આજકાલ ટ્યુશન કલાસ ચલાવતા કેટલાક હવસખોરો ટ્યુશન ક્લાસની જાળ બિછાવી માસૂમ તરુણીઓ ને ફસાવી કામલીલા કરતા હોવાની ફરિયાદો વધી છે પરિણામે કેટલાય વાલીઓ પોતાની દીકરીને ટ્યુશનમાં મુકતા ડરી રહયા છે,વડોદરામાં વારસિયા વિસ્તારમાં ટયુશને આવતી સગીરા વિદ્યાર્થીની ઉપર 61 વર્ષના ટ્યુશન શિક્ષકે નજર બગડી હતી અને વહેલા ટ્યૂશન કલાસમાં પહોંચી ગયેલી એકલી વિદ્યાર્થીની ને જોઈ 61 વર્ષના બુઢ્ઢા શિક્ષક નો હવસનો કીડો સળવળી ઉઠ્યો અને છેડતી કરી બેસતા સગીરાએ પોતાના માતાપિતા ને વાત કરી દેતા વારસિયા પોલીસે આ અંગે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.
સગીરાના પરિવારજને ફરિયાદ નોંધાવી હતી કે બપોરે 3 વાગે તેમની પુત્રી ઝુલેલાલ મંદિર પાસે ઉદય મોહનરાવ ભાલેરાવને ત્યાં ટયુશને થોડી વહેલાં ગઇ ત્યારે અન્ય વિદ્યાર્થી હાજર ન હતા પરિણામે એકલતાનો લાભ લઇ 61 વર્ષના શિક્ષક ઉદય ભાલેરાવે સગીરા સાથે અંગ સાથે અડપલાં અને જાતીય છેડછાડ કરવા લાગતા સગીરા ગભરાઈ ગઇ હતી અને વિરોધ કરી ઘરે આવી સગીરાએ આપવીતી જણાવતાં પરિવાર ચોંકી ઉઠયો હતો અને વારસિયા પોલીસ મથકમાં શિક્ષક વિરુદ્ધ ફરિયાદ કરી હતી. ઘટનાની જાણ થતાં ડીસીપી ઝોન-4 પન્ના મોમાયાએ વારસિયા પોલીસને કડક કાર્યવાહી કરવા માટે સુચના આપી હતી.
જેના પગલે વારસિયા પોલીસના ઇન્ચાર્જ પીઆઈ એસ.એ.ગોહિલે તપાસ હાથ ધરી ઉદય ભાલેરાવ( રે.પ્રાર્થના ફલેટ, ગુરૂકુળની પાસે, વારસીયા રીંગ રોડ)ની અટક કરી હતી.
આરોપી છેલ્લા સાત વર્ષથી ટયુશન કલાસ ચલાવે છે અને તેની ત્યાં 7 જેટલા બાળકો અભ્યાસ માટે આવે છે. અગાઉ તે સીકયુરીટી એજન્સી ચલાવતો હોવાનું ખુલ્યું છે તેણે સાત વર્ષમાં અન્ય તરુણીઓ સાથે પણ આવી હરક્ત કરી છે કે કેમ તે અંગે તપાસ શરૂ થઈ છે.