સુરત શહેર પોલીસ દ્વારા રોંગ-સાઇડ અને સિગ્નલ ભંગ સામે કડક કાર્યવાહી: અનુપમસિંહ ગેહલોત

By
Halima Shaikh
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a...
2 Min Read

ટ્રાફિક નિયમોના કડક અમલ માટે વિશેષ અભિયાન થકી રવિવારે એક જ દિવસે ૯૬૧ કેસ કરવામાં આવ્યા

સુરતઃ સુરત શહેર વિસ્તારમાં રોંગ સાઇડ વાહન ચલાવવાના કારણે ગંભીર તથા પ્રાણઘાતક માર્ગ અકસ્માતોના બનાવોને ધ્યાને લઈને સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. રોગ સાઈડ વાહન ચલાવનારાઓ તથા ટ્રાફિક સિગ્નલ મુજબ નિયમન સુચારુ રીતે અમલમાં મુકવા માટે તા.૨૮/૧૧/૨૦૨૫ થી શહેર વિસ્તારમાં સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સ્પે. ડ્રાઇવમાં ચારેય રીજીયનમા અલગ-અલગ ટીમો રચવામાં આવી છે. જે વિસ્તારોમાં રોંગ-સાઇડ વાહન ચલાવવાનું પ્રમાણ વધુ છે તથા જ્યાં અકસ્માતોની સંભાવના વધુ છે તેવા સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

- Advertisement -

WhatsApp Image 2025 12 30 at 12.38.31 PM.jpeg

સ્પેશિયલ ડ્રાઇવ દરમિયાન તા.૨૮/૧૨/૨૦૨૫ના રોજ ખાસ કરીને રોંગ-સાઇડ વાહન ચલાવનાર, ટ્રાફિક સિગ્નલનો ભંગ કરનાર તેમજ અન્ય ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહનચાલકો વિરૂદ્ધ સ્થળદંડ અને ઇ-ચલણના માધ્યમથી કુલ ૯૬૧ કેસો કરવામાં આવ્યા હતા.

- Advertisement -

આમ તા.૨૮/૧૧/૨૦૨૫ થી તા.૨૮/૧૨/૨૦૨૫ દરમિયાન ચાલેલી સ્પે. ડ્રાઇવ દરમિયાન ૪૭૭૯ જેટલા રોગસાઈડ વાહન ચલાવનારાઓ, હેલ્મેટ વિના ૩૯૭૨, સિગ્નલ ભંગ બદલ ૧૫૩૩૯, ઓવર સ્પીડમાં ૨૮૯૬૩ અન્ય હેડ વાઈઝ ૨૪૪૫૯ મળી કુલ ૭૭,૫૧૦ ટ્રાફિક નિયમભંગના કેસો કરવામાં આવ્યા છે. આગામી સમયમાં પણ શહેરમાં સુચારુ ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તથા માર્ગ અકસ્માતોમાં ઘટાડો થાય તે હેતુસર ટ્રાફિક બ્રાન્ચ દ્વારા આ પ્રકારની સ્પેશિયલ ડ્રાઇવ ચાલુ રાખી નિયમભંગ કરનારાઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

Share This Article
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a wide range of topics including social issues, current events, and community stories with a focus on accuracy and cultural relevance. With a deep connection to Gujarati readers, Halima strives to present news that is informative, trustworthy, and easy to understand. Follow Halima Shaikh on Satya Day News for timely updates and meaningful content — all in your own language.