સુરત : સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ધીરે ધીરે કથળતી હોવાનું જાણવા મળે છે.કાયદાનો કોઈને હાઉ જ ના રહ્યો હોય તેમ લોકો હવે કાયદો હાથમાં લઈ રહ્યા છે.વાત છે સુરતના મજુરાગેટ વિસ્તારની.જ્યાં યુવતીની છેડતી કરનાર શખ્સની કેટલાક લોકો દ્વારા જાહેરમાં ધોલાઇ કરવામાં આવી હતી.સુરતના મજુરાગેટ ફાયર સ્ટેશન નજીક બનેલી આ ઘટનામાં રીતસર હિન્દી ફિલ્મોના દ્રશ્યો જોવા મલ્યા.
સુરતના મજુરાગેટ સ્થિત ફાયર સ્ટેશન નજીકની આ ઘટના છે.જ્યા રાત્રે નવથી દસ વાગ્યાના અરસામાં આ ઘટના બની હતી.સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર એક યુવક દ્વારા યુવતીની છેડતી કરવામાં આવી હતી.યુવતીની છેડતી થતા પંદરથી વિસ લોકોનું ટોળુ ત્યાં ઘસી આવ્યું હતું.બાદમાં છેડતી કરનાર યુવકની સરાજાહેર રસ્તા પર ધોલાઇ કરવામાં આવી હતી. જાહેર રસ્તા પર જ છેડતી કરનારની ધોલાઇ કરાતાં રીતસર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા.જાહેર રસ્તા પર પંદરથી વિસ લોકોનું ટોળુ યુવકની ધોલાઇ કરતા કેમેરામ કેદ થયા હતા.જ્યાં ટોળાના મારનો ભોગ બનેલો યુવક પોતાનો બચાવ કરવા ભાગી ચૂંટવાનો પ્રયાસ કરતો જોઈ શકાય છે.જો કે પોલીસ આવે તે પહેલા તો ટોળું ત્યાંથી નાસી છૂટવામાં સફળ રહ્યું હતું. આ સમગ્ર ઘટના નો વીડિયો ત્યા ચાલતા જતા એક રાહદારીએ પોતાના મોબાઈલમાં ઉતારી લીધો હતો. જેમાં મારામારીના ફિલ્મી દ્રશ્યો પુરી રીતે કેદ થયા હતા.ત્યારે પોલીસ આ મામલે શુ કાર્યવાહી કરે છે તેવો પ્રશ્ન હાલ ચર્ચાઈ રહ્યો છે.