2.87 લાખ પ્રોજેક્ટ્સ સાથે ‘વિકસિત ભારત બિલ્ડાથોન 2025’એ રચ્યો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ!

By
Roshani Thakkar
Roshani Thakkar is a dedicated Gujarati content writer at Satya Day News, committed to delivering clear, accurate, and engaging news in the Gujarati language. With a...
3 Min Read

ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં ભારતનો ડંકો: ‘Largest Innovation Solution Competition’નો મળ્યો ખિતાબ

આજના યુગમાં, માત્ર પાઠ્યપુસ્તકના જ્ઞાનથી આગળ વધીને બાળકોમાં વ્યવહારુ અને સર્જનાત્મક વિચારસરણી કેળવવી અનિવાર્ય બની ગઈ છે. આ જ દ્રષ્ટિકોણ સાથે શરૂ કરાયેલ ‘વિકસિત ભારત બિલ્ડાથોન ૨૦૨૫’ એ એક ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યું છે, જેણે વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. દેશભરના શાળાના બાળકોના ઉત્સાહ અને અનોખા વિચારોથી પ્રેરિત આ સ્પર્ધાએ ‘ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ’માં સ્થાન મેળવ્યું છે.

Guinness World Record

શું છે આ મામલો અને કેવી રીતે બન્યો રેકોર્ડ?

શિક્ષણ મંત્રાલયના આંકડા મુજબ, આ રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં દેશના ખૂણે-ખૂણેથી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને કુલ ૨,૮૭,૯૬૭ પ્રોજેક્ટ્સ સબમિટ કર્યા હતા. જેમાં બાળકોના નવા વિચારો (આઈડિયા) અને તેમના દ્વારા બનાવેલા પ્રારંભિક મોડેલ (પ્રોટોટાઇપ) બંને સામેલ હતા. બાળકોની આટલી મોટી સંખ્યામાં ભાગીદારી અને તેમના શ્રેષ્ઠ ઇનોવેશનને કારણે જ તેને ‘Largest Innovation Solution Competition’ તરીકે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ્સમાં સત્તાવાર માન્યતા મળી છે. આ ભારતના શિક્ષણ જગત માટે એક ખૂબ જ મોટો અને ગર્વનો ક્ષણ છે.

નવી દિલ્હીમાં જામશે રંગ, કેન્દ્રીય શિક્ષણ મંત્રી કરશે સન્માન

આ ભવ્ય આયોજનનું સમાપન અને રાષ્ટ્રીય સ્તરે વિજેતા બનેલી ૧૦ વિજેતા ટીમોનો સન્માન સમારોહ આજે એટલે કે ૨૮ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ નવી દિલ્હીમાં યોજાઈ રહ્યો છે.

આ ખાસ કાર્યક્રમમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી પ્રહ્લાદ જોષી જાતે પોતાના હસ્તે દેશના આ ન્હાના અને પ્રતિભાશાળી ઇનોવેટર્સનું સન્માન કરશે. આ દરમિયાન બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલા શાનદાર મોડેલ્સ અને તેમના ઇનોવેટિવ સોલ્યુશન્સનું એક ખાસ પ્રદર્શન પણ યોજાશે, જેથી દરેક વ્યક્તિ તેમની કળા અને મહેનતને જોઈ શકે. આ ઉપરાંત, કાર્યક્રમમાં ગિનીઝ વર્લ્ડ રેકોર્ડનું સત્તાવાર પ્રમાણપત્ર પણ સોંપવામાં આવશે અને શિક્ષણ મંત્રાલય દ્વારા શિક્ષકો માટે કેટલાક નવા દિશા-નિર્દેશો પણ જાહેર કરવામાં આવશે.

Guinness World Record 1

કેમ શરૂ કરવામાં આવી હતી આ બિલ્ડાથોન?

શિક્ષણ મંત્રાલયના સ્કૂલ શિક્ષણ અને સાક્ષરતા વિભાગ (DoSEL)ની આ પહેલ અટલ ઇનોવેશન મિશન (નીતિ આયોગ) અને AICTE સાથે મળીને ચલાવવામાં આવી હતી. તેનો મુખ્ય હેતુ ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓને માત્ર ગોખણપટ્ટીવાળા શિક્ષણથી બહાર કાઢવાનો છે, જેથી તેઓ તેમની આસપાસની સમસ્યાઓને સમજી શકે અને તેના વૈજ્ઞાનિક ઉકેલો શોધી શકે.

આ આખી સ્પર્ધાને ચાર મુખ્ય વિષયો પર આધારિત કરવામાં આવી હતી:

  • આત્મનિર્ભર ભારત: દેશને તેની જરૂરિયાતો માટે મજબૂત અને સ્વદેશી ઉકેલો આપવા.

  • સ્વદેશી: દેશમાં જ વિકસિત તકનીક અને વિચારોને પ્રોત્સાહન આપવું.

  • વોકલ ફોર લોકલ: સ્થાનિક ઉત્પાદનો અને કૌશલ્યને નવી ઓળખ અપાવવી.

  • સમૃદ્ધ ભારત: દેશની પ્રગતિ અને ખુશહાલીમાં પોતાની સર્જનાત્મક ભૂમિકા ભજવવી.

બાળકોના ભવિષ્ય માટે એક મોટું પગલું

આ માત્ર એક એવોર્ડ જીતવાની વાત નથી, પરંતુ આ એ લાખો બાળકો માટે એક નવી શરૂઆત છે જે ભવિષ્યમાં દેશના મોટા વૈજ્ઞાનિક, ઉદ્યોગસાહસિક અથવા ટેકનિકલ વિશેષજ્ઞ બનવા માંગે છે. શિક્ષણ મંત્રાલયની યોજના આ વિજેતા વિદ્યાર્થીઓને આગળ પણ મેન્ટરશિપ અને જરૂરી સંસાધનો પૂરા પાડવાની છે, જેથી તેમના સપના અધવચ્ચે ન અટકે. આજનો આ સન્માન સમારોહ આપણા દેશના ન્હાના બાળકોની તે છૂપી પ્રતિભાઓની જીત છે, જે આવતીકાલના ભારતને નવી ઊંચાઈઓ પર લઈ જશે.

Share This Article
Roshani Thakkar is a dedicated Gujarati content writer at Satya Day News, committed to delivering clear, accurate, and engaging news in the Gujarati language. With a passion for journalism and a deep understanding of regional issues, she covers everything from current affairs to cultural stories with authenticity and care. Her writing reflects a strong connection with the Gujarati-speaking audience, ensuring that news is not only informative but also relatable. Stay updated with Roshani Thakkar for reliable stories and insightful reporting — in your language, for your world.