ઋષભ પંતે આયુષ બડોનીને આપ્યું પોતાનું ખાસ બેટ, પણ સાથે જ આપી દીધી આ ‘ચતુર’ ચેતવણી!

3 Min Read

રિષભ પંતે આયુષ બડોનીને પોતાનું ફેવરિટ બેટ આપતા આપી ચેતવણી: ‘આને તોડતો નહીં’

આઈપીએલ 2026 (IPL 2026) ની શરૂઆત પહેલા મેદાનની બહાર ખેલાડીઓ વચ્ચેની કેમિસ્ટ્રી ચાહકોનું દિલ જીતી રહી છે. લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) ના કેપ્ટન રિષભ પંત અને યુવા બેટ્સમેન આયુષ બડોની વચ્ચેની દોસ્તીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પંત તેના સાથી ખેલાડીને બેટ ભેટમાં આપતો અને સાથે જ મજાકિયા અંદાજમાં ચેતવણી આપતો જોવા મળે છે.

પ્રી-સીઝન કેમ્પમાં જોવા મળી શાનદાર કેમિસ્ટ્રી

લખનૌ સુપર જાયન્ટ્સ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં રિષભ પંત તેના કલેક્શનમાંથી એક ખાસ બેટ કાઢીને આયુષ બડોનીને આપે છે. પંતે કહ્યું, “આ શોર્ટ-હેન્ડલ વાળું બેટ છે, જેવું તને પસંદ છે. આને તોડતો નહીં, આ બહુ સારું બેટ છે.” પંતની આ વાત ભલે મજાકમાં હોય, પણ તે ટીમમાં સિનિયર અને જુનિયર ખેલાડીઓ વચ્ચેના મજબૂત સંબંધોની ઝલક આપે છે.

- Advertisement -

pant.jpg

રિષભ પંત આ સીઝનમાં LSG ની કમાન સંભાળી રહ્યો છે અને તે આ ટુર્નામેન્ટના સૌથી મોટા ભારતીય સ્ટાર્સમાંનો એક છે. તેની હાજરી માત્ર ડ્રેસિંગ રૂમનું વાતાવરણ જ નહીં, પણ મેદાન પર ટીમનું મનોબળ પણ વધારે છે.

- Advertisement -

આયુષ બડોની: લખનૌનો ઉભરતો સ્ટાર

આયુષ બડોની હવે માત્ર ટીમનો એક સામાન્ય સભ્ય નથી રહ્યો, પરંતુ તે લખનૌના મિડલ ઓર્ડરનો એક ભરોસાપાત્ર સ્તંભ બની ગયો છે. તાજેતરમાં જ તેને ન્યૂઝીલેન્ડ સામેની વનડે શ્રેણી માટે ભારતીય ટીમમાં પણ સ્થાન મળ્યું હતું, જે તેના વધતા જતા કદની સાબિતી છે. આવા સમયે જ્યારે કેપ્ટન પોતે તેને પ્રોત્સાહિત કરે અને પોતાનું બેટ આપે, ત્યારે યુવા ખેલાડીનો આત્મવિશ્વાસ બેગણો થઈ જતો હોય છે.

પ્રથમ ટાઇટલ જીતવા પર લખનૌની નજર

લખનૌની ટીમ IPL 2026 માં પોતાની પ્રથમ ટ્રોફી જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. ટીમમાં પંત જેવા અનુભવી અને બડોની જેવા યુવા ખેલાડીઓનું સંતુલન તેને મજબૂત દાવેદાર બનાવે છે. સીઝનની શરૂઆત પહેલા જે પ્રકારનું હકારાત્મક વાતાવરણ કેમ્પમાં જોવા મળી રહ્યું છે, તે ફ્રેન્ચાઈઝી માટે સારા સંકેત છે.

- Advertisement -

LSG પોતાનું અભિયાન દિલ્હી કેપિટલ્સ સામે શરૂ કરવા જઈ રહ્યું છે. એક તરફ પંત પર સૌની નજર હશે, તો બીજી તરફ ચાહકો એ જોવા પણ આતુર હશે કે શું આયુષ બડોની પંતે આપેલા તે ‘ખાસ બેટ’થી મેદાન પર ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવે છે કે નહીં. જો કેમ્પમાં દેખાયેલી આ એકતા અને મસ્તી મેદાન પર સાતત્યપૂર્ણ પ્રદર્શનમાં ફેરવાય, તો લખનૌ માટે આ સીઝન યાદગાર બની શકે છે.

Share This Article