ધ હન્ડ્રેડ ઓક્શન પૂર્ણ: દિગ્ગજ ખેલાડીઓ પર લાગી બોલી, જુઓ તમામ ટીમોનું ફૂલ સ્ક્વોડ

4 Min Read

ધ હન્ડ્રેડ 2026: ઓક્શનમાં ખેલાડીઓ પર થઈ ધનવર્ષા, જાણો તમામ 8 ટીમોના ફૂલ સ્ક્વોડ

ઈંગ્લેન્ડની હાઈ-પ્રોફાઈલ ક્રિકેટ લીગ ‘ધ હન્ડ્રેડ’ ના આગામી સીઝન માટે ખેલાડીઓની હરાજી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. આ વખતે લીગમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે, કારણ કે અત્યાર સુધી આ ટુર્નામેન્ટમાં ડ્રાફ્ટ સિસ્ટમ હતી, પરંતુ 2026 સીઝન માટે પ્રથમ વખત ઓપન ઓક્શન (ખુલ્લી હરાજી) પદ્ધતિ અપનાવવામાં આવી છે. આ ઓક્શનમાં 21 વર્ષીય યુવા ઓલરાઉન્ડર જેમ્સ કોલ્સ સૌથી મોંઘા ખેલાડી સાબિત થયા છે, જેમને લંડન સ્પિરિટે રેકોર્ડ કિંમતે ખરીદ્યા છે. હરાજીની શરૂઆત ઈંગ્લેન્ડના સ્ટાર બેટ્સમેન જો રૂટથી થઈ હતી, જેમને વેલ્શ ફાયરે પોતાની ટીમમાં સામેલ કર્યા છે.

વિદેશી ખેલાડીઓનો દબદબો

આ ઓક્શનમાં દક્ષિણ આફ્રિકાના વિસ્ફોટક બેટ્સમેન ડેવિડ મિલર પ્રથમ વિદેશી ખેલાડી બન્યા હતા જેમના પર બોલી લાગી હતી. સધર્ન બ્રેવે તેમને 1,10,000 પાઉન્ડમાં ખરીદ્યા છે. બીજી તરફ, મનચેસ્ટર સુપર જાયન્ટ્સે દક્ષિણ આફ્રિકાના ટી20 કેપ્ટન એડન માર્કરમને પોતાની ટીમમાં સામેલ કર્યા છે. રસપ્રદ વાત એ છે કે, આઈપીએલ અને SA20 પછી માર્કરમ હવે ત્રીજી વખત આ જ ફ્રેન્ચાઈઝી (સુપર જાયન્ટ્સ ગ્રુપ) માટે રમતા જોવા મળશે.

- Advertisement -

 thwe.jpg

ધ હન્ડ્રેડ 2026: તમામ ટીમોના સ્ક્વોડ

સધર્ન બ્રેવ

રિટેન/ડાયરેક્ટ સાઈનિંગ: જેમી સ્મિથ, માર્કસ સ્ટોઈનિસ, ટ્રિસ્ટન સ્ટબ્સ, જોફ્રા આર્ચર.

- Advertisement -

ઓક્શનમાં ખરીદેલા ખેલાડીઓ: ક્રિસ જોર્ડન, આદિલ રાશિદ, ડેવિડ મિલર, લ્યુક વુડ, બેન મેકકિની, થોમસ ર્યુ, માઈકલ પેપર, ટોમ એબેલ, ડેન વોરલ, કેલેબ ફાલ્કનર, નિખિલ ચૌધરી.

ટ્રેન્ટ રોકેટ્સ

રિટેન/ડાયરેક્ટ સાઈનિંગ: ટિમ ડેવિડ, બેન ડકેટ, મિશેલ સેન્ટનર, ટોમ બેન્ટન.

ઓક્શનમાં ખરીદેલા ખેલાડીઓ: ફિન એલન, લુઈસ ગ્રેગરી, ક્રેગ ઓવરટન, ડેવિડ પેન, ડેન મૌસ્લી, મેટ હેનરી, સેમ બિલિંગ્સ, એનેરિન ડોનાલ્ડ, બેન મેસ, ડેની બ્રિગ્સ, લુઈસ કિમ્બર, બ્રેડ કરી.

