રાઘવ ચઢ્ઢાએ કેમ છોડ્યો સાથ? જાણો પક્ષપલટા કાયદાનું એ ગણિત જેના કારણે સાંસદ પદ બચી ગયું

3 Min Read

AAP માં મોટું ભંગાણ: રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદો ભાજપમાં ભળ્યા, જાણો દલબદલ કાયદાનું જટિલ ગણિત

રાજકારણમાં જ્યારે કોઈ મોટો નેતા પક્ષ છોડે છે, ત્યારે તેની પાછળ માત્ર વિચારધારા જ નહીં, પણ કાયદાકીય મજબૂરીઓ પણ હોય છે. રાઘવ ચઢ્ઢાએ એકલા ભાજપમાં જોડાવાને બદલે પોતાની સાથે અન્ય 6 સાંસદોને લીધા છે. આ પાછળનું મુખ્ય કારણ છે ભારતનું બંધારણ અને ‘દલબદલ વિરોધી કાયદો’.

પક્ષપલટા વિરોધી કાયદો: 2/3 (બે-તૃતીયાંશ) નું ગણિત શું છે?

ભારતના બંધારણની દસમી અનુસૂચિ (10th Schedule) મુજબ, જો કોઈ ચૂંટાયેલો સભ્ય (સાંસદ કે ધારાસભ્ય) સ્વેચ્છાએ પોતાનો પક્ષ છોડી દે, તો તેનું સભ્યપદ રદ થઈ જાય છે. પરંતુ, આ કાયદામાં એક ખાસ જોગવાઈ છે. જો કોઈ પક્ષના બે-તૃતીયાંશ (2/3) અથવા તેનાથી વધુ સભ્યો એકસાથે મળીને કોઈ બીજા પક્ષમાં વિલય કરે, તો તેમની સદસ્યતા રદ થતી નથી.

- Advertisement -

ragav chad.jpg

આમ આદમી પાર્ટી પાસે રાજ્યસભામાં કુલ 10 સાંસદો છે. કાયદા મુજબ, સદસ્યતા બચાવવા માટે ઓછામાં ઓછા 7 સાંસદો (10 ના 2/3 એટલે કે આશરે 7) ની સહમતિ જરૂરી હતી. રાઘવ ચઢ્ઢાએ બરાબર આ જ આંકડો પકડ્યો છે. આ સાત સાંસદોના જૂથે ભાજપ સાથે વિલયની જાહેરાત કરી છે, જેથી તેઓ એપ્રિલ 2028 (અને સ્વાતિ માલીવાલ 2030) સુધી રાજ્યસભાના સભ્ય પદે યથાવત રહી શકશે.

- Advertisement -

પંજાબ માટે આ ‘મહા-ભંગાણ’ ના સંકેતો

આ ઘટનાક્રમથી સૌથી મોટો ફટકો પંજાબની સત્તારૂઢ AAP સરકારને પડ્યો છે. જે સાત સાંસદોએ પક્ષ બદલ્યો છે, તેમાંથી 6 પંજાબના છે.

  1. રાઘવ ચઢ્ઢા: પક્ષના મુખ્ય વ્યૂહરચનાકાર.
  2. સંદીપ પાઠક: રાષ્ટ્રીય સંગઠન મંત્રી, જેમને ‘ચૂંટણી જીતાડનાર મશીન’ માનવામાં આવતા હતા.
  3. હરભજન સિંહ: પૂર્વ ક્રિકેટર અને મોટો સેલિબ્રિટી ચહેરો.
  4. અશોક મિત્તલ: LPU ના સ્થાપક અને અગ્રણી શિક્ષણશાસ્ત્રી.
  5. વિક્રમજીત સિંહ સાહની: ઉદ્યોગપતિ અને મોટો ચહેરો.
  6. રાજીન્દર ગુપ્તા: પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ.

પંજાબ વિધાનસભાની ચૂંટણીને હવે માત્ર 10 મહિના બાકી છે. એવામાં પક્ષના આટલા મોટા ગજાના નેતાઓનું ભાજપમાં જવું એ મુખ્યમંત્રી ભગવંત માન માટે ચિંતાનો વિષય છે. હવે પંજાબથી રાજ્યસભામાં AAP ના માત્ર એક જ પ્રતિનિધિ બલબીર સિંહ સીચેવાલ રહ્યા છે.

ragav chad1.jpg

સ્વાતિ માલીવાલ અને દિલ્હીનું રાજકારણ

દિલ્હીથી રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ છેલ્લા લાંબા સમયથી પક્ષના નેતૃત્વથી નારાજ હતા. પક્ષ તેમને કાઢી શકતો નહોતો (કારણ કે કાઢવાથી સદસ્યતા બચી જાય છે પણ તેઓ અપક્ષ ગણાય) અને સ્વાતિ પોતે રાજીનામું આપી શકતા નહોતા (કારણ કે રાજીનામું આપવાથી સદસ્યતા જતી રહે છે). રાઘવ ચઢ્ઢાના આ ‘વિલય’ પ્લાને સ્વાતિ માલીવાલને સુરક્ષિત રસ્તો આપ્યો છે. હવે તેઓ 2030 સુધી ભાજપના સાંસદ તરીકે રાજ્યસભામાં રહેશે.

- Advertisement -

બાકી બચેલા ત્રણ સાંસદોની સ્થિતિ

હવે આમ આદમી પાર્ટી પાસે રાજ્યસભામાં માત્ર 3 સાંસદો બચ્યા છે:

  • સંજય સિંહ
  • એન.ડી. ગુપ્તા
  • બલબીર સિંહ સીચેવાલ
Share This Article