નવસારી રેલવે અને આરપીએફ પોલીસે કચ્છ એક્સપ્રેસમાં વિદેશી દારૂ ની હેરાફેરી બાતમી મળતા પોલીસે નવસારી રેલવે સ્ટેશને સ્લીપર કોચના 7 અને 8માંથી મુસાફરોને ઉતાર્યા હતા. અને તેમના શરીર પર બાંધેલી અંદાજે 240 બોટલ વિદેશી દારૂ મળી આવતા ચાર લોકોને પોલીસે ઝડપી પાડ્યા હતા. તેમાં બે સગીર હોવાનું માલમ પડ્યું છે. વધુ તપાસ રેલવે પોલીસ કરી રહી છે.
નવસારી રેલવે પોલીસને બાતમી મળી હતી કે, કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં આવેલા સ્લીપર કોચ 7 અને 8ની વચ્ચે આવેલા બાથરૂમમાં કેટલાક મુસાફર બંધ કરી બેસેલા છે. જેથી મુસાફરોએ પોલીસને જાણ કરી હતી કે, આ લોકો બાથરૂમમાં જવા દેતા નથી. તેને આધારે પોલીસે આ બાબતે નવસારી રેલવે પોલીસને જાણ કરી હતી. નવસારી રેલવે સ્ટેશને આ ટ્રેન આવતાં પોલીસે સ્લીપર કોચમાંથી શરીર પર બાંધેલી વિદેશી દારૂની બોટલ સાથે ચારને ઉતાર્યા હતા. જેમાં એક પોલીસને જોઈ ભાગી ગયો હતો. આ દારૂ દમણથી લાવ્યા હોય અને સુરત ખાતે લઇ જવાનું આરોપીઓએ જણાવ્યું હતું.
પોલીસે રેખાબેન દેવીપૂજક (રહે. લંબે હનુમાન રોડ), ઓમકાર (રહે. પાટીચાલ ફૂટપાથ), એક 14 વર્ષીય સગીરા અને એક 10 વર્ષીય સગીરની અટક કરી હતી. તેમની પાસેથી 240 નંગ દારૂની બોટલો કિંમત રૂ.12000 મળી આવી હતી. પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે