વડોદરાની MS યુનિવર્સિટીમાં રીઝલ્ટ મુદ્દે વિદ્યાર્થીઓએ હંગામો મચાવતા પરિસરમાં ભારે દોડધામ મચી જવા પામી હતી,જોકે સ્થળ ઉપર પહોંચેલા યુનિ સત્તાધીઓએ વિદ્યાર્થીઓને સમજાવી મામલો થાળે પાડ્યો હતો.
વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં પહેલા વર્ષના પરિણામો મુદ્દે વિદ્યાર્થીઓ દ્વારા હંગામો મચ્યો હતો.
વિદ્યાર્થીઓ એ જણાવ્યું હતું કે તા. 10 એપ્રિલથી એટીકેટીની પરીક્ષા શરૂ થતી હોવા છતાં યુનિવર્સિટીએ ફર્સ્ટ યરના રિઝલ્ટ હજુસુધી જાહેર કરવામાં નહિ આવતા આ મુદ્દે વિદ્યાર્થી વિકાસ સંઘ દ્વારા આજે યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે આજે હોબાળો મચાવ્યો હતો.
આ મામલે વિદ્યાર્થીઓએ સ્થળ ઉપર રામધૂન બોલાવી હતી અને હેડ ઓફિસને તાળાબંધી કરતા યુનિવર્સિટી સત્તાધીશો દોડતા થઈ ગયા હતા અને બે દિવસમાં રિઝલ્ટ જાહેર કરવાની અને પરીક્ષા પાછી ઠેલવવાની વાત કરતા મામલો થાળે પડ્યો હતો.
વિદ્યાર્થીઓનું કહેવું છે કે સામાન્ય રીતે 45 દિવસમાં રિઝલ્ટ જાહેર કરવાનો નિયમ રહેલો છે પણ 75 દિવસ બાદ પણ હજુ સુધી રિઝલ્ટ જાહેર કરવામાં નહિ આવતા આ મુદ્દે વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે રામધૂન બોલાવીને હેડ ઓફિસને તાળાબંધી કરી વિરોધ દર્શાવ્યો હતો.