રાજકોટના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખી રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ડૂબેલાં નાણાં ની વસુલાત કરી નાણાં કઢાવી આપી ઊંચું કમિશન વસુલતા હોવા અંગેનો આક્ષેપ કરી પોલીસખાતા માં ચાલતા ભ્રષ્ટાચાર મામલે રજુઆત કરી છે, રાજકોટ પોલીસ કમિશનરે એક કિસ્સામાં રૂ.15 કરોડની ઉઘરાણીનો હવાલો રાખી નાણાંની ઉઘરાણી કરાવી તે રકમ માંથી 15 ટકા હિસ્સો લીધો હતો, PI મારફત 75 લાખ જેવી ઉઘરાવી તેઓ એ ઉઘરાવી લીધી છે.
રાજકોટ માં સામેની પાર્ટી પૈસા ન આપતી હોય તેવા કેસ હાથ માં લઇ પૈસાની ઉઘરાણી કરવાના હવાલા લઈ રહ્યા છે, જેના ઘણા કિસ્સાઓ રાજકોટમાં બન્યા છે આ પૈકી એક કિસ્સા માં રાજકોટના મહેશભાઈ સખિયા સાથે આઠેક માસ પહેલાં આશરે 15 કરોડની છેતરપિંડી થઈ હતી જે અંગેની FIR નહીં ફાડીને મહેશભાઈ પાસેથી ઉઘરાણીના જે પૈસા આવે એમાંથી 15 ટકા લેખે હિસ્સો માગ્યો હતો.

ક્રાઇમ બ્રાંચે કાર્યવાહી કરીને સાતેક કરોડની વસૂલાત કરી છે, જે પૈકી 75 લાખ રૂપિયા કમિશનરે એક PI મારફત વસૂલ્યા છે, બાકીની 30 લાખની ઉઘરાણી જે-તે PI ફોનથી કરી રહ્યા છે. આ જ રકમમાંથી એક ફ્લેટ લીધો છે. આમ, પોલીસ કમિશનર આવા ડૂબેલાં નાણાં ટકાવારીથી વસૂલવાનું પણ કામ કરે છે, પોલીસ કમિશનરે લીધેલી 75 લાખની રકમ મામલે ગૃહમંત્રી ને પત્ર લખી રજુઆત થઈ છે.
રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા એ પણ ગોવિંદ પટેલની વાતને સમર્થન આપ્યું છે. તેઓએ પણ અગાઉ પોલીસ વિરુદ્ધ ફરિયાદો કરેલી જ છે અને ગોવિંદભાઈ આ કેસને લઈને જ્યારે ગાંધીનગર રજૂઆત કરવા ગયા હતા ત્યારે તેઓ તેમની સાથે જ હોવાની વાત કરી હતી. ગોવિંદભાઇને વાતને સમર્થન આપી જણાવ્યુ કે કમિશનરનું કામ ઉઘરાણી કરવાનું છે. જમીનોના સેટલમેન્ટ કરવાનું છે અને હપ્તાખોરીનું કામ ચાલુ જ છે. ખરેખર ન થવું જોઈએ. સરકારે પગલાં ભરવા જોઇએ તેવી તેઓ એ મીડિયા હાઉસ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.