કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોન મળવાથી દુનિયાભરમાં ફરી એક વાર ભયનો માહોલ ફેલાઈ ગયો છે. અમેરિકામાં કોરોના વાયરસના નવા સ્વરૂપ ઓમિક્રોનના પ્રથમ કેસની પુષ્ટિ થઈ ગઈ છે. કૈલિફોર્નિયાનો એક શખ્સ વાયરસના આ નવા સ્વરૂપથી સંક્રમિત થયો છે. તો વળી ઓમિક્રોનના ખતરાને જોતા કેટલાય દેશોએ પહેલા જ બહારથી આવતી લોકો પર પ્રતિબંધો લગાવી દીધા છે તો વળી કેટલાય દેશોએ પોતાની સરહદો બંધ કરી દીધી છે. દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામફોસાએ દેશમાં કોરોનાના નવા વેરિએન્ટથી લડવા માટે પાંચ સ્તરીય લોકડાઉનમાંથી સૌથી ઓછા સ્તરવાળા લોકડાઉનની જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિ સિરિલ રામફોસાની લોકડાઉનની જાહેરાત બાદ દક્ષિણ આફ્રિકામાં બજારો બંધ કરી દેવામાં આવ્યા રસ્તાઓ શાંત થઈ ગયા છે અનેફરી એક વાર લોકો પોતાના ઘરોમાં પુરાવાનો વારો આવી ગયો છે હવે લાંબા સમય સુધી રહેશેજો કોરોનાના નવા વેરિએન્ટથી સ્થિતી બગડી તો સાઉથ આફ્રિકામાં કુલ પાંચ પ્રકારના લોકડાઉન લગાવામાં આવી શકે છે. તેમાં સૌથી કડક લોકડાઉન પાંચમી શ્રેણીનું છે.આવા સમયે તો દ.આફ્રિકામાં લોકડાઉન 1 લગાવ્યું છે. તેમણે કહ્યું ક અમે અત્યાધુનિક સંક્રામકતાની સંભાવનાની આશા કરી શકીએ છીએ. તેના માટે ઝડપથી કેસો સામે આવી રહ્યા છે.
કોરોના વાયરસનો નવો ઓમિક્રોન વેરિઅન્ટ સમગ્ર દુનિયામાં ધીમે-ધીમે પોતાનો પગ પેસારો કરી રહ્યો છે. કેટલાક દેશોમાં પ્રતિબંધનો સમય એકવાર ફરી શરૂ થઈ ગયો છે. ભારતમાં પણ તેના બે કેસ સામે આવવાથી હડકંપ મચી ગયો છે. આ બંને કેસ કર્ણાટકમાં જોવા મળ્યા છે. જોકે, સ્વાસ્થ્ય મંત્રાલયે લોકોને ગભરાવવાની મનાઈ કરી છે અને સુરક્ષાનુ પૂરુ ધ્યાન રાખવાની સલાહ આપી છે.ભારતમાં કેવી રીતે પહોંચ્યા ઓમિક્રોન વેરિઅન્ટના બે કેસ કર્ણાટકના સ્વાસ્થ્ય મંત્રી અનુસાર આ બંને કેસ ડેલ્ટા વેરિઅન્ટથી મેચ કરી રહ્યા નહોતા. કેન્દ્રને આ અનુસાર સતર્ક કરી દેવાયાછે . તેમાંથી એક 66 વર્ષના પુરુષ છે જે દક્ષિણ આફ્રિકી નાગરિક છે. તેઓ 20 નવેમ્બરે બેંગલુરુ આવ્યા હતા જ્યાં તેમનો કોરોના ટેસ્ટ પોઝિટીવ જોવા મળ્યો. તેમને હોટલમાં આઈસોલેટ કરી દેવાયા. 23 નવેમ્બરે તેમનો ફરીથી ટેસ્ટ કરવામાં આવ્યો જે નેગેટીવ આવ્યો. જે બાદ 27 નવેમ્બરે તે દુબઈ માટે રવાના થઈ ગયા. તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોનો ટેસ્ટ નેગેટીવ આવ્યો હતો. ત્યાં ઓમિક્રોનનો બીજો કેસ 46 વર્ષના એક ડોક્ટરમાં જોવા મળ્યો જે એક સરકારી હોસ્પિટલમાં કાર્યરત છે.
46 વર્ષીય ડોક્ટરે વધારે થાક, કમજોરી અને તાવ જેવા લક્ષણ દેખાયા બાદ તેમને પોતાનો ટેસ્ટ કરાવ્યો જે પોઝિટીવ આવ્યો. રિપોર્ટસ અનુસાર તેમની સાઈકલ થ્રેશહોલ્ડ વેલ્યૂ ઓછી હતી જે બાદ તેમને સેમ્પલ લેબ મોકલવામાં આવ્યા. તેમના સંપર્કમાં આવેલા 5 લોકોનો પણ ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. દક્ષિણ આફ્રિકાના વૈજ્ઞાનિકોનુ પણ કહેવુ છે કે આ વેરિઅન્ટના લક્ષણ ગંભીર નથી. જોકે, સામાન્ય લક્ષણ હોવાના કારણે મોટા ભાગના લોકોને આ વિશે જાણ થતી નથી અને સંક્રમણના સરળતાથી ફેલાવવાની સંભાવના રહે છે. તેથી જો આપને આમાંથી કોઈ પણ લક્ષણ જોવા મળે તો પોતાનો ટેસ્ટ જરૂર કરાવો સ્વાસ્થ્ય મંત્રીનુ કહેવુ છે કે અત્યારે એવુ કહી શકાય નહીં કે ઓમિક્રોન કેવી રીતે ફેલાય છે. જોકે ચિંતાની કોઈ વાત નથી કેમ કે તમામ 6 કેસની ઓળખ કરી લેવાઈ છે અને આમાં કોઈ મોટી મુશ્કેલી જોવા મળી નથી. જેવુ કે અમે ડેલ્ટા વેરિઅન્ટમાં શ્વાસ લેવા જેવી ગંભીર સમસ્યા જોવા મળી હતી. ઓમિક્રોનમાંહાલમાં હાલ કોઈ એવુ લક્ષણ જોવા મળ્યુ નથી
કર્ણાટકના અધિકારીઓ અનુસાર રાજ્યમાં ઓમિક્રોનના કેસ વધુ થઈ શકે છે કેમ કે જે બીજી વ્યક્તિ પોઝિટીવ આવી છે. તેની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. તમામ કેસમાં કોઈ ખાસ લક્ષણ જોવા મળ્યા નથી. એક્સપર્ટસ અનુસાર આ તમામ કેસમાં CT value ઓછી જોવા મળી છે આ જ કારણ છે કે તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરના પોઝીટીવ રિઝલ્ટના જીનોમ સિક્વેન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે.