ 78 થી 87 રૂપિયાનું સીધું નુકસાન થઈ રહ્યું છે. આ રકમ એક વ્યક્તિ માટે ભલે નાની લાગે, પણ જ્યારે લાખો ગ્રાહકોનો સરવાળો થાય છે, ત્યારે તે એક વિશાળ આર્થિક નુકસાન બની જાય છે.

છુપા ચાર્જ (Hidden Fees): સમસ્યાનું મૂળ

રિપોર્ટ અનુસાર, સૌથી મોટી સમસ્યા ‘હિડન ફી’ અથવા છુપા ચાર્જની છે. જે લોકો ઓનલાઈન પેમેન્ટ કરે છે, તેમાંથી 63% ગ્રાહકોએ આ સમસ્યાનો સામનો કર્યો છે. તમે એક વસ્તુ પસંદ કરી, તેની કિંમત જોઈ અને અંતે જ્યારે તમે કાર્ડ કે યુપીઆઈથી પેમેન્ટ કરવા જાવ, ત્યારે તેમાં અચાનક ‘સર્વિસ ચાર્જ’, ‘કન્વિનિયન્સ ફી’ કે અન્ય કોઈ ન ગણાવેલા ટેક્સ ઉમેરાઈ જાય છે. 2024માં આ આંકડો 52% હતો, જે હવે વધીને 63% પર પહોંચ્યો છે. આ સ્પષ્ટ કરે છે કે ઓનલાઈન પ્લેટફોર્મ્સ ગ્રાહકોની અજ્ઞાનતાનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે.

USSD Scam

- Advertisement -

ગ્રાહકો જાગૃત હોવા છતાં કેમ ફસાય છે?

આ રિપોર્ટનો સૌથી રસપ્રદ અને ચિંતાજનક પહેલું એ છે કે 81% ગ્રાહકો જાણે છે કે ડાર્ક પેટર્ન શું છે. તેઓ ડાર્ક પેટર્નને ઓળખી શકે છે, તેમ છતાં 85% લોકો આ ભ્રામક જાળમાં ફસાઈ જાય છે. આનું કારણ પ્લેટફોર્મ્સની મનોવૈજ્ઞાનિક રમત છે. તેઓ તમને એવી રીતે અટવાઈ જવા મજબૂર કરે છે (જેને ‘ફોર્સ્ડ એક્શન’ કહેવાય છે) કે તમે વિચાર્યા વિના જ ‘ઓકે’ કે ‘પે’ બટન દબાવી દો છો.

જ્યારે ગ્રાહકોને નુકસાન થાય છે અને તેઓ ફરિયાદ કરે છે, ત્યારે પણ રસ્તો આસાન નથી હોતો. 53% લોકો કંપનીને ફરિયાદ કરે છે, પરંતુ તેમાંથી માત્ર 23% લોકોને જ સંતોષકારક ઉકેલ મળે છે. બાકીના લોકો નિરાશ થઈને બેસી રહે છે.

કયા ક્ષેત્રોમાં સૌથી વધુ છેતરામણી?

આ અભ્યાસ 2026ની પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન 50 શહેરોના 2,590 ગ્રાહકો પર કરવામાં આવ્યો હતો. રિપોર્ટ મુજબ:

  1. ઓનલાઈન ટ્રાવેલ સેક્ટર: અહીં ‘ડ્રિપ પ્રાઇસિંગ’નો ખેલ સૌથી વધુ ચાલે છે. જ્યારે તમે ફ્લાઇટ કે હોટલ બુક કરો ત્યારે શરૂઆતમાં કિંમત ખૂબ ઓછી દેખાડવામાં આવે છે, પરંતુ અંતે ટેક્સ અને ફી ઉમેરાતા કિંમત ખૂબ વધી જાય છે.

  2. ક્વિક કોમર્સ: આ પ્લેટફોર્મ્સ પર ‘ફોલ્સ અર્જન્સી’ (ખોટી તાકીદ) જોવા મળે છે. “માત્ર 2 મિનિટ બાકી”, “સ્ટોક પૂરો થવામાં છે”, “બીજા 10 લોકો આ વસ્તુ જોઈ રહ્યા છે” – આવા મેસેજ આપીને ગ્રાહકને દબાણ હેઠળ ખરીદી કરાવવામાં આવે છે.

આનું પરિણામ શું આવે છે?

ડાર્ક પેટર્નની અસર માત્ર ખિસ્સા સુધી મર્યાદિત નથી. તે કંપનીઓ માટે પણ લાંબાગાળે નુકસાનકારક છે. રિપોર્ટ કહે છે કે 36% થી 45% ગ્રાહકોએ એવા પ્લેટફોર્મનો ઉપયોગ ઘટાડી દીધો છે અથવા તો સાવ બંધ કરી દીધો છે જ્યાં તેમને છેતરપિંડીનો અનુભવ થયો હોય. ગ્રાહકોનો વિશ્વાસ એકવાર ડગમગી જાય તો તેને પાછો મેળવવો મુશ્કેલ છે.

Share This Article
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a wide range of topics including social issues, current events, and community stories with a focus on accuracy and cultural relevance. With a deep connection to Gujarati readers, Halima strives to present news that is informative, trustworthy, and easy to understand. Follow Halima Shaikh on Satya Day News for timely updates and meaningful content — all in your own language.