જામનગરમાં મકાન પચાવી પાડવા માટે 9 વર્ષની સાવકી પુત્રી પર અત્યાચાર અને હત્યાના કેસમાં રિમાન્ડ પર રહેલા સાવકા બાપ ચેતન કલ્યાણીએ પોલીસની પૂછપરછની આકરી રીતમાં ભાંગી જઇ આખો સિલસિલો વર્ણવ્યો હતો. તેણે બાળકીને તડપાવી તેની માતાને પરત બોલાવવાનો કીમિયો અપનાવ્યો હતો. આ કીમિયા માટે તેણે અને તેના બે સંતાનોએ ફિલ્મોને પણ આંટે તેવી ટોર્ચરની રીતો અપનાવી શેતાની અત્યાચાર ગુજાર્યો હતો.
સહી કરવા માટે પત્ની ન આવતા તેને પાછા બોલાવવા માટે શું કરવું તે વિચારમાં ચેતનના મગજમાં શૈતાની તરકીબ આવી હતી, તે બાળકીને તડપાવી હાથો બનાવી માતાને બોલાવવા માગતો હતો. ચેતન પુત્રીને અસહ્ય માર મારતો અને ચીસો રેકોર્ડ કરતો હતો. બાળકીને ડામ આપવાના વીડિયો ઉતારી તેની માતાને મોકલતો હતો. આટલું જોઇ કાગળો પર સહી કરી નાખશે તેવી તેને આશા હતી, પણ માતા ન આવતા તેણે ટોર્ચર કરવાની તીવ્રતા વધારી નાખી હતી.
સાવકી બહેન હેર ડ્રાયર ચાલુ કરી બાળકીના કાનમાં ડામ દેતી હતી. ચેતને બાળકીના હાથ પગ તોડી નાંખ્યા હતા. આટલાથી ન અટકતા ચેતને યાતના આપવાની જવાબદારી તેના 16 વર્ષના પુત્રને સોંપી દીધી હતી. પુત્ર પણ બાપ જેવો જ હેવાન નીકળ્યો હતો. તે બાળકીને માર મારી દુષ્કર્મ આચરતો હતો. આટલાથી ન અટકી સૃષ્ટિ વિરુધ્ધના કૃત્યો શરૂ કરી દીધા હતા જેને કારણે બાળકીને ગુપ્ત ભાગે રસી થઇ ગયા હતા.