રાજકોટ શહેરમાં વધતા જતા ચોરીના બનાવો અટકાવવા અને નોંધાયેલા ગુન્હાઓના ભેદ ઉકેલવા પોલીસ દ્વારા સતત તસ્કરો ઉપર વોચ રાખવામાં આવી રહી છે. ત્યારે ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે છ મહિના દરમિયાન વાહનોની ઉઠાંતરી કરી કારખાનાના શટર કાપી લોખંડની ચોરી કરતી બેલડીને ઝડપી લઇ 11 ગુન્હાઓના ભેદ ઉકેલી નાખ્યા છે તેમજ ચોરાઉ વાહનો સહીત 13 લાખ રૂપિયાનો સો ટકા મુદામાલ રિકવર કરી વધુ ચોરીઓના ભેદ ઉકેલાય તેવી આશાએ બંનેના 14 દિવસના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.