ફાઈનલમાં ઇંગ્લેન્ડને પરાજય આપી ટીમ ઈન્ડિયા ફરી એકવાર બની U19 વર્લ્ડ કપ ચેમ્પિયન!

4 Min Read

IND vs ENG U-19 વર્લ્ડ કપ ફાઇનલ: ભારતનો ઐતિહાસિક વિજય, ઇંગ્લેન્ડને 100 રને હરાવી છઠ્ઠો ખિતાબ જીત્યો

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલ મેચને લઈને ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ હતો. સૌને એક રોમાંચક મુકાબલાની અપેક્ષા હતી, પરંતુ ફાઇનલમાં જે બન્યું તે સંપૂર્ણ રીતે એકતરફી સાબિત થયું. ભારતીય યુવા ટીમે શાનદાર પ્રદર્શન કરી ઇંગ્લેન્ડને 100 રને પરાજય આપી ફરી એક વખત અંડર-19 વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે કર્યો.

ટોસ જીતી ભારતે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો

ફાઇનલ મેચમાં ભારતીય ટીમના કેપ્ટન આયુષે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. જોકે શરૂઆત ભારત માટે ખાસ સારી રહી નહોતી. આરોન જ્યોર્જ માત્ર 9 રન બનાવીને આઉટ થયો અને ટીમ પર થોડું દબાણ આવ્યું. બીજી તરફ વૈભવ સૂર્યવંશી ધીમે ધીમે પોતાની ઇનિંગ્સ બાંધી રહ્યો હતો.

- Advertisement -

eng.jpg

પરંતુ ત્યારબાદ કેપ્ટન આયુષ સાથે તેની જોડીએ મેચનો રુખ જ બદલી નાંખ્યો. બંને ખેલાડીઓએ આક્રમક બેટિંગ શરૂ કરી અને ઇંગ્લેન્ડના બોલરોને બેકફૂટ પર ધકેલી દીધા.

- Advertisement -

વૈભવ સૂર્યવંશીની તોફાની સદી

વૈભવ સૂર્યવંશીએ પોતાની સ્વાભાવિક આક્રમક શૈલીમાં બેટિંગ કરતા પહેલા અર્ધસદી પૂર્ણ કરી અને પછી માત્ર 55 બોલમાં શાનદાર સદી ફટકારી. સ્ટેડિયમમાં બેઠેલા દર્શકો તેના શોટ્સ જોઈને દંગ રહી ગયા. કેપ્ટન આયુષે પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું અને 51 બોલમાં 53 રનની સંયમિત પરંતુ અસરકારક ઇનિંગ્સ રમી.

આયુષ આઉટ, પરંતુ વૈભવ અટક્યો નહીં

કેપ્ટન આયુષના આઉટ થયા બાદ એવું લાગ્યું કે કદાચ ભારતની રનગતિ થોડી ધીમી પડશે, પરંતુ વૈભવ સૂર્યવંશી એક અલગ જ મિજાજમાં હતો. તેણે ઇંગ્લેન્ડના દરેક બોલરને નિશાન બનાવ્યો અને રન પર રન બનાવતો ગયો. તેણે માત્ર સદી પર સંતોષ ન રાખ્યો, પરંતુ 150 રનનો આંક પણ પાર કર્યો.

175 રનની ઐતિહાસિક ઇનિંગ્સ

અંતે વૈભવ સૂર્યવંશી 175 રનની વિસ્ફોટક ઇનિંગ્સ રમીને આઉટ થયો. તેની આ ઇનિંગ્સ દરમિયાન અનેક રેકોર્ડ તૂટ્યા અને ઇંગ્લેન્ડના બોલરો સંપૂર્ણ રીતે બેકાર સાબિત થયા. અંતિમ ઓવર્સમાં અન્ય ભારતીય બેટ્સમેનોએ પણ ઝડપી રન ઉમેર્યા અને ભારતે 50 ઓવરમાં 411 રનનો વિશાળ સ્કોર ઉભો કર્યો.

- Advertisement -

ઇંગ્લેન્ડની ઇનિંગ્સ: દબાણમાં તૂટી પડ્યું બેટિંગ

411 રનની મુશ્કેલ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમ શરૂઆતથી જ દબાણમાં દેખાઈ. પ્રથમ ત્રણ ઓવરમાં માત્ર 2 રન થયા અને વિકેટો પડતી રહી. જેમ જેમ રન ઝડપ વધારવાનો પ્રયાસ કર્યો તેમ તેમ વિકેટો પણ ગુમાવતી ગઈ.મધ્ય ઓવર્સમાં થોડા નાના ભાગીદારી પ્રયાસ થયા, પરંતુ ભારતીય બોલરો સામે તે પૂરતા નહોતા. નિયમિત અંતરે વિકેટો પડતા રહ્યા અને આખી ઇંગ્લેન્ડની ટીમ 50 ઓવર પણ પૂરી કરી શકી નહીં.

eng11.jpg

ભારત છઠ્ઠી વખત અંડર-19 વર્લ્ડ કપ ચેમ્પિયન

ઇંગ્લેન્ડની આખી ટીમ 311 રનમાં ઓલઆઉટ થઈ ગઈ અને ભારતે મેચ 100 રને જીતી લીધી. આ સાથે જ ભારતીય ટીમે છઠ્ઠી વખત અંડર-19 વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે કર્યો. ખાસ વાત એ છે કે ભારતે સમગ્ર ટૂર્નામેન્ટમાં એકપણ મેચ હાર્યા વિના આ સિદ્ધિ મેળવી.

ઇંગ્લેન્ડની ટીમ પણ આખા ટૂર્નામેન્ટ દરમિયાન અજેય રહી હતી, પરંતુ ફાઇનલમાં તેમની જીતની લડી તૂટી ગઈ. ભારતીય યુવા ટીમના આ શાનદાર પ્રદર્શનથી એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે ભવિષ્યમાં ભારતીય ક્રિકેટ સંપૂર્ણ રીતે સુરક્ષિત હાથોમાં છે.

Share This Article