કચ્છ: લોક સુનાવણીના નામે લોલંલોલ, માંડવીનાં પુનડી ગામે લોક સુનાવણીમાં લોકો જ હાજર રહ્યા નહીં, હવે નવેસરથી સુનાવણી થશે કે કુલડીમાં ગોળ ભંગાશે?

By
Halima Shaikh
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a...
2 Min Read

ખાલી ખુરશીઓ વચ્ચે યોજાઈ લોક સુનાવણી: જીપીસીબી અને પ્રાંત અધિકારીઓના વહીવટ સામે સવાલો

ગુજરાતીમાં કહેવત છે ને કે”કુલડીમાં ગોળ ભાંગવો”..આનો અર્થ થાય છે કે કોઈ કામ ગુપ્ત રીતે કરવું, કોઈને ખબર ન પડે તેમ છૂપી રીતે ભાગીદારી કરવી અથવા પોતાનામાં જ વાત રાખીને પતાવી દેવી, કોઈને જાણ કર્યા વિના અંદરોઅંદર નક્કી કરી લેવું, જેવી કે ચોરીછૂપીથી બંદોબસ્ત કરી લેવો..હવે આવી વાત કચ્છનાં માંડવીમાં આવેલા પુનડી ગામની લોક સુનાવણી અંગે થઈ છે. લોક સુનાવણીમાં લોકો જ હાજર રહ્યા ન હતા અને લોક સુનાવણીનાં નામે તાયફો કરવામાં આવ્યો હતો.

WhatsApp Image 2025 12 17 at 5.45.45 PM.jpeg

- Advertisement -

વાત એ છે માંડવી તાલુકાના પુનડી ગામે આજે બેન્ટોનાઈટ માઇનિંગ લીઝની લોક સુનાવણી યોજાઇ હતી. જેમાં ઉપસ્થિત જીપીસીબીના ઇન્ચાર્જ અધિકાર અને પ્રાંત અધિકારીએ લોક સુનાવણી કરી હતી પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે આ લોક સુનાવણી એટલે કે પબ્લિક હિયરિંગમાં પબ્લિક તો હતી નહીં અને લોક સુનાવણી પુરી કરી દેવાની જાહેરાત કરી દેવામાં આવી હતી. આ સમગ્ર મામલે હાલ તો અનેક તર્કવિતર્ક સર્જાયા છે ત્યારે સરકારી બાબુઓ ક્યાંક લોકશાહીની મજાક કરતા હોય તેમ પબ્લિક હિયરિંગ ઉપરથી લાગી રહ્યું છે. લોક સુનાવણીનો ખરો અર્થ સરતો નથી અને માત્ર દેખાડા ખાતર જ લોક સુનાવણી કરવામાં આવી હોય તેનું ચાડી ખાય છે.

અગાઉ કચ્છમાં આવેલી મોટી મોટી કંપનીઓ અને માઈનીંગ લીઝની અનેકવાર સુનાવણી થઈ છે જેમાં ગ્રામજનો દ્વારા અનેકવાર વિરોધના સુર ઉઠાવ્યા છે ત્યારે આજે માંડવી તાલુકાના પુનડી ગામે થયેલા પબ્લિક હિયરીંગ એ માત્ર અધિકારીઓની હિયરિંગ જ બનીને સિમિત રહી હતી કારણ કે આ સુનાવણીમાં પબ્લિક તો હતી જ નહીં. હાલ મામલે જાગૃત નાગરિકો અને ગ્રામજનો આશ્ચર્યચકિત થયા છે અને એવું લાગે છે કે આવનાર દિવસોમાં અધિકારીઓ અને માઈનિંગ કંપની બેન્ટોનાઈટ માઇનિંગની સામે ગ્રામજનો આંદોલનનો માર્ગ અપનાવે તેવી આશંકા નકારી શકાતી નથી.

- Advertisement -
Share This Article
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a wide range of topics including social issues, current events, and community stories with a focus on accuracy and cultural relevance. With a deep connection to Gujarati readers, Halima strives to present news that is informative, trustworthy, and easy to understand. Follow Halima Shaikh on Satya Day News for timely updates and meaningful content — all in your own language.