“અમે TMC જેવા નથી બનવા માંગતા” – જીત બાદ સુકાંત મજુમદારે શાંતિ જાળવવા કરી અપીલ.
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી ૨૦2૬ ના પરિણામોએ ભારતીય રાજનીતિમાં એક નવો ઇતિહાસ રચ્યો છે. વર્ષોથી સત્તા પર રહેલી તૃણમૂલ કોંગ્રેસ (TMC) ને પછાડીને ભારતીય જનતા પાર્ટીએ સ્પષ્ટ બહુમતી સાથે સત્તાના સૂત્રો સંભાળવાની તૈયારી કરી લીધી છે. આ ભવ્ય જીત બાદ ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સુકાંત મજુમદારે કોલકાતામાં વિજયી હુંકાર કરતા જનતાનો આભાર માન્યો હતો.
‘જનતાએ બંને હાથે આશીર્વાદ આપ્યા’
કોલકાતામાં ઉમટેલા હજારો કાર્યકરોને સંબોધતા સુકાંત મજુમદારે કહ્યું કે, “પશ્ચિમ બંગાળની જનતાએ જે રીતે ભાજપ પર વિશ્વાસ મૂક્યો છે તે અભૂતપૂર્વ છે. આ કોઈ સામાન્ય જીત નથી, પણ જનતાએ આપેલા આશીર્વાદ છે.” તેમણે આ જીતનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરંદેશી અને ગૃહમંત્રી અમિત શાહના વ્યૂહાત્મક આયોજનને આપ્યો હતો. મજુમદારે ઉમેર્યું કે, પીએમ મોદીએ બંગાળના વિકાસ માટે જે સમર્પણ બતાવ્યું છે, જનતાએ તેનો બદલો મતો દ્વારા આપ્યો છે.
મમતા બેનર્જી પર આકરા પ્રહાર
ચૂંટણી પરિણામો બાદ મમતા બેનર્જીએ લગાવેલા ‘CCTV છેડછાડ’ અને ‘કેન્દ્રીય દળોના દબાણ’ના આરોપો પર સુકાંત મજુમદારે વળતો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે, “ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ હવે પોતાની હાર સ્વીકારી લેવી જોઈએ. જનતાનો જનાદેશ સ્પષ્ટ છે. જ્યારે કોઈ પક્ષ જનતાના નિર્ણય પર સવાલ ઉઠાવે છે, ત્યારે તેનું ભવિષ્ય અંધકારમય બની જાય છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે, ૨૦% જેટલા હિંદુ મતોમાં થયેલો વધારો દર્શાવે છે કે લોકો તુષ્ટિકરણના રાજકારણથી કંટાળી ગયા છે.
હિંસા રોકવા કાર્યકરોને કડક સંદેશ
જીત બાદ રાજ્યના કેટલાક વિસ્તારોમાં થયેલી છૂટીછવાઈ હિંસા પર મજુમદારે ગંભીરતા વ્યક્ત કરી હતી. તેમણે પોતાના કાર્યકરોને કડક શબ્દોમાં સૂચના આપી હતી:
#WATCH | Kolkata: On BJP's victory in West Bengal polls, Union Minister Sukanta Majumdar says, “Mamata Banerjee should gracefully accept her defeat. Allegations of CCTV tampering, scuffle doesn’t suit her, she should refrain from making such accusations…there was an increase in… pic.twitter.com/RNspYCXF1H
— ANI (@ANI) May 5, 2026
-
શાંતિ જાળવો: “આપણે TMC જેવા નથી બનવું. જો કોઈ ભાજપનો કાર્યકર હિંસામાં, ઓફિસો સળગાવવામાં કે તોડફોડમાં સામેલ હશે, તો પોલીસ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરશે અને પક્ષ તેને બચાવશે નહીં.”
-
ભયમુક્ત બંગાળ: મજુમદારે સ્પષ્ટ કર્યું કે નવી સરકારની પ્રાથમિકતા રાજ્યમાંથી ભયના વાતાવરણને નાબૂદ કરવાની છે.
#WATCH | Kolkata: On reports of violence after the BJP's victory in the West Bengal polls, Union Minister Sukanta Majumdar says, 'Some incidents happened, and those are not accepted by the party. We completely condemn this. I want to tell our workers that we do not have to become… pic.twitter.com/n78pn05OpK
— ANI (@ANI) May 5, 2026
નવી સરકારના સંકેતો
સુકાંત મજુમદારે સ્પષ્ટ કર્યું કે આગામી દિવસોમાં ભાજપ સરકાર બંગાળમાં કાયદો અને વ્યવસ્થા સુધારવા પર ભાર મૂકશે. તેમણે વિપક્ષને પણ જનાદેશનું સન્માન કરી જવાબદાર વિપક્ષની ભૂમિકા ભજવવા અનુરોધ કર્યો હતો.
બંગાળની ગાદી પર હવે ભાજપ બિરાજમાન થવા જઈ રહ્યું છે ત્યારે ‘સોનાર બાંગ્લા’ના સ્વપ્નને સાકાર કરવું એ નવી સરકાર માટે સૌથી મોટો પડકાર અને તક બંને હશે.