ગેસની દુશ્મન છે આ દાળ, ખાતાની સાથે જ મિનિટોમાં પેટને મળશે આરામ
જો તમે અવારનવાર ગેસ, પેટમાં ભારેપણું કે અપચાથી પરેશાન રહેતા હોવ, તો તમારી થાળીમાં પીળી મગની દાળને બદલે આખા લીલા મગ (Green Moong) સામેલ કરવા વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ન્યુટ્રિશન એક્સપર્ટ્સના મતે, આખા મગ પાચનતંત્ર માટે ખૂબ જ હળવા અને ગુણકારી માનવામાં આવે છે. ચાલો જાણીએ આ દાળ ખાવાના 5 મોટા ફાયદા:
આખા લીલા મગ ખાવાના ફાયદા
- વધારે ફાઈબર, શ્રેષ્ઠ પાચન: આખા લીલા મગમાં દ્રાવ્ય (Soluble) અને અદ્રાવ્ય (Insoluble) બંને પ્રકારના ફાઈબર જોવા મળે છે. તે આંતરડાની સફાઈમાં મદદ કરે છે, કબજિયાતથી રાહત અપાવે છે અને ‘ગટ હેલ્થ’ (Gut Health) મજબૂત કરે છે. જ્યારે પીળી મગની દાળમાં પ્રોસેસિંગને કારણે ફાઈબર ઓછું થઈ જાય છે.
- કુદરતી એન્ઝાઇમ્સથી ભરપૂર: લીલા મગમાં રહેલા કુદરતી એન્ઝાઇમ્સ ખોરાકને સરળતાથી પચાવવામાં મદદ કરે છે. આ એન્ઝાઇમ્સ ગેસ, એસિડિટી અને બ્લોટિંગ (પેટ ફૂલવું) ની સમસ્યાને ઓછી કરે છે.
- ગટ બેક્ટેરિયાને બનાવે મજબૂત: આખા મગ ‘પ્રીબાયોટિક’ તરીકે કામ કરે છે, જેનાથી પેટમાં સારા બેક્ટેરિયા વધે છે. પરિણામે પાચન સુધરે છે, રોગપ્રતિકારક શક્તિ વધે છે અને આંતરડાનો સોજો ઓછો થાય છે.
- લો ગ્લાયસેમિક ઈન્ડેક્સ: લીલા મગનો ગ્લાયસેમિક ઈન્ડેક્સ ઓછો હોય છે, જેનાથી બ્લડ શુગર ધીમે ધીમે વધે છે. આનાથી પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે અને ઓવરઈટિંગ થતું નથી.
- હળવા છતાં પોષણથી ભરપૂર: આખા લીલા મગમાં હાઈ પ્રોટીન, આયર્ન, મેગ્નેશિયમ અને પોટેશિયમ હોય છે, જે પેટ પર બોજ નાખ્યા વગર શરીરને ભરપૂર એનર્જી આપે છે.
લીલા મગ ખાવાની સાચી રીત
- પલાળીને રાંધો: મગને આખી રાત પલાળી રાખો અને પછી તેને રાંધો.
- ફણગાવેલા મગ: તેને અંકુરિત (Sprouts) કરીને ખાવા સૌથી વધુ ફાયદાકારક છે.
- સાચો વઘાર: મગને રાંધતી વખતે તેમાં જીરું, હીંગ અને આદુનો ઉપયોગ કરો. વધુ પડતા તેલ અને મસાલા ખાવાનું ટાળો.
જો તમે હળવો, હેલ્ધી અને પચવામાં સરળ વિકલ્પ ઈચ્છતા હોવ, તો પીળી મગની દાળને બદલે આખા લીલા મગને ડાયટમાં સામેલ કરો. તે માત્ર પાચન માટે જ નહીં, પરંતુ એકંદર સ્વાસ્થ્ય માટે પણ વરદાનરૂપ છે.

