ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક અદાલત યોજાશે
વલસાડ જિલ્લો અને સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકણ માટે સિનિયર સુપ્રીન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસ, વલસાડ ડિવિઝન ખાતે તા.૨૯.૧૨.૨૦૨૫ ના રોજ બપોરે ૧૨ કલાકે “ડાક અદાલત”નું આયોજન કરવામાં આવ્યુ છે. આ અદાલતમાં નીતિવિષયક મુદ્દા સિવાય ટપાલ સેવાને લગતા અન્ય મુદ્દાઓ સંબંધિત ફરિયાદો સાંભળી નિકાલ કરવામાં આવશે. “ટપાલ સેવા” સંબંધી અદાલતમાં રજુ કરવાની ફરિયાદો સિનિયર સુપ્રીન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસ, વલસાડ ડિવિઝન વલસાડ- ૩૯૬૦૦૧ ને મોડામાં મોડી તા.૨૬.૧૨.૨૦૨૫ સુધીમાં મળી જાય તે રીતે મોકલવાની રહેશે. નિર્ધારિત સમય મર્યાદા બાદ મળેલી ફરિયાદો ધ્યાનમાં લેવામાં આવશે નહિ એવુ સિનિયર સુપ્રીન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસ વલસાડ ડિવિઝનની અખબારી યાદીમાં જણાવાયુ છે.
