એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતોને મળશે ફાર્મર આઈ.ડી., પીએમ કિસાન માટે નોંધણી ફરજિયાત

By
Arati Parmar
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding...
2 Min Read

પીએમ કિસાન યોજનાના આગામી હપ્તા માટે ફાર્મર રજીસ્ટ્રેશન ફરજિયાત

ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી ‘એગ્રીસ્ટેક પ્રોજેક્ટ’ (Agristack Project) હેઠળ કૃષિ ક્ષેત્રે મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત હવે દરેક ખેડૂતને આધાર કાર્ડની જેમ જ ‘યુનિક ફાર્મર આઈડી’ (Farmer ID) આપવામાં આવશે. આ આઈડી દ્વારા ખેડૂતોને મળતી સરકારી યોજનાઓની સહાય વધુ પારદર્શક અને ઝડપી બનશે.

પીએમ-કિસાન યોજના માટે મહત્વની સૂચના

કેન્દ્ર સરકાર દ્વારા ‘પીએમ-કિસાન યોજના’ (PM-KISAN) ના આગામી ૨૨મા હપ્તાના નાણાં મેળવવા માટે ફાર્મર આઈડીની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે. જે ખેડૂતોએ આ રજીસ્ટ્રેશન નહીં કરાવ્યું હોય, તેમને યોજનાનો આગામી લાભ મેળવવામાં મુશ્કેલી પડી શકે છે. તેથી, દરેક લાભાર્થી ખેડૂત માટે આ નોંધણી કરાવવી અનિવાર્ય છે.

PM Kisan Farmer ID Registration 1.png

નોંધણી ક્યાં અને કેવી રીતે કરાવવી?

ખેડૂતો પોતાની અનુકૂળતા મુજબ નીચેના સ્થળોએ જઈને નોંધણી કરાવી શકે છે:

- Advertisement -
  • ગામના VCE/VLE: જે-તે ગામના કોમ્પ્યુટર ઓપરેટર (VCE/VLE) પાસે જઈને.

  • જનસેવા કેન્દ્ર: નજીકના જનસેવા કેન્દ્ર પર જઈને પણ રજીસ્ટ્રેશન કરાવી શકાય છે.

નોંધણી માટે જરૂરી દસ્તાવેજો

નોંધણી પ્રક્રિયા માટે ખેડૂતોએ નીચે મુજબના દસ્તાવેજો સાથે રાખવાના રહેશે:

૧. આધાર કાર્ડ.

- Advertisement -

૨. આધાર કાર્ડ સાથે લિન્ક થયેલો ચાલુ મોબાઈલ નંબર (OTP માટે).

૩. જમીનની વિગતો (૭/૧૨ અને ૮-અ ના ઉતારા).

PM Kisan Farmer ID Registration 2.png

- Advertisement -

જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની યાદીમાં જણાવ્યા મુજબ, ભવિષ્યમાં કોઈપણ સરકારી સહાય મેળવવામાં અડચણ ન આવે તે માટે તમામ ખેડૂતોને વહેલી તકે ફાર્મર રજીસ્ટ્રેશન કરાવી લેવા નમ્ર અનુરોધ કરવામાં આવ્યો છે.

Share This Article
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding of regional culture, social issues, and current events, she brings clarity, authenticity, and relevance to every piece she writes. Arati is committed to presenting factual and reader-friendly news content that resonates with the Gujarati-speaking audience. Follow her for trusted local news, thoughtful insights, and culturally rooted reporting — all in your language.