- Advertisement -

MI લંડન

રિટેન/ડાયરેક્ટ સાઈનિંગ: વિલ જેક્સ, રાશિદ ખાન, સેમ કરન, નિકોલસ પૂરન.

ઓક્શનમાં ખરીદેલા ખેલાડીઓ: ટ્રેન્ટ બોલ્ટ, ટોમ કરન, નાથન સોવટર, જેમ્સ વિન્સ, શેરફેન રધરફોર્ડ, રિચાર્ડ ગ્લેસન, ઓલી પોપ, ઓલી સ્ટોન, ઓલી સાઈક્સ, કેલમ પાર્કિન્સન, જેસન રોય.

લંડન સ્પિરિટ

રિટેન/ડાયરેક્ટ સાઈનિંગ: ડેવાલ્ડ બ્રેવિસ, લિયામ લિવિંગસ્ટોન, એડમ ઝમ્પા, જેમી ઓવરટન.

ઓક્શનમાં ખરીદેલા ખેલાડીઓ: જોની બેરસ્ટો, લુઆન-ડ્રે પ્રિટોરિયસ, જેમ્સ કોલ્સ, મેસન ક્રેન, એડમ મિલ્ને, ડેવિડ વિલી, એડમ હોજ, ટાઇમલ મિલ્સ, જેમ્સ રેવ, મેટ ફિશર.

વેલ્શ ફાયર

રિટેન/ડાયરેક્ટ સાઈનિંગ: માર્કો જેન્સેન, ફિલ સોલ્ટ, રચિન રવીન્દ્ર, ક્રિસ વોક્સ.

ઓક્શનમાં ખરીદેલા ખેલાડીઓ: જોર્ડન કોક્સ, ટોમ કોહલર-કેડમોર, જો રૂટ, બેન કેલાવે, લોકી ફર્ગ્યુસન, આસા ટ્રાઈબ, ટોમ એસ્પિનવોલ, મેટ શોર્ટ, સેમ કૂક, જાફર ચૌહાણ.

the.jpg

બર્મિંગઘમ ફીનિક્સ

રિટેન/ડાયરેક્ટ સાઈનિંગ: રેહાન અહેમદ, ડોનોવન ફરેરા, મિશેલ ઓવેન, જેકબ બેથેલ.

ઓક્શનમાં ખરીદેલા ખેલાડીઓ: જો ક્લાર્ક, સાકિબ મેહમૂદ, ઉસ્માન તારિક, વિલ સ્મીડ, જોર્ડન થોમ્પસન, સ્કોટ કરી, લૌરી ઇવાન્સ, ક્રિસ વુડ, એથન બ્રુક્સ, મુસ્તફિઝુર રહેમાન.

સનરાઈઝર્સ લીડ્સ

રિટેન/ડાયરેક્ટ સાઈનિંગ: નાથન એલિસ, મિશેલ માર્શ, હેરી બ્રુક, બ્રાઈડન કાર્સે.

ઓક્શનમાં ખરીદેલા ખેલાડીઓ: અબરાર અહેમદ, બેની હોવેલ, ડેનિયલ લોરેન્સ, ટોમ લોજ, મેથ્યુ પોટ્સ, ટોમ અલ્સૉપ, જેક ક્રોલી, રિયાન રિકલટન, લિયામ પેટરસન-વ્હાઈટ, એડ બર્નાર્ડ, રીસ ટોપલી.

મનચેસ્ટર સુપર જાયન્ટ્સ

રિટેન/ડાયરેક્ટ સાઈનિંગ: નૂર અહેમદ, જોસ બટલર, હેનરિક ક્લાસેન, લિયામ ડોસન.

ઓક્શનમાં ખરીદેલા ખેલાડીઓ: ગસ એટકિન્સન, સન્ની બેકર, લ્યુસ ડૂ પ્લોય, ટોમ હાર્ટલી, એડન માર્કરમ, જોશ ટંગ, ટિમ સિફર્ટ, ટોમ મૂર્સ, મેક્સ હોલ્ડન, તવાંડા મુયે, જ્યોર્જ સ્ક્રિમશો, પોલ વોલ્ટર.

Share This Article