સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી બગોદરા હાઇવે ઉપર આવેલ હોટલોમાં ઠંડા પીણાં માં કેફી ઘેનની દવા નાખીને ટ્રાવેલ અને એસટી બસોમાં મુસાફરી કરતા પેસેન્જરોને શિકાર બનાવી, કેફી નશાયુક્ત ઠંડપીણાં પાઈને પસેન્જરોને બેભાન બનાવી, પેસેન્જરોએ પહેરેલા સોનાના દાગીના,તેમજ રોકડ રકમ સહિતના કિંમતી સામાનની ચોરી કરવાના બનાવો બનેલ છે. આ સંબંધે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી અને જોરાવરનગર પોલીસ સ્ટેશન વિસ્તારની નંદનવન હોટલ અને દર્શન હોટલો ખાતે પણ બનાવો બનેલ છે, આ બાબતે બંને પોલીસ સ્ટેશન ખાતે બે બે ગુન્હાઓ મળી, કુલ 04 ગુન્હાઓ નોંધાયેલ છે.
પકડાયેલ આરોપીની પૂછપરછમાં તેને આ ગુન્હાઓની કબુલાત કરવામાં આવેલ છે. પોતે એન્જીનીયરિંગનો અભ્યાસ કરેલ છે અને, નોકરી નહીં મળતા, ગુન્હાખોરીના રવાડે ચડી ગયેલ હતો. શરૂઆતમાં પકડાયેલ આરોપી નીતિન રમેશભાઈ ભટ્ટ અને કેશોદના પોલીસ પુત્ર ધર્મેશ ઉર્ફે ટકલો હિંમતલાલ ખત્રી સાથે મળી ખુન, લૂંટ, ચોરી, લૂંટ વિથ મર્ડર, વિગેરે જેવા આશરે 40 જેટલા ગુન્હાઓ આચરેલ હતા. ગુન્હાખોરીની શરૂઆત સને 1992 થી કરેલ હતી. ત્યારબાદ જેલ હવાલે થયેલ હતો. કોર્ટમાં તમામ કેસો ચાલી જતા, જેલમાંથી બહાર આવેલ અને ગોંડલ ખાતે બેરિંગનું કારખાનું ચાલુ કરેલ હતું. પરંતુ, કારખાનામાં ખોટ જતા,તેમણે આ કામ શરૂ કર્યુ હતુ. પકડાયેલ આરોપી નીતિન રમેશભાઈ ભટ્ટને લીંબડી પોલાસે આ આરોપી પાસે થી ચોરી કરેલ મુદ્દામાલ રિકવર કરવાની તજવીજ હાથ ધરી હતી.અને લીંબડી કોર્ટ માં રાજુ કરી, પકડાયેલ આરોપીને પોલીસ રિમાન્ડની માંગણી કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.