કોરોના ના હાઉ વચ્ચે સુરત ની સર કે.પી. કોમર્સ કોલેજમાં મ્યુઝિકલ ઈવનિંગ નું આયોજન કરવામાં આવતા વિદ્યાર્થીઓ એ કોરોના ની ગાઈડલાઈન ના ધજાગરા ઉડાવ્યા હતા.
એક તરફ કોરોના ના નવા વેરીએન્ટ ઓમિક્રોન ની દહેશત ઉભી થઇ છે અને તંત્ર દ્વારા લોકો ને કોરોના ની ગાઈડલાઈન પાળવા અપીલ કરવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ
સુરત ની સર કે.પી. કોમર્સ કોલેજમાં મ્યુઝિકલ ઈવનિંગ દરમ્યાન કોરોના ગાઈડલાઈન નો ભંગ થતા કોરોના સ્પ્રેડ થવાની શક્યતાઓ ઉભી થઇ છે. કરવામાં આવ્યું હતું.કોલેજ માં મ્યુઝિકલ ઇવનિંગમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકત્રિત થયા હતા. વિદ્યાર્થીઓ પૈકી કેટલાય મોઢા ઉપર માસ્ક વગર નજરે પડ્યા હતા. સોશિયલ ડિસ્ટન્સ તો જાણે સંપૂર્ણ રીતે ભૂલી ગયા હોય તેવું દેખાઈ રહ્યું હતું. એક તરફ મ્યુઝિક અને બીજી તરફ વિદ્યાર્થીઓ ફોર્મ માં આવી જતા તેઓ કોરોનાને ભૂલી જતા પોલીસે દરમ્યાનગિરી કરવી પડી હતી.