[slideshow_deploy id=’39773′] સુરેન્દ્રનગર જીલ્લા ના માલવણ પો.સ્ટે. વિસ્તારમાં આવેલ અનમોલ હોટલના ગ્રાઉન્ડમાં પાર્ક કરેલ એલ.પી.જી. ગેસના ટેન્કરમાં સંતાડેલ ઇગ્લીશદારૂની નાની-મોટી બોટલ નંગ-૯૧૨૦ કિ.રૂ.૨૭,૩૬,૦૦૦/- તથા ટેન્કર કિ. રૂ. ૨૦,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૪૭,૩૬,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરેલ છે
રેન્જમાં પ્રોહી. જુગારની બદી નાબુદ કરવા માટે શ્રી ડી.એન.પટેલ સાહેબ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી રાજકોટ રેન્જ રાજકોટનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ આર.આર.સેલના પો.સ.ઇ.શ્રી કૃણાલ પટેલ તથા તેમની ટીમને મળેલ વધુ એક મોટી સફળતા જેમાં આર.આર.સેલના સ્ટાફને ખાનગીરાહે હકિકત મળેલ કે સુરેન્દ્રનગર જીલ્લાના માલવણ પો.સ્ટે. વિસ્તારમાં આવેલ અનમોલ હોટલના પાર્કિંગમાં એક એલ.પી.જી. ગેસનુ ટેન્કર પડેલ છે તેમા ઇંગ્લીશ દારુ ભરેલ છે જેથી તુર્તજ હકીકત વાળી જગ્યાએ પહોચી હકીકત વાળુ ટેન્કર મળી આવતા તેને ખોલી ચેક કરતા ટેન્કરમાં છુપાવી-સંતાડી રાખેલ અલગ-અલગ બ્રાંડની ઇગ્લીશ દારૂની બોટલ ૭૫૦ એમ.એલ.ની નંગ- ૯૧૨૦, કિ.રૂ.૨૭,૩૬,૦૦૦/- તથા એલ.પી.જી. ટેન્કર નં. આરજે-૧૪-જીબી-૨૭૭૭ કિ.રૂ.૨૦,૦૦,૦૦૦/- તથા મળી કુલ રૂ.૪૭,૩૬,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરેલ તેમજ સદર ટેન્કરનો ડ્રાઇવર હાજર મળી આવેલ ન હોય તેના વિરુધ્ધ માલવણ પો.સ્ટે. ગુનો રજી. કરાવી ટેન્કરના ડ્રાઇવર બાબતેની આગળની તપાસ આર.આર.સેલ રાજકોટ ચલાવી રહેલ છે